IPL 2021: વિશ્વના ટોપના 5 ફિલ્ડર્સ જેઓએ IPL માં બતાવ્યુ શાનદાર પ્રદર્શન

T20 ક્રિકેટમાં મોટા ભાગે ટીમ શ્રેષ્ઠ ફિલ્ડર્સને બાઉન્ડ્રી લાઈન પર ઉભા રાખે છે. જ્યાં ફિલ્ડર્સ રન રોકવા તેમજ કેચ પકડવામાં સફળ થાય. T20 લીગ IPL માં આપણે કેટલાક ખેલાડીઓને જબરદસ્ત કેચ પકડતા જોયા છે અને આ ટૂર્નામેન્ટમાં ફિલ્ડીંગનું સ્તર હંમેશાથી સરસ રહ્યું છે

IPL 2021: ક્રિકેટનું (Indian Cricket) કોઈ પણ ફોર્મેટ હોય, બધા જ ખેલાડીઓની કેચ પકડવાની અલગ જ ટેકનિક હોય છે. કેટલીક વખત એવુ પણ થાય છે કે સારો કેચ (Catch) આખી મેચ પલટી નાખે છે. કેટલીક વખત એક ડ્રોપ કેચ (Drop Catch) પણ મેચને પલટી નાખે છે. એક સારો કેચ મેચને જીતાડી પણ શકે છે. જ્યારે એક ખરાબ ડ્રોપ મેચને હરાવી પણ શકે છે. ખેલાડીઓને દરેક ફોર્મેટને ધ્યાનમાં રાખીને ફિલ્ડીંગ કરવી પડે છે. T20 ક્રિકેટમાં મોટા ભાગે ટીમ શ્રેષ્ઠ ફિલ્ડર્સને બાઉન્ડ્રી લાઈન પર ઉભા રાખે છે. જ્યાં ફિલ્ડર્સ રન રોકવા તેમજ કેચ પકડવામાં સફળ થાય. T20 લીગ IPL માં આપણે કેટલાક ખેલાડીઓને જબરદસ્ત કેચ પકડતા જોયા છે અને આ ટૂર્નામેન્ટમાં ફિલ્ડીંગનું સ્તર હંમેશાથી સરસ રહ્યું છે. આ લીગમાં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ દ્વારા જોરદાર અને અવિશ્વસ્નીય કેચ જોયા છે. આ આર્ટીકલમાં આપને ટોપ 5 ખેલાડીઓ બતાવીશું જેઓએ IPLમાં સૌથી વધુ કેચ પકડ્યાં છે.

વિરાટ કોહલી

1/5
image

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી વિશે સૌ કોઈ જાણે છે. તે જેટલા સારા બેટ્સમેન છે તેટલા  જ સારા ફિલ્ડર પણ છે. વિરાટ કોહલીએ IPLમાં શરૂઆતથી જ રોયલ ચેલેન્જર્સ માટે તે રમ્યા છે. તેઓએ ટીમ માટે 192 ઈનિંગ્સમાં 76 કેચ પકડ્યાં છે. વિરાટ કોહલીની ગણતરી સારા ફિલ્ડર્સમાં થાય છે.

સુરેશ રૈના

2/5
image

સુરેશ રૈનાને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સારા ફિલ્ડર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ખેલાડી મેદાનમાં ખુબ જ સારી રીતે કેચ પકડે છે. અને કોઈ પણ પોઝિશન પર ફિલ્ડિંગ કરી શકે છે. રૈના IPLમાં 102 કેચ પકડી ચુક્યાં છે. અને ગત ટૂર્નામેન્ટમાં 100થી વધુ કેચ પકડવાળા એકમાત્ર ખેલાડી છે.

રોહિત શર્મા

3/5
image

રોહિત શર્માને ભલે ફિટનેસ માટે ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ એ વાતને કોઈ પણ નકારી નહીં શકે તે એક સુરક્ષિત ફિલ્ડર છે. રોહિત શર્મા કેપ્ટન હોવાના કારણે મોટા ભાગે 30 યાર્ડમાં ફિલડીંગ કરતા નજરે આવે છે. રોહિત શર્માએ IPLમાં 200 મેચ રમી છે. જેમાંથી તેઓએ 89 કેચ પકડ્યાં છે.

કિરોન પોલાર્ડ

4/5
image

વેસ્ટઈંડિઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ IPLમાં મુંબઈ ઈન્ડયન્સ માટે રમે છે. પોલાર્ડ દર સીઝનમાં લોકોને ચકિત કરી દે તેવા અનેક કેચ પકડે છે. પોલાર્ડ જેવા કેચ પકડવા બીજા ખેલાડીઓ માટે લગભગ અસંભવ છે. પોલાર્ડ મોટા ભાગે બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડીંગ કરે છે. પોલાર્ડે 164 મેચમાં 90 કેચ પકડ્યાં છે.

એ બી ડીવિલિયર્સ

5/5
image

સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી એ બી ડીવિલિયર્સ એક સંપૂર્ણ ખેલાડી છે. એબીમાં ક્રિકેટના દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરવાની કાબિલિયત છે. IPLમાં પણ તેઓએ વાતનો પરિચય હંમેશા બતાવ્યો છે. ડીવિલિયર્સે કેટલીક મેચમાં કીપિંગ કરીને પણ કેચ પકડ્યાં છે. ડીવિલિયર્સે 169 મેચમાં 83 કેચ પકડ્યાં છે.