rajkot fire
રાજકોટ આગકાંડમાં મૃત્યુઆંક વધ્યો, વધુ એક દર્દીએ સારવારમાં દમ તોડ્યો
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમા લાગેલી આગમાં આજે સારવાર દરમિયાન વધુ એક દર્દીએ અંતિમ શ્વાસ લીધા છે. ગાંધીધામના 66 વર્ષના થાવરભાઈ મહેશ્વરી નામના વ્યક્તિએ ખાનગી હોસ્પિટલમાં જીવન સામેની જંગ હારી ગયા છે. ત્યારે અગ્નિકાંડનો કુલ મૃત્યુ આંક 6 થયો છે.
Dec 6, 2020, 11:56 AM ISTચોંકાવનારો ખુલાસો, રાજકોટની 24 માંથી 21 કોવિડ હોસ્પિટલોની ફાયર સેફ્ટીમાં ખામી નીકળી
- રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ સમગ્ર રાજ્યભરમાં તેના પડઘા પડ્યા.
- કોવિડ હોસ્પિટલ ઉપરાંત શહેરની અન્ય નાની મોટી 30 જેટલી હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા ત્રણ ટીમોની મદદથી ચેકિંગ કરાઈ રહ્યું છે
રાજકોટ અગ્નિકાંડઃ વધુ બે ડોક્ટરને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડની માંગણી ફગાવી
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓના મોત થયા હતા. ત્યારબાદ પોલીસે કુલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમાં ડો. દિગ્વિજયસિંહ જાડેજા અને ડો. તેજસ મોતિવરસને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
Dec 2, 2020, 05:52 PM IST24 કલાકની અંદર જ રાજકોટ આગકાંડમાં 3 તબીબોની ધરપકડ બાદ જામીન મંજૂર
- રાજકોટ અગ્નિકાંડમાં ગંભીર બેદરકારી દાખવનાર પાંચ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે પોલીસે ડો.પ્રકાશ મોઢા, ડો.વિશાલ મોઢા ડો. તેજસ કરમટાની સોમવારે સાંજે ધરપકડ કરી હતી
રાજકોટ આગકાંડમાં SCએ ગુજરાત સરકારની ફરી ઝાટકણી કાઢીને કહ્યું, હકીકત ન છુપાવો
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકાર રાજકોટ આગકાંડ વિશે હકીકત દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
- ગુજરાત સરકારના જવાબથી નાખુશ કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારે હકીકત દબાવવું ન જોઈએ.
- યોગ્ય તથ્યો સાથે એક નવી અરજી દાખલ કરવાની સૂચના આપવી જોઈએ
રાજકોટ આગકાંડઃ હૉસ્પિટલના 5 ડૉક્ટરો સામે નોંધાયો ગુનો
Rajkot fire: Crime registered against 5 doctors of the hospital
Nov 29, 2020, 10:55 PM ISTરાજકોટ આગકાંડના પ્રાથમિક તપાસમાં ખુલાસો, ઈલેક્ટ્રીક ગેઝેટમાં આગ લાગી હોવાની શક્યતા
- આઇસીયુમાં 8 બેડ હતા. એલ.એન.ટી. વેન્ટિલેટર આગમાં બળીને ખાખ થઈ ગયું છે. તેથી તેની બાજુમાં ક્યાંક આગ લાગી હોઈ શકે છે.
- પ્રાથમિક તપાસમાં આટલી માહિતી સામે આવી છે. ફાઇનલ રિપોર્ટ બે દિવસમાં આવશે.
એક્સપર્ટે કહ્યું, શોર્ટ સર્કિટથી આગ લાગતી હોવાના દાવા ખોટા, જાણો આગ લાગવાનું મુખ્ય કારણ
ગુજરાતની હોસ્પિટલમાં ફરી એકવાર આગ (fire)લાગવાની ઘટના સર્જાઇ છે. ઓગસ્ટથી અત્યાર સુધી ગુજરાતના ગુજરાતની હોસ્પિટલમાં આગ લાગવાની ચોથી ઘટના છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કે 5 દર્દી આગમાં ભડથુ થયા હતા.
Nov 27, 2020, 05:00 PM ISTરાજકોટ અગ્નિકાંડને કુદરતી આફત ગણાવીને ફસાયા મેયર બીનાબેન આચાર્ય
- રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ એક કુદરતી ઘટના છે.
- રાજકોટના મેયરના નિવેદનને પણ કોંગ્રેસ દ્વારા વખોડવામાં આવ્યુ
રાજકોટ આગકાંડ પર સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી, ઘટના આઘાતજનક છે અને પહેલીવાર નથી બની
- રાજ્ય સરકાર તરફથી સુપ્રીમ કોર્ટને ખાતરી અપાઈ છે અને આવતીકાલ સુધીમાં મુખ્ય સચિવ આ મામલે બેઠક કરશે તેવું જણાવાયું.
- કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકો અને તંત્ર દ્વારા દાખવવામાં આવી રહેલી લાપરવાહીને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી
પીએમ મોદીએ રાજકોટ કરુણાંતિકામાં મૃત્યુ પામેલા 5 દર્દીઓ માટે દુ:ખ વ્યક્ત કર્યું
- ઓગસ્ટ મહિના બાદ ગુજરાતની પાંચમી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે.
- ચાર મહિનામાં ગુજરાતની 5 હોસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં કુલ 13 લોકોના મોત નિપજ્યા.
- કોવિડ હોસ્પિટલોમા સતત બની રહેલી આગની ઘટના બાદ પણ સરકારની પેટનું પાણી હલતુ નથી.
રાજકોટ કરુણાંતિકામાં પિતાની છત્રછાયા ગુમાવનારા પુત્રોએ કહ્યું, સરકાર આવી હોસ્પિટલો બંધ કરાવે
- પિતાના આકસ્મિક મોતથી તેમના માથા પર આભ તૂટી પડ્યું છે. ઝી 24 કલાકે બે મૃતકોના પુત્રો સાથે વાત કરી.
- નીતિન બદાણીના પુત્રએ કહ્યું, મારી તંત્ર પાસેથી બે જ માંગણી છે કે, જે પણ ઘટના બની તેની મને લાઈવ ફૂટેજ આપે
રાજકોટ અગ્નિકાંડમાં સુપરહીરો બન્યો હોસ્પિટલનો કર્મચારી અજય વાઘેલા
- સરકારી અધિકારીઓએ અજય વાઘેલાની બહાદુરી અને હિંમતની ભારોભાર પ્રશંસા કરી.
- પોતાના જીવના જોખમે અજય વાઘેલાએ બે માળ ચઢીને સાત દર્દીને બચાવ્યા હતા
રાજકોટ આગમાં હોમાયેલા સંજય રાઠોડના પરિવારે કહ્યું, ‘4 કરોડ આપે તો પણ ગયેલી વ્યક્તિ પાછી આવવાની નથી’
- સંજય રાઠોડના મોત બાદ તેનો પરિવાર ભાંગી પડ્યો હતો. તેના પરિવારજનોએ કહ્યું કે, રાત સુધી તો બધુ સારું હતું. સવારે ઓચિંતાનુ જ આવું થયું.
- સિવિલ હોસ્પિટલની બહાર મૃતકોના પરિવારજનોનો ભારે આક્રંદ જોવા મળ્યો હતો. પોતાના સ્વજન ગુમાવ્યાના દુખથી પરિવારજનોએ રોકકળ મચાવી હતી
રાજકોટ હોસ્પિટલની આગમાં 3 દર્દીઓને બેડ પર જ દર્દનાક મોત મળ્યું
આગ લાગ્યા બાદનો નજારો ભયાવહ બની ગયો હતો. આઈસીયુ વોર્ડ આખેઆખો બળીને ખાખ થઈ ગયો હતો. રહેણાંક વિસ્તારમાં આગ લાગી હોવાથી સ્થાનિક લોકો પણ આગના બનાવ બાદ ગભરાઈ ગયા હતા
Nov 27, 2020, 08:33 AM ISTમોડી રાત્રે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ, 5 દર્દી આગમાં હોમાયા
ગુજરાતની હોસ્પિટલમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ
Nov 27, 2020, 07:37 AM IST