બબીતાજીનો આ લુક જોઇને તમારા મનમાં પણ થશે 'જેઠાલાલ' જેવા ગલગલિયા

ટીવીની દુનિયામાં 'બબીતાજી' નામથી જાણીતી અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) નો આજે જન્મદિવસ છે. બબીતાજી આજે 28 સપ્ટેમ્બરના રોજ પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે.

નવી દિલ્હી: ટીવીની દુનિયામાં 'બબીતાજી' નામથી જાણીતી અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) નો આજે જન્મદિવસ છે. બબીતાજી આજે 28 સપ્ટેમ્બરના રોજ પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' Tarak Mehta Ka Ooltah Chashmah)' માં બંગાળી મહિલા 'બબીતાજી'નું પાત્ર ભજવી ઘણા વર્ષોથી મુનમુન બધાના દિલો પર રાજ કરી રહી છે. બબીતા ગોકુલધામ સોસાયટીની સૌથી સુંદર અને મોર્ડન લેડી છે અને અસલી જીંદગીમાં પણ તે ખૂબ ગ્લેમરસ છે. આજે મુનમુન દત્તા (Munmun Dutta) ના જન્મદિવસ પર જુઓ તેમના કેટલાક એવા લુક્સ જે કોઇ બોલીવુડ અભિનેત્રીથી કમ નથી. જુઓ આ તસવીરો...  

1/10

મુનમુન દત્તાનો જન્મ પશ્વિમ બંગાળના દુર્ગાપુરમાં થયો. 

2/10

મુનમુન દત્તાએ પોતાનો અભ્યાસ કાનપુર અને મુંબઇથી પુરો કર્યો છે.

3/10

અભ્યાસ પુરો થયા બાદ તે મુંબઇ આવી ગઇ હતી. 

4/10

મુનમુન દત્તાએ પોતાના કેરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 

5/10

વર્ષ 2004માં શો 'હમ સબ બારાતી'થી મુનમુનએ કેરિયરની શરૂઆત કરી હતી. 

6/10

બોલીવુડ ડેબ્યૂની વાત કરીએ તો વર્ષ 2004માં જ ફિલ્મ 'મુંબઇ એક્સપ્રેસ'થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

7/10

મુનમુન દત્તા ઘણા ફેશન શોમાં પણ રેમ્પ વૉક કરતી જોવા મળી છે. 

8/10

પરિવાર વિશે વાત કરવામાં આવે તો મુનમુન દત્તાના માતા અને પિતા બંને સિંગર્સ હતા. તેમના પિતાનું દેહાંત થઇ ચૂક્યું છે. 

9/10

સમાચારોનું માનીએ તો મુનમુન દત્તાનું અફેર અરમાન કોહલી સાથે રહી ચૂક્યું છે. પરંતુ આ સંબંધ વધુ ટકી શક્યો ન હતો. 

10/10

મુનમુન દત્તાએ શાહરૂખ ખાન સાથે એક પેન એડમાં પણ કામ કર્યું છે. તમામ તસવીરો સાભાર: Instagram@Munmundutta