આ દિગ્ગજ પ્લેયરો જે IPL 2021 પછી કદાચ તમને નહીં જોવા મળે

IPLની 14મી સિઝન 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એકબીજા સામે ટકરાશે. તમામ ટિમો IPLની તૈયારીમાં લાગી છે. સૌથી મહત્વની વાત છે કે IPLની આ સિઝન ભારતમાં રમાશે. 

IPLમાં આ વર્ષે મોટે ભાગની ટીમમાં યુવા ખેલાડીઓ જોવા મળશે. ત્યારે, આ યુવા પ્લેયરો પોતાની ટીમની જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવશે. જ્યારે, એવા પણ કેટલાક ખેલાડીઓ છે જે આ વર્ષે IPLમાં ભાગ લેશે અને પાછલી ઘણી સિઝન્સથી તેઓ IPLનો ભાગ છે. જેમાંથી કેટલાક પ્લેયરોની આ અંતિમ IPL સાબિત થઈ શકે છે. 
 

મહેન્દ્રસિંહ ધોની

1/5
image

CSK અને ભારતના સુપ્રસિદ્ધ એમ.એસ. ધોનીની આ IPL તેની છેલ્લી સિઝન સાબિત થઈ શકે છે. આવતા વર્ષે મેગા-હરાજી થવાની હોવાથી, ફ્રેન્ચાઇઝીઓને ભવિષ્ય પર નજર રાખીને નવી ટીમ બનાવવાની તક મળશે. ત્યારે, 39 વર્ષનો ધોની CSKની ભાવિ યોજનાઓનો ભાગ નહીં બની શકે અને આગામી આવૃત્તિમાં તે રમતો જોવા નહીં મળે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.  

રિદ્ધિમાન સાહા

2/5
image

બંગાળના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ IPL ઇતિહાસમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. સાહા 2014ના IPLની ફાઈનલમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે હતો. તેણે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી કોલકાતા નાઈટ રાઇડર્સ સામે 55 બોલમાં અણનમ 115 રન બનાવ્યા હતા. 34 વર્ષીય સાહાએ IPLની 13 આવૃત્તિઓમાં જુદી જુદી ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ કરતા 124 મેચ રમી છે. સાહાએ અત્યાર સુધીમાં 132.02ના સ્ટ્રાઈક રેટથી 1499 રન બનાવ્યા છે. જો કે, 2019ની IPL હરાજીમાં, હૈદરાબાદએ તેને 1.2 કરોડમાં પાછા તેમના કેમ્પમાં ખરિદ્યો હતો. જે રીતે સાહાના પ્રદર્શન ખરાબ થયું છે તે જોતાં, એમ કહી શકાય કે આ તેની છેલ્લી IPL હોઈ શકે છે.

ક્રિશ ગેલ

3/5
image

'યુનિવર્સ બોસ' તરીકે જાણીતા ક્રિસ ગેલ ક્રિકેટના આ ફોર્મેટના મહાન બેટ્સમેન છે. ગેલની સામે મોટાભાગના બોલરો લાચાર દેખાય છે. કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે IPLની શરૂઆત કરનાર ગેલ 2011માં RCBમાં જોડાયો હતો. તે આઈપીએલમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન છે. IPLમાં RCB સાથે 7 વર્ષ ગાળ્યા બાદ ગેલ 2018ની સિઝનમાં પંજાબમાં જોડાયો હતો. 2 કરોડના બેઝ પ્રાઈસ પર પંજાબ દ્વારા તેના કેમ્પમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગેલ 40 વર્ષથી વધુ ઉંમરનો છે અને એવી સંભાવના છે કે 2021 આઇપીએલ તેના માટે છેલ્લી IPL સાબિત થઈ શકે.

ઈમરાન તાહિર

4/5
image

2018ની IPLની હરાજીમાં ઈમરાન તાહિરને ચેન્નઈ સુપર કિંગ્સે 1 કરોડમાં ખરીદ્યો હતો. તેણે અત્યાર સુધી ટીમ માટે સારો દેખાવ કર્યો છે. જો કે, ચેન્નઈ સુપર કિંગ્સમાં ઘણા સ્પિન વિકલ્પો ઉપલબ્ધ છે. તાહિર 42 વર્ષનો થઈ ગયો છે અને તેની વધતી ઉંમરને જોતા, એમ કહી શકાય કે આ તેની આઈપીએલની છેલ્લી સિઝન હોઈ શકે.   

હરભજન સિંહ

5/5
image

40 વર્ષનો આ ઓફ સ્પિનર પાછલા ઘણા વર્ષોથી IPL રમી રહ્યો છે. અને તેના દુસરાના કારણે IPLમાં તેણે તરખાટ મચાવ્યો હતો. હવે હરભજને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું છોડી દીધું છે અને તેણે 2019 પછી કોઈ પ્રકારનું ક્રિકેટ નથી રમ્યું. તમામ IPL સિઝનની 160 મેચોમાં ભજીએ 150 વિકેટો ઝડપી છે. હરભજન હવે એક ફૂલ ટાઈમ કોમેન્ટેટર બની ચુક્યો છે. ત્યારે, હવે તેની ઉંમર જોઈને લાગે છે કે તેની આ અંતિમ IPL હશે.