Vaccination Registration: કોરોનાની રસી લેવા Cowin App પર આ રીતે કરો આસાનીથી રજીસ્ટ્રેશન
ગાંધીનગરઃ કોરોનાને મ્હાત આપવા ગુજરાત સહિત દેશભરમાં સરકારે વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું છે. રસીકરણનું રજીસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યું છે, તમે રજીસ્ટ્રેશન કરાવ્યું કે નહી. આ રહી રજીસ્ટ્રેશન માટેની સરળ રીત. આજથી 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકો વેકસીન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. cowin.gov.in પર જઈ વેકસીન લેવા ઇચ્છુક લોકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સાંજે 4 વાગ્યાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યું છે. આરોગ્ય સેતુ એપ ઉપર રહેલા કોવિન ડેશબોર્ડના માધ્યમથી પણ રજીસ્ટ્રેશન કરી શકાશે.
આજથી 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકો વેકસીન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. cowin.gov.in પર જઈ વેકસીન લેવા ઇચ્છુક લોકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સાંજે 4 વાગ્યાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યું છે. આરોગ્ય સેતુ એપ ઉપર રહેલા કોવિન ડેશબોર્ડના માધ્યમથી પણ રજીસ્ટ્રેશન કરી શકાશે. વેક્સીન માટે આ રીતે કરો રજિસ્ટ્રેશન પોટૅલ (cowin.gov.in) પર જાઓ ત્યાં જમણી બાજુના કોર્નર પર જઈને ક્લીક કરો. જ્યાં તમારે તમારું નામ રજિસ્ટર્ડ કરવાનું રહેશે.
રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને તમારા 10 અંકોના મોબાઈલ નંબરના માધ્યમથી આવેલા OTP ની મદદથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
10 આંકડાના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારા મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે. જેમાં વેરિફિકેશન માટે OTP એટલેકે, વન ટાઈમ પાસવર્ડ આવશે. જે 4 આંકડાનો હશે. એ ઓટીપી નંબર તમારે અહીં ભરવાનો રહેશે.
ત્યારબાદ વધુ 4 લાભાર્થીઓની માહિતી તેમાં ઉમેરી શકાશે. તમે એક મોબાઈલ નંબરથી પરિવારના 4 સભ્યોનું રજીસ્ટ્રેશન કરાવી શકશો.
આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસેન્સ, પાનકાર્ડ, ચૂંટનીકાર્ડ જેવા આઇડી કાર્ડની મદદથી રજિસ્ટ્રેશન કરી શકાશે. નામ, જન્મ તારીખ, જેન્ડર જેવી સામાન્ય માહિતી ભરવાની રહેશે. પિન કોડ એન્ટર કરતા નજીકના તમામ વેકસીનેશન સેન્ટરની માહિતી ખુલશે. નજીકના સેન્ટરનું નામ સિલેક્ટ કરતા સમય અને તારીખની જાણ કરવામાં આવશે. જેમાં તમારી પસંદગીનો ટાઇમ સ્લોટ નક્કી કરીને સગવડતા અનુસાર તમે રસી લઇ શકશો.
Trending Photos