રફતારની રાણીની તસવીરો થઈ વાયરલ, આ ગુજ્જૂ ગર્લના જલવા જોઈ થઈ જશે આંખો ચાર

સુરતમાં એક યવુતીના બાઈક સ્ટંટે (Girl Bike Stunt) સૌ કોઈને ચોંકાવી દીધા છે. ત્યારે આ યુવતીનો એક વીડિયો (Viral Video) હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તે માસ્ક વગર છૂટ્ટા હાથે બાઈક રાઈડિંગ કરી રહી છે.

ઝી મીડિયા/બ્યૂરો: સુરતમાં તાજેતરમાં જ એક યુવકનો બ્રિજ પર રોન્ગ સાઈડમાં સ્ટંટ (Bike Stunt) કરતો વીડિયો સામે આવ્યો હતો, જે બાદ હવે એક યવુતીના બાઈક સ્ટંટે (Girl Bike Stunt) સૌ કોઈને ચોંકાવી દીધા છે. સ્ટાઈલિશ કપડા પહેરીને બાઈક સ્ટંટ કરતી યુવતી પોલીસની (Surat Police) નજરે પડી હતી. આખરે આ યુવતીને પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો હતો. ત્યારે આ યુવતીનો એક વીડિયો (Viral Video) હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તે માસ્ક વગર છૂટ્ટા હાથે બાઈક રાઈડિંગ કરી રહી છે.

સુરત પોલીસે જોખમી સ્ટંટ કરવા બદલ ધરપકડ કરી

1/7
image

બારડોલીની એક યુવતીને સુરતમાં આવીને બાઈકના સ્ટંટ કરવા ભારે પડ્યા છે. બારડોલીથી સુરત (surat) આવીને બાઈક સ્ટંટ કરતા વીડિયો ઉતરીને યુવતીને જેલમાં જવાનો વારો આવ્યો છે. પોલીસ કન્ટ્રોલ રૂમને આ વીડિયો મળ્યો હતો. ઉમરા પોલીસે જોખમી સ્ટંટ કરવા અને લોકોના જીવ જોખમ મૂકવા બાબતે યુવતી સામે ગુનો નોંધ્યો છે.

સંજનાના ઈન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોઅર્સ

2/7
image

ઉમરા પોલીસે યુવતી વિરુદ્ધ કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ યુવતીનું નામ સંજના ઉર્ફે પ્રિન્સી ચંદ્રકિશોર પ્રસાદ છે. સંજના મૂળ બારડોલીની છે. તે બોરડાલી કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સંજના ઉર્ફે પ્રિન્સીના ઇન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર સંજનાએ પાંચથી 6 આઇડી બનાવ્યા છે. જે પૈકી એક આઇડીમાં 513 પોસ્ટ અપલોડ કરી છે.

બુલેટ સહિતના બાઇક પર રાઇડીંગ કરતા વિડીયો

3/7
image

આ 513 પોસ્ટ પૈકી 80 ટકાથી વધુ પોસ્ટ કેટીએમ, બુલેટ સહિતના બાઇક પર રાઇડીંગ કરતા વિડીયો, કાર ડ્રાઇવ સહિતના વીડિયો છે. આ વીડિયો સુરત પોલીસના હાથે લાગતા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. સંજના ઉર્ફે પ્રિન્સીએ માસ્ક પહેર્યા વિના બાઇક રાઇડીંગ કરવા બદલ એપેડમિક ડિસીઝ એક્ટ અને લોકોની જીંદગી ભયમાં મૂકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી છે.

જે બાઈક પર સંજના જોખમી સ્ટંટ કરે છે તે બીજા કોઈનું છે

4/7
image

સુરત પોલીસે સંજના સામે જોખમી સ્ટંટ અને માસ્ક વગર ડ્રાઈવિંગ કરવા માટેનો ગુનો નોંધ્યો છે. જોકે, તેને જામીન મળી ગયા છે. જોકે, યુવતી પાસેથી કબજે કરાયેલું બાઈક યુવતીનું પોતાનું નથી. GJ 22 L 9378 નંબરનું આ બાઈક તેના મિત્ર મોહંમદ બિલાલ રૂસલ ધાંચીનું છે.

સંજનાએ સુરતના ડુમ્મસ રોડ પર જોખમી સ્ટંટ કર્યા

5/7
image

જેણે સંજનાને ફોટોગ્રાફી અને રાઈડિંગ માટે બાઈક આપી હતી. મોહંમદની આ બાઈક પર સંજનાએ સુરતના ડુમ્મસ રોડ પર જોખમી સ્ટંટ કર્યા હતા. આ જ બાઈક પર સંજનાના અનેક ફોટો અને વીડિયો છે, જે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં છે.

ટૂંકા કપડા પહેરીને પ્રિન્સીનું જોખમી બાઈક સ્ટંટ

6/7
image

પ્રિન્સીએ ઈન્સ્ટાગ્રામ પર જે પણ ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા છે તેમાં તેની ભવ્ય લાઈફસ્ટાઈલ જોઈ શકાય છે. ટૂંકા અને મોર્ડન કપડામાં પ્રિન્સીના બાઈક સ્ટંટ કરતા ફોટો અને વીડિયો તેના શોખને બતાવે છે.

7/7
image

તેના અનેક વીડિયોમાં તે છુટા હાથે બિન્દાસ્તપણે સ્પીડમાં કેટીએમ બાઇક હંકારતા નજરે પડી રહી હતી.