ગુજરાતી યુવકે ગોરાઓને ચઢાવ્યો કસુંબીનો રંગ, વિદેશી ધરતી પર લલકાર્યું ગુજરાતી ગીત, જુઓ Video

જર્મનીના યેના સિટીમા રહેતા હાર્દિક ચૌહાણ દર અઠવાડિયે શહેરના ચર્ચમાં પર્ફોમન્સ આપે છે. જેમાં તેઓ ગુજરાતી ગીતો રજૂ કરતા હોય છે

વિશાલ ગઢવી/અમદાવાદ :‘જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા સદાકાળ ગુજરાત...’ આ કહેવત વર્ષોથી ગુજરાતીઓએ સાર્થક કરી છે. વિશ્વભરમાં જ્યા જ્યાં ગુજરાતી પહોંચ્યા છે, ત્યાં ત્યાં તેઓએ ગુજરાત વસાવ્યું છે. વિશ્વનો કોઇ દેશ નહિ હોય જ્યાં ગુજરાતી વસ્યા નહિ હોય, અને ત્યાં ગુજરાતી સંસ્કૃતિ પહોંચી નહિ હોય. હાલ સોશિયલ મીડિયા પર ગુજરાતી યુવકનો એક વીડિયો વાયરલ થયો છે, જે લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં યુવક વિદેશી ધરતી પર ગુજરાતી ગીત લલકારી રહ્યો છે.

1/5

યુરોપનો જર્મની દેશ, જ્યાં બહુ જ ઓછી સંખ્યામાં ભારતીયો વસે છે. ત્યાં ગુજરાતીઓની સંખ્યા પણ ઓછી છે. ત્યાં સમયાંતરે ગુજરાતી ગીત-સંગીત ગુંજતુ જોવા મળે છે. જ્યા ગુજરાતીઓ અને ભારતીયોની સંખ્યા ખુબ ઓછા પ્રમાણમાં છે તે જર્મનીમાં એક અમદાવાદી યુવકે લોકોને ગુજરાતી ગીતો સાંભળતા કર્યાં છે. અમદાવાદના હાર્દિક ચૌહાણ નામના યુવકે જર્મીનના અભ્યાસ કરવાની સાથે ગુજરાતી ગીતસંગીતનો પ્રસાર પણ કર્યો છે. 

2/5
image

જર્મનીના યેના સિટીમા રહેતા હાર્દિક ચૌહાણ દર અઠવાડિયે શહેરના ચર્ચમાં પર્ફોમન્સ આપે છે. જેમાં તેઓ ગુજરાતી ગીતો રજૂ કરતા હોય છે. તેમણે ચર્ચમાં લલકારેલું ‘મને લાગ્યો કસુંબનો રંગ’ નો એક વીડિયો વાયરલ થયો છે. જેને સાંભળીને દરેક કોઈ મંત્રમુગ્ધ થઈ જાય તેમ છે. વિદેશીઓ પણ તેમની સાથે આ ગીતમાં જોડાયા છે. હાલ લોકો તેમના આ પર્ફોમન્સના વખાણ કરી રહ્યાં છે. 

કોણ છે હાર્દિક ચૌહાણ

3/5
image

હાર્દિક ચૌહાણ મૂળ ઈડરના વતની છે, પણ તેમનો પરિવાર અમદાવાદમાં સ્થાયી થયો છે. હાર્દિક ચૌહાણે બાયો-મેડિકલ એન્જિનિયરીંગની ડિગ્રી મેળવી છે. તેઓ 2009 થી સંગીત સાથે સંકળાયેલા છે. હાર્દિકના પિતા કમલેશ ચૌહાણ અમદાવાદની અગ્રસેન સ્કૂલમાં કમલેશ ચૌહાણ સંગીત શિક્ષક છે. જેથી હાર્દિકને વારસામા સંગીત મળ્યું છે. હાર્દિક 2016 થી જર્મનીમાં મેડિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરી રહ્યા છે. 2018 સૌપ્રથમ વખત જર્મનીમા શાયડેગમાં તેમણે પરફોર્મ કર્યુ હતું. તેના બાદથી તેઓ રેગ્યુલર યેના શહેરના ચર્ચમાં પરફોર્મ કરતા રહે છે. ‘મન મોર બની થનગાટ કરે...’ ગીત હાર્દિકે 8 વખત પર્ફોમ કર્યુ હતું. જર્મનીના લોકોને આ ગીત બહુ જ પસંદ આવ્યુ હતું. 

4/5
image

ઝી 24 કલાક સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં હાર્દિકે જણાવ્યું કે, ‘આ સિવાય મેં ચર્ચમાં કસુંબીનો રંગ અને સપનાની રાત જેવા ગુજરાતી ગીત પર પર્ફોમન્સ આપ્યા છે. હું ભલે વિદેશમાં રહુ, પણ ગુજરાતી સંગીત મારા દિલમાં ધબકતુ રહેશે. હું જ્યા જ્યા રહીશ, ત્યાં ગુજરાતી ગીતોને ફેમસ કરતો રહીશ.’   

5/5
image

હાર્દિક જર્મની નેશનલ થિયેટર સાથે પણ સંકળાયેલા છે. અમદાવાદમા પણ હાર્દિકે રાજુ બારોટ અને નિર્સગ સાથે કામ કર્યુ છે. હાર્દિકે જર્મનના ચર્ચમા પણ આ ગીતો ગાઇને ગુજરાતી ગીતો ત્યાં પ્રચલિત કર્યા છે.