T-20 વર્લ્ડ કપ: આ બોલરોએ કર્યો છે વિકેટોનો વરસાદ, ટોપ-5માં પાકિસ્તાન અને શ્રીલંકાનો જલવો

ટી-20માં જેટલા મહત્વના બેટ્સમેન હોય છે, તેટલાં જ બોલરો પણ હોય છે. આ વર્લ્ડ કપમાં પણ બોલરોનો રોલ મહત્વનો રહેવાનો છે. ત્યારે અમે તમને પાંચ બોલરો વિશે જણાવીશું.

નવી દિલ્લી: 17 ઓક્ટોબરથી સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં ટી-20 વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. આ વર્લ્ડ કપમાં દરેક ટીમ પ્રયાસ કરશે કે તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપે અને જીત હાંસલ કરે. ટી-20માં જેટલા મહત્વના બેટ્સમેન હોય છે, તેટલાં જ બોલરો પણ હોય છે. આ વર્લ્ડ કપમાં પણ બોલરોનો રોલ મહત્વનો રહેવાનો છે. ત્યારે અમે તમને પાંચ બોલરો વિશે જણાવીશું. જેમણે ટી-20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી સૌથી વધારે વિકેટ લીધી છે.

1. શાહિદ આફ્રિદી

1/5
image

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ 2007થી 2016 સુધી ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લીધો. આ દરમિયાન 34 મેચમાં 39 વિકેટ પોતાના નામે કરી છે. જેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 11 રનમાં 4 વિકેટ છે. આ દરમિયાન તેણે 907 રન આપ્યા છે. શાહિદ આફ્રિદી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઈ ચૂક્યો છે.

2. લસિથ મલિંગા

2/5
image

શ્રીલંકાનો લસિથ મલિંગા 2007થી 2014 ટી-20 વર્લ્ડ કપ રમ્યો હતો. 2014માં શ્રીલંકાએ વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે 763 રન આપીને કુલ 38 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 31 રન આપીને 5 વિકેટ છે. તેનો ઈકોનોમી 7.43નો છે.

3. સઈદ અજમલ

3/5
image

ત્રીજા નંબરે છે પાકિસ્તાનનો પૂર્વ ઓફ સ્પિનર સઈદ અજમલ. અજમલે 2009થી 2014 સુધી ટી-20 વર્લ્ડ કપમાં રમ્યો છે. તેના નામે 23 મેચમાં 36 વિકેટ છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 19 રનમાં 4 વિકેટ છે. આ દરમિયાન તેનો ઈકોનોમી 6.79નો છે. તેણે 607 રન આપ્યા છે.  

4. અજંતા મેન્ડિસ

4/5
image

ચોથા નંબર પર છે શ્રીલંકાનો ખેલાડી અજંતા મેન્ડિસ. મેન્ડિસે 2009થી 2014 સુધી કુલ 21 ટી-20 મેચ રમી છે. જેમાં તેના નામે 35 વિકેટ છે. આ દરમિયાન તેણે 6.70ની ઈકોનોમી રેટથી 526 રન આપ્યા.  

5. ઉમર ગુલ

5/5
image

પાંચમા નંબર પર છે પાકિસ્તાનનો પૂર્વ ઝડપી બોલર ઉમર ગુલ. ગુલે 2007થી 2014 સુધી ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લીધો છે. 24 મેચમાં તેણે 35 વિકેટ પોતાના નામે કરી છે. તેણે 7.30ની ઈકોનોમી રેટથી 604 રન આપ્યા છે.