WEIGHT LOSS: વજન ઘટાડવાના ચક્કરમાં ક્યારેય ન કરતા આ 9 ભૂલો, નહીં તો બકરું કાઢતા પેસી જશે ઊંટ...
લોકો વજન ઘટાડવાના ચક્કરમાં દિવસભર ઈન્ટરનેટ પરથી માહિતી મેળવીને અનેકો નુસ્ખા ટ્રાય કરતા હોય છે. પરંતુ, તમારે સમજવાની જરૂર છે સોશિયલ મીડિયા પર લખેલી દરેક વાચ સાંચી નથી હોતી. જ્યારે, વાત જોડાયેલી હોય સ્વાસ્થ્ય સાથે ત્યારે તમારે ખૂબ જ કાળજીપૂર્વક કામ લેવું જોઈએ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ખોરાક છોડવો એ વજન ઓછું કરવા માટેની એક ખૂબ જ અનિચ્છનીય રીત છે. વજન ગુમાવ્યા પછી પણ, તે ટૂંક સમયમાં પાછું વધે છે. આ નબળાઇથી તમે વજન ઘટાડવાના પગલે ખોરાક છોડી દો છો અને તમે રોગોને આમંત્રણ આપો છો. શું તમે પણ આવી ભૂલ કરી રહ્યાં છો? તો આજે અમે તમને જણાવીશું 9 એવી ભૂલો વિશે જે તમારે વજન ઘટાડતી વખતે અવોઈડ કરવી જોઈએ.
ક્રેશ ડાયટ કે ફેડ ડાયટ
વેઈટ લોસ કરીને સેક્સી ફિગર મેળવવા માટે યુવતીઓ વધુ પડતું ડાયટિંગ કરતી હોય છે. એની સાથો સાથ સેક્સી દેખાવા માટે યુવતીઓ ઓવર જિમિંગ કરતી હોય છે. જોકે, પુરુષોમાં પણ હવે વેઈટ લોસ માટે અલગ અલગ ડાયટનો ક્રેજ વધ્યો છે. ખાસ કરીને આજકાલ આજકાલ કેટો ડાયટ, પેલેઓ ડાયેટ જેવા નવા નવા ડાયટ છે જેનું લોકો આંખ આડા કાન કરીને પાલન કરતા હોઈ છે. તમારે સમજવાની જરૂર છે કે તે ડાયટ સીધા તમારા હોર્મોન સ્તરને અસર કરે છે. ઇન્સ્યુલિન, થાઇરોઇડ, પીસીઓએસ, એસ્ટ્રોજન હોર્મોન પર સીધી અસરો પડે છે. તો ડોક્ટરની સલાહ લીધા વગર તેનું પાલન કરવું ખૂબ જ મોટી ભૂલ છે.
ખોરાક છોડવો
લોકો વજન ઘટાડવાની જલ્દીમાં પોતાનો ખોરાક છોડી દે છે. તે સૌથી મોટી ભૂલ છે. તમારા ખોરાકથી તમને યોગ્ય પોષણ મળે છે. ત્યારે, તમે ખાવાનું છોડી દો તો વજન તો ઓછું થશે પણ સાથે સાથે તમારામાં વિટામીન અને પ્રોટિનની કમી પણ સર્જાશે.
ઈન્ટરનેટ ઘેલા થવું
લોકો ઈન્ટરનેટ પર જોઈને જુદા જુદા ડાયટને અનુસરે છે. એક અઠવાડિયું તમે કોઈ ડાયટ પાલન કરો. બીજા અઠવાડિયા માટે બીજા ડાયટનું પાલન કરો. તે તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. તો અમુક લોકો સેલેબ્રિટીસને જોઈને ડાયટ પ્લાન કરે છે પણ અહીં તમારે સમજવાની જરૂર છે કે દરેકનું શરીર અલગ-અલગ હોય છે અને શરીરની જરૂર પણ અલગ હોય છે.
ચોખા ખાવાથી દૂર રહેવું
વજન ઘટાડવાની પ્રક્રિયામાં લોકો ચોખા ખાવાનું બંધ કરી દે છે. ચોખાના પોર્શનને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે આ ભૂલ તો કરવી જ નહીં. યોગ્ય પ્રમાણમાં ચોખા ખાવા જોઈએ.
સવારનું બ્રેકફાસ્ટ છોડવું
વજન ઘટાડવાના ચક્કરમાં લોકો સવારનો નાસ્તો છોડી દે છે. સવારનો નાસ્તો એ દિવસનો સૌથી મહત્વપૂર્ણ મીલ ગણવામાં આવે છે. ઘણા સંશોધન સાબિત થયું છે કે સૌથી વધુ જાડાપણું તે લોકોમાં આવી જાય છે જે લોકો સવારનો નાસ્તો નથી કરતા.
વધુ પડતી કસરત કરવી
વજન ઘટાડતી વખતે કાં તો લોકો કસરત કરતા નથી અથવા તો તે ઘણી કસરત કરે છે. તેઓ ખોરાક પણ છોડે છે, તેનાથી શરીરમાં નબળાઇ આવે છે.
લાઈફસ્ટાઈલમાં બદલાવ
લોકો તેમની જીવનશૈલી બદલવા તૈયાર નથી. તેઓ વજન ઘટાડવા માટે બધા જ પ્રયાસ કરે છે. તેમની જીવનશૈલીમાં ફેરફાર કરતા નથી. ક્યારે સૂવું, ક્યારે જમવું, ક્યારે ઉઠવું, ક્યારે કસરત કરવી. આ બાબતો ધ્યાનમાં રાખવી પડશે. જે લોકો નથી કરતા.
વિટામીન Dની કમી
જો તમારા શરીરમાં વિટામીન Dનું પ્રમાણ ઓછું હોય તો તમારું વજન ઓછું કરવું તમને ખૂબ મુશ્કેલ સાબિત થશે. જેથી તમારે પહેલાં તો પોતાના શરીરમાં વિટામીન Dનું પ્રમાણ વધારવું જોઈએ.
નિષ્ણાતોની સલાહ મુજબ નક્કી કરો ડાયેટ પ્લાન
લોકો સર્ટિફાઇડ ડાયટિશિયનની સલાહ લેવામાં નથી માનાતા. વજન ઓછું કરતા પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. તમારા શરીર અનુસાર, શું સાચું છે, શું નથી, તેઓ તમને ચોક્કસપણે કહેશે. આમ જ્યારે તમને વજન ઘટાડવાનો વિચાર આવે તો હરખાઈને આવી ભૂલો કરી ના બેસતા જેનાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
Trending Photos