આજના હવામાન અપડેટ : ગુજરાત પર ખતરનાક સિસ્ટમ એક્ટિવ, ફરી એકવાર મેઘરાજા આ જિલ્લાને ધમરોળશે

Gujarat Weather Forecast : ગુજરાતના અનેક વિસ્તારોને ધમરોળ્યા બાદ ફરી એકવાર મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળશે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં એક્ટિવ થનાર સાયક્લોન સર્ક્યુલેશનની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે તેવી સંભાવના બતાવી છે. આથી 4થી 5 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સિવાય આગામી 4 દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે. તેમજ પવનની ગતિમાં વધારો રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદમાં વરસાદી ઝાપટા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ રહેવાની સંભાવના જાહેર કરી છે.

1/8
image

રાજ્યમાં વરસાદ સામાન્ય રહેશે, 4 દિવસ વરસાદ રહેશે, પવનની ગતિમાં વધારો રહેશે, અમદાવાદમાં વરસાદી ઝાપટા રહેશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ રહેશે, 4 અને 5 ઓગસ્ટ એ ભારે વરસાદ રહેશે, 4 ઓગષ્ટથી વરસાદનું જોર વધશે, દક્ષિણ ગુજરાત ના ભાગોમાં રહેશે. ભારેથી મધ્યમ વરસાદ, 92 તકા રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ 3 દિવસ વરસાદી માહોલ રહેશે. 4 અને 5 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે.   

2/8
image

આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું કે, આગામી 72 કલાકમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 2 થી 4 ઓગસ્ટ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. પૂર્વીય બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન વિરાટ બનતા તેનો માર્ગ ઉત્તર પશ્ચિમ ભારત તરફ રહેવાની શક્યતા છે. અરબસાગરના ભેજ અને પશ્ચિમ ભારતમાં ફુંકાતા ભારે ભેજવાળા પવનના લીધે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરના ડીપ ડિપ્રેશનના લીધે મધ્ય ભારત, રાજસ્થાન, ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક ભાગો, પંચમહાલના કેટલાક  ભાગો અને, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.   

3/8
image

હવામાન વિભાગે પણ જણાવ્યું કે, વરસાદી મોસમ દરમિયાન રાજ્યમાં પવનની ગતિમાં વધારો રહેશે. અમદાવાદમાં વરસાદી ઝાપટા રહેશે. આ દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્ચમાં મધ્યમ વરસાદ રહેશે. તો 4 અને 5 ઓગસ્ટે ભારે વરસાદ રહેશે. 4 ઓગષ્ટથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત ના ભાગોમાં રહેશે ભારેથી મધ્યમ વરસાદ રહેશે. 92 તકા રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો છે. પરંતું આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત માટે ભારે છે.   

4/8
image

આગામી 4-5 દિવસ સુધી સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં બહુ ઓછી વરસાદની સંભાવનાઓ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

5/8
image

6/8
image

7/8
image

8/8
image