સુરતમાં લાકડાના વેસ્ટમાંથી બનાવાયા કાન્હા માટે હિંડોળા, જોઈને મન મોહી જાય

Surat News ચેતન પટેલ/સુરત : જન્માષ્ટમીના તહેવારની એક દિવસની વાર છે ત્યારે શહેરમાં આઠમની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરના વિવિધ બજારોમાં કાન્હાના વાઘા સહિત કાન્હાના અલગ અલગ ઝુલાઓની ડિમાન્ડ જોવા મળી રહી છે. ખાસ કરીને લાકડાના વેસ્ટમાંથી બનાવેલ હીંચકાઓની સુરતમા બજારમાં ડિમાન્ડ વધુ જોવા મળી છે. વજનમાં હલકા અને કિંમત પણ ઓછી હોવાના કારણે લોકો હાલ આ પ્રકારના હિંચકા પસંદ કરી રહ્યાં છે. 

1/4
image

જન્માષ્ટમીને લઈને બજારમાં વિવિધ પ્રકારના ભગવાનના વાઘા સહિત અલગ અલગ ઝુલાઓ જોવા મળી રહ્યા છે. એન્ટિક ઝૂલાથી લઈને લાકડાના ઝૂલાઓ બજારમાં જોવા મળે છે. જો કે આ વખતે લોકોએ મોંઘા ઝૂલાના બદલે લાકડાના વેસ્ટમાંથી બનાવેલ ઝૂલા લેવાનું પસંદ કર્યું છે. છ થી લઇ એક ફૂટ સુધીના આ વેસ્ટ લાકડામાંથી તૈયાર થયેલા બેસ્ટ ઝુલા બનાવી શકાય છે. 

2/4
image

ભગવાનની ભક્તિ સાથે પર્યાવરણની જાળવણી પણ કરવાનો આ સંદેશ હિચકો આપી રહ્યો છે. કાન્હાજી જે હીંચકામાં બિરાજમાન થશે તેની ખાસિયત છે કે આ પર્યાવરણને બચાવવા માટે સંદેશ આપે છે.   

3/4
image

ખાસ કરીને લાકડાના ઝુલાઓ બનાવવા માટે વૃક્ષોનું નિકંદન નીકળતું હોય છે અને વૃક્ષો કપાતા પર્યાવરણમાં સમતુલા ખોરવાય છે. અને તેથી વૃક્ષો કાપવાના બદલે લાકડાને ક્ટ કરી તેમાંથી જે કચરો નીકળે તે કચરાની રિસાઈકલ કરીને તેમાંથી પ્લાય બનાવીને તેના પર ડિઝાઇન કરીને અમે હિચકાના અલગ અલગ પાર્ટ બનાવવામાં આવે છે.

4/4
image

લાકડાના વિવિધ પાર્ટને જોઇન્ટ કરીને હીંચકો તૈયાર થાય છે. 50 થી 60 અલગ અલગ પાર્ટ આ હિંચકામાં આવે છે અને તેની કિંમત પણ 400 થી લઈને 600 સુધી હોય છે.