manager

AHMEDABAD મા ઉપરી અધિકારીના ત્રાસથી કાંકરિયા કિડ્સ સિટીના મેનેજરનો આત્મહત્યાનો પ્રયાસ

કાંકરિયાના કિડ્સ સીટીમાં મેનેજર તરીકે ફરજ બજાવતી એક મહિલાએ પોતાના ઉપરી અધિકારી પર ગંભીર આક્ષેપ લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. પોતાના ઘરે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને પહેલા એલ.જી હોસ્પિટલ અને ત્યાર બાદ એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આઉટસોર્સિંગથી કામ કરતા અન્ય કર્મચારીઓ પણ આ મહિલાના ત્રાસથી પરેશાન છે. જો કે ખાનગી કંપનીના કર્મચારી હોવાથી અધિકારી સામે ખુલીને બોલી શકતા નથી. 

Aug 30, 2021, 07:41 PM IST

VADODARA ના સી.એચ જ્વેલર્સના મેનેજરે બોગસ ગ્રાહકો ઉભા કરી 4 કરોડના સોનાના સિક્કાની ઉચાપત કરી

અલકાપુરી સીએચ જ્વેલર્સના જનરલ મેનેજરે દોઢ વર્ષમાં બોગસ ગ્રાહક ઉભા કરી બોગસ ક્રેડિટ સ્લીપ બનાવી શોરૂમમાંથી 4 કરોડના સોનાના સિક્કા મેળવી લીધા બાદ પોતાના સાગરીતને વેચી દઈ કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થતા પોલીસે આ મામલાનો ગુનો નોંધી જનરલ મેનેજર સહિત બે જણાને ઝડપી પાડ્યા છે. સીએચ જ્વેલર્સ માલિક પરેશ સોનીએ સયાજીગંજ પોલીસમાં સીએચ જ્વેલર્સના જનરલ મેનેજર વિરલ નવીનચંદ્ર સોની (રામીન પાર્ક, ઓપી રોડ) અને તરજ તુષાર દીવાનજી (આકૃતિ ડુપ્લેક્સ, કલાલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના શોરૂમમાં વિરલ સહિત 2 જનરલ મેનેજર છે. 

Aug 10, 2021, 10:56 PM IST

JAMNAGAR એટેન્ડન્ટ સતામણી કેસમાં હોસ્પિટલનાં HR મેનેજર અને સુપરવાઇઝર સામે ફરિયાદ

સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનારા જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટના યૌન શોષણના મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કલેક્ટર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની કમિટીના રિપોર્ટ બાદ કોવિડ હોસ્પિટલનાં HR મેનેજર એલ.બી પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઇઝર અકબરઅલી આમદભાઇ નાયક પઠાણ સામે આઇપીસી 354 (ક), 114 અને 506 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ તો બંન્ને આરોપીઓને સકંજામાં લઇને કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી છે. 

Jun 22, 2021, 10:52 PM IST

'બાબા કા ઢાબા'ને મળ્યો 'મેનેજર', જાણો કેટલા બદલાઇ ગયા કાંતા પ્રસાદના દિવસો

વીડિયો વાયરલ થયાના 20 દિવસ બાદ જ બાબા કા ઢાબા પરથી ભીડ ગાયબ થઇ ગઇ છે. હવે એકલ-દોકલ લોકો અહીં જમવા માટે આવે છે. કેટલાક અહીં સેલ્ફી લઇને જતા રહે છે. 

Oct 23, 2020, 10:38 PM IST

નગરપાલિકાની કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાં મેનેજરે કર્યો લાખોનો ગોટાળો, પત્નીના નામે ઉપાડી મોટી રકમ

નગરપાલિકા ખાતે આવેલી બાલાજી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના મેનેજર ઘણા વર્ષો પહેલા મંજૂરી વગર પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરી પોતાના અને પોતાની પત્નીના નામે રૂપિયા પાંચ લાખ ઉપરાંત  ખોટા દસ્તાવેજો ઉભા કરી લોન મેળવ્યા બાદ આજ દિન સુધી નહિ ભરતા બાલાજી કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી સાથે વિશ્વાસઘાતથી ઊંચાપત કરી ઠગાઈ અને છેતરપિંડી કરવા અંગેની  મેનેજર સામે પોલીસમાં ફરીયાદ નોંધાવા સહકારી ક્ષેત્રમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ડભોઇ પોલીસમાંથી મળતી વિગત અનુસાર ફરિયાદી સુરેશભાઈ બાબુલાલ પારેખ રહેવાસી ડભોઇ ભીખન કુઈ બાલાજી કો ઓપરેટિવ સોસાયટીના સહમંત્રી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Sep 17, 2020, 07:57 PM IST

સુશાંત કેસઃ અનિલ દેશમુખ બોલ્યા, મહેશ ભટ્ટ-કરણ જોહરના મેનેજરની થશે પૂછપરછ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મોટુ નિવેદન આપ્યુ છે. અનિલ દેશમુખે જણાવ્યુ કે, સુશાંત મામલામાં મહેશ ભટ્ટની પૂછપરછ કરવામાં આવશે. તો કરણ જોહરના મેનેજરને પણ સવાલ-જવાબ કરવામાં આવશે. 
 

Jul 26, 2020, 02:49 PM IST

અતુલ મોટર્સના મેનેજરે બારોબાર કરી લાખો રૂપિયાની ઉચાપત, ટ્રીક જાણીને શેઠ પણ વિચારતા થઇ ગયા

અતુલ મોટર્સનાં ટ્રુ વેલ્યુના મેનેજરે કંપની સાથે 84 લાખની ઉચાપત કરી હોવાની એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે. અતુલ મોટર્સનાં મેનેજર પરેશ રાઠોડે 25 કાર નકલી રસીદ બનાવી બારોબાર વહેંચી નાખવાનું કારસ્તાન સામે આવ્યું છે. ત્યારે પોલીસે ફરીયાદ આધારે તપાસ શરૂ કરી છે.

Jun 22, 2020, 10:24 PM IST
Arrest Of Insurance Corporation Manager In Surat PT3M1S

સુરતમાં વીમા નિગમના મેનેજરની ધરપકડ

સુરતમાં વિમા નિગમના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. વિક્રમસિંઘ પાલની એસીબીએ ધરપકડ કરી છે. પાલે 20000 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ પિતાના પેન્સન માટે અરજી કરી હતી. અરજી મંજુર કરવા માટે રૂપિયા માંગ્યા હતાં.

Mar 3, 2020, 09:40 PM IST

રાજકોટ: મેનેજરે સગીરાને આટલી સુંદર છે આવ મારી પાસે તેમ કહી બાથમાં લઇ લીધી

શહેરના મોબરી રોડ પર એક કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા ભૂપત હાપલીયાએ કારખાનામાં કામ કરતી સગીરાની છેડતી કરવાની ઘટના સામે આવી છે. તરૂણીને મેનેજર દ્વારા સગીરાને ઓફીસમાં કામ માટે બોલાવવામાં આવ્યા બાદ અચાનક તેને બાથમાં ભરી લીધી હતી. જો કે સગીરાએ પ્રતિકાર કરતા તેને છોડી દીધી હતી. જો કે લંપટ મેનેજર એટલે અટક્યો નહોતો અને સાંજે ફરી તે ચા આપવા માટે ઓફીસમાં ગઇ તો મેનેજરે ફરીથી તેને પોતાની તરફ ખેંચી લીધી હતી અને ગાલ પર કિસ કરી લીધી હતી. 

Jan 17, 2020, 10:15 PM IST
Navsari: Man Commits Suicide, Blames Builders in Suicide Note PT3M9S

નવસારીમાં એક ઈસમે કરી આત્મહત્યા, સુસાઈડ કરતા પહેલા બનાવ્યો વીડિયો

નવસારીના ધામણમાં સુરતના એક મેનેજરે આપઘાત કર્યો છે. આપઘાત પહેલા મૃતકે એક સૂસાઈડ નોટ લખી હતી જેમાં અનેક ખુલાસા કર્યા હતા.સૂસાઈડ નોટમાં પૂરતો પગાર ન મળતા તેમજ 4 બિલ્ડરોએ તેને હેરાન કર્યો હોવાનો પણ ખુલાસો થયો છે. મૃતકે સૂસાઈડ પહેલા એક વીડિયો પણ બનાવ્યો જેમાં તે સૂસાઈડ કેમ કરે છે જણાવ્યું છે.તો સૂસાઈડ નોટમાં તમામ 4 બિલ્ડરોને સજા આપવાની માગ કરી છે.

Jun 23, 2019, 06:15 PM IST
Tuition manager Are Angry Due To Ban PT2M21S

અમદાવાદ ટ્યુશન ક્લાસિસ પર પ્રતિબંધ મુકાતા સંચાલકોમાં રોષ

અમદાવાદ પોલીસ કમીશનરનો ક્લાસીસ બંધ કરાવાનો નીર્ણય અયોગ્ય, જે લોકો પાસે યોગ્ય ફાયર સેફ્ટીની સુવિદ્યા હોય તેને ક્લાસીસ ચાલુ રાખવાની પરવાનગી આપવી જોઇએ, ૭૦ ટકાથી વધારે ક્લાસીસ મા ફાયર સેફ્ટીની યોગ્ય સુવિધા હોવાનો સંચાલકોનો દાવો

May 25, 2019, 04:45 PM IST

અમદાવાદ: IANT ઈન્સ્ટીટ્યુટના માર્કેટિંગ મેનેજરની બ્લેકમેલિંગ કેસમાં ધરપકડ

IANT ઈન્સ્ટીટ્યુટની મહિલા કર્મચારીએ નોંધાવેલી ફરિયાદમાં માર્કેટિંગ મેનેજર બાદ ડાયરેક્ટરની પણ સંડોવણી સામે આવતા પોલીસે ડાયરેક્ટરની પણ શોધખોળ હાથ ધરી છે. માર્કેટિંગ મેનેજરની મહિલા પોલીસે ધરપકડ કર્યા બાદ ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટરની શોધખોળ હાથ ધરી છે. મહિલા પોલીસે બ્લેક મેઈલીગ અને ધમકી આપવાનો અગાઉ ગુનો નોંધ્યો હતો.

May 17, 2019, 08:20 PM IST

નડિયાદની સિવિલ હોસ્પિટલમાંથી ટ્રાઇસીકલ બારોબાર ભંગારમાં વેચવાનું કૌભાંડ

ખેડાના નડિયાદની સિવિલ હોસ્પિટલમાંથી વિકલાંગોની ટ્રાઇસીકલો બારોબાર ભંગારમાં વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું છે. સિવિલ હોસ્પિટલમાંથી ભંગારોનો વેપારી ટ્રાઇસિકલો ભરી જઇ રહ્યો હતો તે સમયે સ્થાનિક રહેવાસીઓ દ્વારા તેને રોકી તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. 

May 15, 2019, 08:50 PM IST
Dadranagar Haveli 2 Woman Beaten By Company Owner And Manager PT2M44S

દાદરાનગર હવેલીમાં ચોરીની શંકા જતા માલીકે મહિલાઓને માર્યો ઢોર માર

દાદરાનગર હવેલીમાં હાઇલાઇન વાયર બનાવતી કંપનીમાં બે મહિલા કામદારને ઢોરમર મારવાની ઘટના સામે આવી છે, કંપનીના માલિકે અને મેનેજરે બંને મહિલાઓ પર ચોરીનો આરોપ મુકીને ઢોરમાર માર્યો છે, બંને મહિલાઓને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે

May 15, 2019, 05:15 PM IST

'જો આજનો યુવાન હાલના વેતનના સ્તરે કામ કરવા તૈયાર હોય તો નોકરીઓ ઘણી છે'

જીએલએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા મીડિયા કન્વર્જન્સ એન્ડ મેનેજમેન્ટ વિષયે વાર્ષિકોત્સવ યોજાયો

Jan 30, 2018, 08:49 PM IST

પબમાં લોકોની મદદ કરવાનાં બદલે સ્ટાફ ભાગી ગયો: પોલીસ

પબમાં સુરક્ષા માનકોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને નિયમોનું ઉલ્લંઘન ઉપરાંત દબાણ કરવાનાં કારણે ઇમરજન્સી બહાર નિકળવાનો રસ્તો બંધ થઇ ગયો હતો

Dec 29, 2017, 08:53 PM IST