MOST EXPENSIVE CIGARATTE: આ છે દુનિયાની 5 સૌથી મોંઘી સિગરેટ, એક પેકેજની કિંમત સાંભળીને ચોંકી જશો

નવી દિલ્હીઃ સિગરેટ સ્મોક કરવી તમારી હેલ્થ માટે નુક્સાનકારક છે. તેમ છતા પણ ઘણી બધી કંપનીઓ સિગરેટ બનાવે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં માત્ર 1 દિવસમાં 11 કરોડ સિગરેટ ફૂંકાઈ છે. ત્યારે, એક તાજા સર્વે અનુસાર વિશ્વભરમાં 50 ટકા લોકો સિગરેટનું સેવન કરે છે. એમ તો સિગરેટની કંપનીઓ ઘણી બધી છે. પણ આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી 5 સિગરેટ બ્રાન્ડ વિશે જણાવવા જઈ રહ્યા છે. જેની કિંમત સાંભળી તમારા હોશ ઉડી જશે.

ટ્રઝર્ર સિગરેટ

1/5
image

દુનિયાની સૌથી મોંઘી સિગરેટ બ્રાન્ડ છે ટ્રેઝર્ર (Treasurer). આ ઈંગ્લેન્ડની તંબાકૂ કંપનીની ફેમસ બ્રાન્ડ છે. આ સિગરેટના એક પેકેટની કિંમત લગભગ 4500 રૂપિયા છે.

 

ડેવિડઓફ સિગરેટ

2/5
image

ડેવિડઓફ (Davidoff Cigarette) એક સ્વિસ બ્રાન્ડ છે. જેની ગણતરી દુનિયાની મોંઘી બ્રાન્ડમાં થાય છે. આ સિગરેટના એક પેકેટની કિમત 1000 રૂપિયા છે.

 

સોબ્રાની સિગરેટ

3/5
image

સોબ્રાની સિગરેટ (Sobranie Cigarette) દુનિયા સૌથી જુની સિગરેટ બ્રાન્ડ છે. ગેલોર ગૃપ દ્વારા ર્નિમિત આ કંપની, ઈંગ્લેન્ડમાં સ્થિત છે. આ સિગરેટની કિમત પ્રતિ પેકેટ 480થી 900 રૂપિયા છે.

પાર્લિયામેન્ટ સિગરેટ

4/5
image

પાર્લિયામેન્ટ સિગરેટ (Parliament Cigarette) દુનિયાભરમાં ફેમસ છે. આ લોકપ્રિય માર્લબોરો બ્રાન્ડની પ્રોડક્ટ છે. આ બ્રાન્ડની સિગરેટની કિમત એક પેકેટની 300થી 850 રૂપિયા છે.

નેટ શેરમેન સિગરેટ

5/5
image

ઓસ્ટ્રિયાની સિગરેટ નેટ શેરમેન (Nat Sherman Cigarette) દુનિયાની લગ્ઝરી સિગરેટ (Most Expensive Cigarette) માં સામેલ છે. આ કંપનીની સ્થાપના 1930માં થઈ હતી. આ સિગરેટનું એક પેકેટ 700 રૂપિયા છે.