પારસમણિ જેવી છે આ સુરતીની નજર, કચરામાંથી પણ સોનું શોધીને ખજાનો ભેગો કર્યો

Surat News ચેતન પટેલ/સુરત : શનિવારી બજારને સુરતના લોકો સેકન્ડહેન્ડ અને એન્ટિક વસ્તુઓની માર્કેટ તરીકે ઓળખે છે અને આ માર્કેટમાં સુરતના ભાવેશભાઈ બુસાની નજર એક પથ્થર જેવી વસ્તુ પર પડી અને તેમને અંદાજો આવી ગયો કે આ સામાન્ય પથ્થર નથી. જ્યારે તેઓએ આ પથ્થર ખરીદી તેની તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે આ ડાયનાસોરનું ઈંડું છે. ભાવેશભાઈ બુસાએ આ ડાયનાસોર ઈંડુ નાસિકના એક મ્યુઝિયમને ભેટ તરીકે આપ્યું છે. સુરતના ભાવેશભાઈ ધોરણ 12 સુધી ભણ્યા છે, પરંતુ તેમને પ્રાચીન લિપિઓ વાંચતા આવડે છે અને તેમની પાસે એન્ટીક અને પ્રાચીન એક લાખથી પણ વધુ સિક્કા છે.

1/9
image

સુરત શહેરમાં સૌંદર્ય પ્રસાધનોનું ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલા ભાવેશભાઈ બુસાની રુચિ તેમના વેપાર ક્ષેત્રથી એકદમ અલગ છે. તેઓ ઇતિહાસની ખૂબસૂરતી ને જીવંત રાખવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે તેમના ઘરમાં પ્રાચીન સમયના કોઈન, બ્રોન્સની જ્વેલરી, ટેરાકોટાના શિલ્ડથી ભરેલો ખજાનો છે. તેમનું ઘર જાણે એક મ્યુઝિયમ હોય તેવું તેમના કલેક્શન પરથી જાણવા મળે છે, તો એન્ટિક ખજાનાના માલિક તેઓ બન્યા છે. 

2/9
image

માત્ર એન્ટીક વસ્તુઓના કલેક્શન જ નહીં પરંતુ તેઓ ઇતિહાસને સમજવા માટે પ્રાચીન ભાષાઓ પણ વાંચતા શીખી ગયા છે. તેમની પાસે એક લાખથી પણ વધુ પ્રાચીન સિક્કાઓ છે જેની ઉપર તેમની વિગત અને સમય કાર્ડ તેઓએ લખી છે. ભાવેશભાઈ પાસે સદીઓ જુના કોપરના બુદ્ધ સ્તૂપ ઉજ્જૈન, ગુજરાત, મહારાષ્ટ્રમાંથી લાવ્યા છે. આ વસ્તુ તે સમયના અમીર વેપારીઓ પાસે હતા. તેનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં પ્રસાદી રૂપે થતો હતો. ટેરાકોટા એક પ્રકારની માટીના શીલ્ડ પણ છે, જે 1000 થી લઇ 1500 વર્ષ જૂના છે. આ એક પ્રકારનું સ્ટેમ્પ પર રહેતું હતું જે રાજ્યમાં પ્રવેશ માટે આઈડેન્ટિટી માટે કે વેપાર વ્યવસાય માટે રહેતું હતું.

3/9
image

ભાવેશભાઈ માત્ર ધોરણ 12 સુધી ભણ્યા છે. પરંતુ તેમને અનેક આવી ભાષાઓ આવે છે જે ખૂબ જ પ્રાચીન છે. નાસિકના મ્યુઝિયમ દ્વારા વિવિધ પ્રાચીન લિપિના 15 દિવસના કોર્સ ચલાવાય છે. ત્યાં તેઓએ બ્રાહ્મી, ઈન્ડોગ્રીક, ખરોપેઠી, શારદા લિપિ, પર્શિયન ભાષા, મુઘલકાળના સિક્કા પરના ઉર્દુ ભાષા તેઓએ શીખી છે. તેમની પાસેથ 16 મહાજનપદ, સાતવાહન ડાયનેસ્ટી, ગુપ્તા એમ્પાયર, ગુપ્તા એમ્પાયર, કુશાન ડાયનેસ્ટીની મુદ્રાઓ, એમ્પાયરના મેઇન મહારાજા રણજીતસિંહ, ચંદ્રગુપ્ત મૌર્ય, છત્રપતિ શિવાજી મહારાજ, હુમાયુ, અકબર, બાબર, શારજહા, ઔરંગઝેબના સમયના અને બ્રિટિશ સમયના રાણી વિક્ટોરિયાના કોપર, સિલ્વર, લીડ, ઝીંકના એક લાખથી પણ વધુ સિક્કાઓ છે.   

4/9
image

દસ વર્ષ પહેલાં ભાવેશભાઈ શનિવારી બજારમાં એન્ટિક વસ્તુઓ જોવા ગયા હતા ત્યારે એક કબાડ પાસે એક અજીબ પથ્થર તેમને દેખાયો હતો, ત્યારે તેમને લાગ્યું કે એ કંઈક અલગ છે. કદાચ તે ડાયનાસોરનું ઈંડું હોવું જોઇએ. તો એ 400 રૂપિયામાં તે પથ્થર ખરીદ્યું હતું અને જ્યારે તેની તપાસ કરી તે ખરેખર ડાયનાસોરનું ઈંડુ નીકળ્યું હતું, તેઓએ નાસિક મ્યુઝિયમમાં આ ડાયનાસોરનું ઈંડુ ગીફ્ટ તરીકે આપ્યું છે. મ્યુઝિયમ દ્વારા તેની ખરાઈ પણ કરવામાં આવી હતી.

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image