ઇન્ટરનેટ પર વાયરલ થઇ આ એક્ટ્રેસની તસવીરો, પ્રથમ વખત બાળકો સાથે જોવા મળી

કિમ કર્દાશિયને તસવીરો શેર કરતા લખ્યું કે, હું સમજતી હતી કે આ બાળકો સાથે તસવીર ખેંચાવવી ઘણું મુશ્કેલ હશે. તે લગભગ અસંભવ જેવું હતું. આ તસવીરોમાં કિમના સ્વિમસૂટનો રંગ અને તેની દીકરી શિકાગો અને નાર્થના કપડાનો રંગ મેચ કરી રહ્યો છે.

નવી દિલ્હી: હોલીવુડની એક્ટ્રેસ કિમ કાર્દશિયનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ગુરૂવારે પોતાના લેટેસ્ટ ફોટોસૂટની સાથે સાથે તેણે તેના ચારેય બાળકો સાથે પ્રથમ વખત તેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં કિમ દરિયા કિનારે તેના ચારેય બાળકો નાર્થ વેસ્ટ, સેન્ટ વેસ્ટ, શિકાગો વેસ્ટ અને પ્સલ્મ વેસ્ટની સાથે જોવા મળી હતી. કિમ કર્દાશિયને તસવીરો શેર કરતા લખ્યું કે, હું સમજતી હતી કે આ બાળકો સાથે તસવીર ખેંચાવવી ઘણું મુશ્કેલ હશે. તે લગભગ અસંભવ જેવું હતું. આ તસવીરોમાં કિમના સ્વિમસૂટનો રંગ અને તેની દીકરી શિકાગો અને નાર્થના કપડાનો રંગ મેચ કરી રહ્યો છે. તે બધા સ્લિવર કલરના સ્વિમસૂટમાં છે. જ્યારે પુત્ર પ્સલ્મ અને સેન્ટ કેઝ્યૂઅલ શોર્ટ્સમાં જોવા મળ્યા હતા.

બહામાસમાં પરિવાર સાથે રજાઓનો આંનદ માણી રહી છે કિમ

1/5
image

અમેરિકન રિયલિટી કિમ કાર્દશિયન ટીવી સ્ટાર કિમ હાલ બહામાસમાં તેના પરિવાર સાથે રજાઓનો આંનદ માણી રહી છે.

નિભાવી રહી છે માતાની જવાબદારી

2/5
image

કિમ કાર્દશિયન બહામાસમાં હરવા-ફરવાની સાથે એક માતાની જવાબદારી પણ સારી રીતે નિભાવી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર રહે છે એક્ટિવ

3/5
image

તમને જણાવી દઇએ કે, કાર્દશિયન સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને અહીં તે અપડેટ્સ આપતી રહે છે.

વાયરલ થતી રહે છે તસવીરો

4/5
image

કાર્દશિયન દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી લગભગ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.

કરોડોમાં ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ

5/5
image

ઇન્સ્ટાગ્રામ પર કાર્દશિયનને 146 મિલિયન લોકો ફોલો કરે છે. (ફોટો સાભાર: Instagram@Kim Kardashian)