OMG! 2 કલાક 32 મિનિટની આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ જોઈ છે? જુવાનજોધ છોકરીઓ સાથે થાય છે એવી એવી બર્બરતા

જો તમને પણ સસ્પેન્સ થ્રિલર જેવી ફિલ્મો જોવાનો શોખ હોય તો અમે તમારા માટે લાવ્યા છીએ What to Watch સિરીઝમાં વધુ એક ધમાકેદાર સાઉથ ફિલ્મ, જેને જોયા બાદ ત મે પણ કહેશો કે આવું તો બોલીવુડમાં પણ જોવા નહીં મળે. વિલન એવો છે જેને જેને જોઈને ફફડી જાઓ. આ ફિલ્મ વિશે જાણો અને તમે ઓટીટી પર ક્યાં જોઈ શકો તે પણ જાણો. 

સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં 2 વિલન

1/6
image

જો તમે સસ્પેન્સ થ્રિલર ફિલ્મોના શોખીન હોવ તો અમે તમારા માટે એક શાનદાર ફિલ્મ લાવ્યા છીએ. જે કહાનીથી લઈને ડાયરેક્શન સુધી દરેક મામલે જોરદાર લાગે છે. વિલન એવા છે જેને જોઈને થથરી જાઓ. એક નહીં પરંતુ અહીં તો બબ્બે વિલન છે. બંને એટલા ડરામણા લાગે કે તમે સહન ન કરી શકો. જાણો આ વીકએન્ડ પર ઓટીટી પર ક્યાં જોઈ શકો.   

એક્શન-થ્રિલર ફિલ્મ

2/6
image

આ એક્શન થ્રિલર ફિલ્મનું નામ છે 'ઈરાઈવન'. આ એક તમિલ ફિલ્મ છે જે વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં લેડી સુપરસ્ટાર નયનતારા, જયમ રવિ, વિનોદ કિશન, રાહુલ બોસથી લઈને ભગવતિ અને આશીષ વિદ્યાર્થી જેવા કલાકારો છે. બધાએ શાનદાર અભિનય કર્યો છે. જો કે લેડી સુપરસ્ટારની ભૂમિકા શરૂઆતમાં ખુબ ઓછી જણાય છે. 

'ઈરાઈવન' શબ્દનો અર્થ

3/6
image

'ઈરાઈવન'ની જાહેરાત માર્ચ 2022માં થઈ હતી. 'ઈરાઈવન' શબ્દનો અર્થ થાય છે 'પરમેશ્વર'. ફિલ્મમાં યુવાન શંકર રાજાએ મ્યૂઝિક આપ્યું હતું. ફિલ્મ 28 સપ્ટેમ્બર 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. શરૂઆતમાં તેને મિક્સ રિવ્યૂઝ મળ્યા હતા પરંતુ જ્યારે તે બોક્સ ઓફિસ પર આવી તો ધડાકો કરી નાખ્યો. દર્શકોને આ ફિલ્મની કહાની અને થ્રિલર પસંદ પડ્યા.   

ફિલ્મની કહાની

4/6
image

'ઈરાઈવન'ની કહાની એસીપી અર્જૂન સાથે જોડાયેલી છે. તે એક કડક ઈમાનદાર પોલીસ ઓફિસર છે પરંતુ તે પ્રોટોકોલ ફોલો કરવામાં વિશ્વાસ ધરાવતો નથી અને આ કારણે ફેમસ પણ છે. પરંતુ એક અપરાધીને પકડતી વખતે તેના સૌથી પાક્કા મિત્ર એન્ડ્ર્યુનો જીવ જાય છે અને તે પોલીસની નોકરી છોડી દે છે. તે તેના મિત્રના પરિવારને સંભાળવા લાગે છે. 

જુવાન છોકરીઓની હત્યા

5/6
image

પરંતુ શહેરમાં બેક ટુ બેક થઈ રહેલી હત્યાઓના કારણે બધા ચિંતાતૂર છે. આ હત્યાઓ ફક્ત જવાન યુવતીઓની થાય છે. વિઝ્યુઅલ્સ જોઈને તમારા હાથપગ ધ્રુજી જાય. જ્યારે ખૂંખાર વિલને છોકરીઓના દેહને ક્ષત વિક્ષત કરી નાખ્યા. હવે આ કહાનીમાં અર્જૂનના પરિવારની છોકરી પણ આવી જાય છે. ત્યારબાદ તે ગુનેહગારને પકડવાની કોશિશ કરે છે. 

નેટફ્લિક્સ પર છે ઈરાઈવન ફિલ્મ

6/6
image

જો તમે પણ 2 કલાક 32 મિનિટની આ ફિલ્મ જોવા માંગતા હોવ તો તેને નેટફ્લિક્સ પર જોઈ શકો છો. આ ફિલ્મ હિન્દીમાં પણ છે. ફિલ્મમાં તમને સૌથી વધુ જો કોઈ એક્ટ્રેક્ટ કરશે તો તે છે વિલેનનું પાત્ર. આ રોલ રાહુલ બોસે નિભાવ્યો છે.