આ દ્રશ્યો તમને કરી શકે છે વિચલિત! રાજકોટમાં 27 લોકોની દર્દનાક ચીસોથી વાતાવરણ ગમગીન

Rajkot Gaming Zone: રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા છે અને અનેક લોકોને રેસ્ક્યૂ કરીને બચાવાયા છે. આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતા. મહત્વનું છે કે ખાલી એક કલાકની અંદર જ 27 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા છે. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. 

1/15
image

કેટલી ભયાનક આગમાં જીવતેજીવ ભડથું થવું પડ્યું હોય ત્યારે કેટલી પીડા અને દર્દનાક ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠયું હશે. પણ લાચારી અને મજબૂરી તો જુઓ કે થોડા દિવસની તપાસ બાદ બધું હતું એવું ને એવું થઈ જશે.

2/15
image

સીટ બનશે, તપાસના નાટકો કરશે, અને બધું ઠંડુ પડે એટલે ક્લીન ચીટ આપી દેશે. જમીન મળી જશે. અને જે ભોગ બન્યા છે એના પરિવારજનો લાચાર સ્થિતિમાં રહેશે.

3/15
image

વડોદરાના હરણી બોટકાંડની ઘટનામાં રાજ્ય સરકારે મેજીસ્ટ્રીયલ તપાસ આપી હતી. આ તપાસ વડોદરાના તત્કાલીન કલેક્ટર એ.બી.ગોરે કરી હતી. જેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપ્યો હતો. 

4/15
image

આ રિપોર્ટ આજ દિન સુધી રાજ્ય સરકારે જાહેર સુદ્ધા નથી કર્યો. આખરે હાઇકોર્ટે લાલ આંખ કરવી પડી હતી.

5/15
image

દર વખતની જેમ હવે તમામ જિલ્લામાં તપાસ થશે થોડા સમય ગેમ ઝોન બંધ રહેશે ફાયર સેફ્ટીની મોટી વાતો થશે.  

6/15
image

7/15
image

8/15
image

9/15
image

10/15
image

11/15
image

12/15
image

13/15
image

14/15
image

15/15
image