Rajkot News: રાજકોટના ગોંડલ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. સાયબર ફ્રોડનો ભોગ બનેલી 40 વર્ષીય ગૃહિણીએ પોતાના ઘરે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, મહિલા ડિજિટલ એરેસ્ટ અથવા ઓનલાઈન ઠગાઈની ઝાળમાં ફસાઈ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Gondal Murder Case:રાજકોટના ગોંડલમાં અનૈતિક સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. 45 વર્ષની પ્રેમિકાએ લગ્નની જીદ કરતા રિલેશનશીપમાં રહેતા 25 વર્ષના પ્રેમીએ કંટાળી પ્રેમિકાને કાયમી શાંત કરી દેવા મર્ડરનો ખોફનાક પ્લાન ઘડયો હતો. પ્રેમિકાને રેલ્વે ટ્રેક પાસે બોલાવી ધસમસતી ટ્રેન હેઠળ ફેંકી દઈ હત્યા નિપજાવી હતી.
Gujarat News: શ્રાવણ મહિના પહેલા જ જુગારીઓ પકડાવાની શરૂઆત થઈ ચૂકી છે. રાજકોટમાં ભાજપ કોર્પોરેટર સેજલ ચૌધરીના પતિ સહિત 5 જુગારી પકડાયા છે, તો મોરબીમાં કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના અગ્રણી સહિત 4 જુગારી પકડાયા છે. અમદાવાદના દરિયાપુર ખાતે જીમખાનામાં પોલીસના દરોડા પડ્યા છે. જેમાં જુગાર રમી રહેલા 187 શખ્સોને પોલીસે દબોચી લેવામાં આવ્યા છે. ઘટના સ્થળે અંદાજે 3.30 લાખ રૂપિયા કબજે કર્યા છે. 176 મોબાઈલ અને 29 જેટલા વાહનો પણ કબજે કરાયા છે.
Rajkot News: રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી જૂનાગઢના માળિયાહાટી તાલુકાના શખ્સે ન્યૂડ ફોટા વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. આરોપીએ અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. એટલું જ નહિ આ નરાધમે સગીરાને ધમકાવી પરાણે ગર્ભપાતની દવાઓ ખવડાવી દીધી હતી. સગીરાની ફરિયાદ આધારે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot News: ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં 30 જૂનના રોજ બનેલા 23 વર્ષીય યુવાનના રહસ્યમય મોતના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હકીકતમાં સગા માતા-પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. દારૂની કુટેવને કારણે ઘરમાં સતત થતા ઝઘડાઓથી કંટાળીને માતા-પિતાએ ભયાનક કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.
Rajkot News: સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા કેવી રીતે હત્યા સુધી પહોંચી શકે તેનો ચોંકાવનારો કિસ્સો રાજકોટ ગ્રામ્યના શાપર-વેરાવળમાંથી સામે આવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુવતી તરીકે ઓળખાણ આપી એક યુવાન સાથે સંબંધ બાંધવામાં આવ્યો હતો. પરંતુ સામેની વ્યક્તિ ગે હોવાનું બહાર આવતાં ત્રણ વર્ષથી ચાલતો વિવાદ અંતે હત્યામાં પરિણમ્યો. રાજકોટ ગ્રામ્ય પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે.
Rajkot Jangleshwar demolition: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 16ના જંગલેશ્વર વિસ્તારમાં 23 અને 24 ફેબ્રુઆરીના રોજ અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી બાદ મનપાના અધિકારીઓએ સોશિયલ મીડિયા અને મીડિયામાં ભારે વાહવાહી તો મેળવી લીધી, પરંતુ હવે આ કામગીરી પાછળ થયેલા અંધાધૂંધ ખર્ચના બિલો સામે આવતા જ પ્રજાના ટેક્સના પૈસાનો કેવો ધુમાડો થયો, તેને લઈને સવાલો થઈ રહ્યાં છે.
Rajkot News: રાજકોટમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક શોષણ કરવાના ગંભીર આરોપમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. કેટરિંગના કામ દરમિયાન થયેલી ઓળખાણ પ્રેમસંબંધમાં પરિણમી હતી, પરંતુ લગ્નનું વચન આપીને યુવતી સાથે સતત સંબંધ બાંધનાર આરોપીએ બાદમાં યુવતી અને ત્રણ માસની બાળકીનો ત્યાગ કર્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદના આધારે આજીડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Rajkot News: રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી અને બાળ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. શહેરના બાળ સંરક્ષણ ગૃહમાંથી એકસાથે કુલ 12 બાળકો લાપતા થઈ જતાં વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે.
Rajkot News: રાજકોટના વિમલનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે પારિવારિક ઝઘડામાં હત્યાની ઘટના સામે આવી છે. મૂળ વેરાવળના વિવેક ગોસ્વામી નામના શખ્સે પત્ની સાથેના અણબનાવની અદાવતમાં પત્નીના નાના પ્રવિણ શાહ પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા છે.
રાજકોટ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નરેશ પટેલના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. બંને આગેવાનો આ મુલાકાતને લઈને રાજકીય ગલિયારામાં અનેક અટકળો શરૂ થઈ છે. જો કે, નરેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર સામાજિક મુલાકાત હતી. અન્ય કોઈ રાજકીય ચર્ચા થઈ નથી.
Rajkot New Mayor Controversial Decision : રાજકોટ મનપાના નવનિયુક્ત મેયર ડૉ. નેહલ શુક્લ પદ સંભાળતા જ વિવાદમાં આવ્યા છે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના ૨૦% થી ઓછા કામ થયેલા પ્રોજેક્ટ્સ તેમણે સ્થગિત કર્યા છે, જાણો કેમ તેઓએ આવો નિર્ણય લીધો
Rajkot News: રાજકોટમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે. 150 ફૂટ રિંગરોડ પર 24 વર્ષની યુવતીને બનાવામાં આવી શિકાર. અફઝલ દલ નામના શખ્સે પ્રેમ જાળમાં ફસાવી યુવતીને. યુવતી અને યુવક બંને બિગ બઝારમાં સાથે નોકરી કરતા હતા. નોકરી દરમિયાન બંને પરિચયમાં આવ્યા હતા.
Rajkot New Homes Underway:ઘરના ઘરનું સપનું જોતા હજારો પરિવારો માટે ખૂબ જ આનંદના અને રાહતના સમાચાર આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામાન્ય શહેરીજનોને પરવડે તેવા ભાવે ઘરનું ઘર પૂરું પાડવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
Rajkot News:રાજકોટના ચોટીલા લીંબડી રોડ પર કાળજું કંપાવતી ઘટના બની છે. હાઈવે પર બે બસ અને ડામરના ટેન્કર વચ્ચે ભયાવહ અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અકસ્માતમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા છે.
Rajkot News: રાજકોટના ચકચારી બળાત્કારના મામલામાં હવે એક નવો વળાંક આવ્યો છે, જેમાં આરોપીની પત્ની સાક્ષી દેસાઈએ પોતાના પતિનો બચાવ કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. સાક્ષી દેસાઈએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું છે કે, તેમના પતિ વિરુદ્ધ ભૂતપૂર્વ શિક્ષિકા દ્વારા કરવામાં આવેલી બળાત્કારની ફરિયાદ સંપૂર્ણપણે ખોટી છે અને તેમને જાણીજોઈને ફસાવવામાં આવ્યા છે
Rajkot News: રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બળાત્કારના આરોપમાં ઘેરાયેલા એક યુવકે ફિનાઈલ ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આત્મહત્યાના પ્રયાસ પહેલા યુવકે એક વીડિયો જાહેર કરીને સમગ્ર મામલામાં નવો વળાંક લાવી દીધો છે. યુવકે આક્ષેપ કર્યો છે કે સંબંધો અને આર્થિક ફાયદા ઉઠાવ્યા બાદ શિક્ષિકાએ તેને ખોટા કેસમાં ફસાવ્યો છે. હોસ્પિટલના બિછાને પડેલા આ યુવકે એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે પોતાની વ્યથા ઠાલવી છે.
Rajkot News: રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાયેલા દુષ્કર્મ કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. પૂર્વ શિક્ષિકા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ આરોપી વિદ્યાર્થીએ વારાણસીમાં આપઘાતનો પ્રયાસ કરતા અને સોશિયલ મીડિયા પર ખુલાસો કરતો વીડિયો વાયરલ કરતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
Rajkot News: રાજકોટમાં કડવા પાટીદાર સમાજના સંમેલન દરમિયાન સાંસદ પરસોતમ રૂપાલાએ સામાજિક કુરિવાજો, આધુનિક જીવનશૈલી અને પારિવારિક મૂલ્યો પર અત્યંત માર્મિક અને ગંભીર ટકોર કરી હતી. તેમના પ્રવચનનો મુખ્ય સૂર સમાજમાં આવી રહેલા નકારાત્મક પરિવર્તનોને અટકાવી ફરીથી સંસ્કાર અને સંસ્કૃતિ તરફ વળવાનો હતો.
Rajkot News:રાજકોટમાં કાકા-ભત્રીજીના સંબંધને લજવતો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. 14 વર્ષીય ભત્રીજી પર કૌટુંબિક કાકાએ પાંચ મહિના સુધી દુષ્કર્મ આચર્યાનો ઘટસ્ફોટ થયો છે. ચોંકાવનારી વાત એ છે કે, સગીર ભત્રીજી ગર્ભવતી ન બને તે માટે કાકા દ્વારા તેને ગર્ભનિરોધક ગોળીએ ખવરાવવામાં આવતી હતી.
Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંયુક્ત સચિવ જીગીશા પટેલ પર અજાણ્યા શખ્સો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો છે. લોક પ્રશ્નો સાંભળવા ગયેલા મહિલા નેતાની કાર પર પથ્થરમારો કરી કાચ તોડી નાખવામાં આવ્યા હતા, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.