વાયરલ વીડિયો

શું ઓફિસમાં કોઈ CEOને 'મુકાબલા' ગીત પર ડાન્સ કરતા જોયા છે? અહીં જુઓ VIDEO

ઓફિસોમાં પ્રેશર વચ્ચે કામ કરતા તમે ઘણીવાર કર્મચારીઓને જોયા હશે. પરંતુ આજે એક વીડિયો જોઈને તમે ચોંકી જશો.
 

Feb 19, 2020, 07:25 PM IST
Viral Video Of Fake Dharma Guaru Of Vadodara PT3M22S

વડોદરાના પાખંડી પ્રશાંતની કરતૂતોનો પર્દાફાશ

વડોદરાના બગલામુખી મંદિરના ધર્મગુરુ સામે પોલીસ ફરિયાદ મામલે ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાયના કરતૂતોનો વીડિયો સામે આવ્યા છે. મહિલાઓ પાસે પગ ધોવડાવાનો વીડિયો સામે આવ્યો છે. ભક્તિમાં મહિલાઓ દૂધ અને પાણીથી પ્રશાંત ઉપાધ્યાયના પગ ધોતી હતી. ઢોંગી ધર્મગુરુ સૂકા મેવા ખાવાનો શોખીન છે. નદીમાં હોળીમાં બેસી પૂજન કરાવવાનો પણ વીડિયો સામે આવ્યો છે.

Feb 18, 2020, 08:40 PM IST

6-7 બંદૂકોથી ધડાધડ ફાયરિંગ કરનારો video નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રના લગ્નનો નીકળ્યો

મોરબી જિલ્લામાં લગ્ન પ્રસંગ દરમ્યાન રિવોલ્વર અને બાર બોર ગનમાંથી જાહેરમાં ધડોધડ ફાયરિંગ કરવાના વીડિયો (video) તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેથી કરીને મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આ મુદે તપાસ કરાવવામાં આવતા નિવૃત પોલીસ કર્મચારીના દીકરાના જ લગન પ્રસંગમાં જાહેરમાં ધડોધડ ફાયરીંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેથી કરીને પોલીસે ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે.

Feb 17, 2020, 05:14 PM IST

જામિયા પર વીડિયો વોરઃ ડંડા મારતી પોલીસ બાદ હવે હાથમાં પથ્થર લઈ જતાં વિદ્યાર્થીઓનો VIDEO

આ વીડિયોને પોલીસના લાઠીચાર્જ પહેલા થયેલી ઘટનાનો વીડિયો જણાવવામાં આવી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ એસઆઈટી આ સીસીટીવીની તપાસ કરી રહ્યાં છે. 

Feb 16, 2020, 06:18 PM IST
Morbi's corrupted talati suspended after viral video PT1M28S

મોરબીની લાંચિયા તલાટી હર્ષાબેનને કરાયા સસ્પેન્ડ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રેવન્યુ તલાટીનો લાંચ માંગતો વિડિયો વાયરલ થવાનો મામલામાં મોટા અપડેટ સામે આવ્યા છે. રેવન્યુ તલાટી મંત્રીએ કાયદસરના કામને વહેલુ કરવા માટે લાંચ માંગવામાં આવતા તાત્કાલિક પગલા લીધા છે. અરજદાર પાસેથી લાંચ માંગવાના બનાવમાં અધિક કલેકટર કેતન જોષીએ તલાટી હર્ષાબેનને સસ્પેન્ડ કર્યાં છે.

Feb 16, 2020, 10:15 AM IST
firing in marriage procession of morbi, video viral on social media PT3M3S

મોરબીમાં લગ્નના વરઘોડામાં ધડાધડ 6 થી 7 લોકોએ કર્યું ફાયરિંગ

મોરબી જિલ્લામાં લગ્નના વરઘોડામાં જાહેરમાં ઘડાઘડ ફાયરીંગનો વિડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે. માળીયા મિયાણા તાલુકાના વાઘરવા ગામને લગ્ન પ્રસંગ દરમ્યાન 6 થી 7 ઇસમો દ્વારા જુદા જુદા હથિયારોમાંથી ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. સોશ્યલ મીડીયામા વાયરલ થયેલા વિડીયોમાં વરરાજા સત્યપાલસિંહ કિશોરસિંહ જાડેજા દ્વારા પણ ફાયરિંગ કરાયું હતું. આમ, લગ્ન પ્રસંગમાં ફુલેકા અને ફેરા વખતે હવામાં ફાયરિંગ કરીને કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાવવામાં આવ્યા.

Feb 16, 2020, 08:55 AM IST
Viral Khabar of 9 February 2020 PT22M14S

વાયરલ ખબર : સોશિયલ મીડિયા પર વાયરલ થયા આ વીડિયો....

સોશિયલ મીડિયાની દુનિયા અલગ જ હોય છે. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં રોજબરોજ અવનવા વીડિયો સામે આવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવા જ કેટલાક વીડિયો હાલ ખૂબ જોવાઈ રહ્યા છે. તો આવો જોઈએ સોશિયલ મીડિયાના કેટલાક અવનવા વીડિયો...

Feb 9, 2020, 10:05 PM IST
Surat BJP member Kishor Solanki share porn video in group PT2M9S

સુરત ભાજપના કાર્યકર્તાએ ગ્રૂપમાં અશ્લીલ વીડિયો શેર કરતા હાહાકાર મચી ગયો

લાગે છે કે, ભાજપના કાર્યકર્તા કન્ટ્રોલ બહાર ગયા છે. સુરતના ભાજપના કાર્યકર્તા કિશોર સોલંકીએ લિંબાયત વોર્ડ નંબર 24ના એક ગ્રુપમાં અશ્લીલ વિડીયો શેર કર્યો હતો. તેઓએ વોટ્સ એપ ગ્રુપમાં એક પછી એક ચાર વીડિયો શેર કર્યા હતા. આ ગ્રૂપમાં ભાજપની મહિલા કોર્પોરેટર, ધારાસભ્ય સહિત અનેક મેમ્બર છે, ત્યારે વીડિયોછી મહિલા કાર્યકર્તાઓ ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાયા હતા. મહિલાઓ દ્વારા કિશોરને ગ્રુપમાંથી બહાર કાઢવાની માંગણી કરાઈ.

Feb 9, 2020, 06:30 PM IST

હિઝાબને ઉતારીને ફેંકી દીધુ રસ્તા પર... પોતાના જ દેશના વિરોધમાં ઉતરી ઈરાનની મહિલાઓ

ઈરાન (Iran) ની મહિલાઓએ દેશના કાયદાની વિરુદ્ધ મોરચો ખોલી લીધો છે. દેશની મહિલાઓ પર લાગુ સખત નિયમોની વિરુદ્ધ હવે મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે. તેઓ અલગ અલગ રીતથી આ નિયમોનો વિરોધ કરી રહી છે. પોતાના હક માટે ઈરાનની મહિલાઓએ એક અલગ જ પ્રકારનો વિરોધ શરૂ કર્યો છે. જેનો વીડિયો (Video Viral)  હાલ સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલાઓ રસ્તા પર ડાન્સ (Dance) કરતી દેખાઈ રહી છે. તો કેટલીક મહિલાઓ હિઝાબ (Hijab) ઉતારતી પણ વીડિયોમાં દેખાઈ રહી છે.

Feb 7, 2020, 06:47 PM IST
Video Viral Of Riding At Risk Of Life In School Rickshaw PT4M27S

સ્કૂલ રિક્ષામાં જીવના જોખમે સવારીનો વીડિયો વાયરલ

સ્કૂલ રિક્ષામાં જીવના જોખમે સવારી કરતો વિડીયો સામે આવ્યો છે. અગોરા મોલ નજીક રિક્ષામાં પાછળની બાજુ પગ બહાર લહેરાવી યુવાનોને બેસાડવામાં આવ્યા હતા. રીક્ષા ડ્રાઈવરની આજુબાજુમાં પણ યુવાનોને બેસાડીને જોખમી સવારી કરાઈ હતી.

Feb 3, 2020, 10:10 PM IST

મહાનાયક બચ્ચને આવુ પહેલા ક્યારેય ન કર્યું, જાહેરમાં ખેંચી લીધો એક્ટ્રેસનો દુપટ્ટો...

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ટેલિવુડ પડદાની ફેમસ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) નો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન દુપટ્ટાથી પડકીને દિવ્યાંકાને લઈ જતા દેખાઈ રહ્યાં છે. હકીકતમાં, આ વીડિયો કોઈ શૂટનો છે, જેને દિવ્યાંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અમિતાભ બચ્ચન આ વીડિયોમાં દિવ્યાંકાને કહી રહ્યાં છે કે, ભરોસો કરો છો, તો એના પર ભરોસો કરવી તમારી જવાબદારી છે.

Feb 3, 2020, 08:01 PM IST

ચાલુ પ્રાર્થનાની વચ્ચે આ બાળકે જે કર્યું તે ગજબનું થયું, video બહાર આવ્યો તો ખૂલી પોલ

વહેલી સવારે ઉઠીને સ્કૂલમાં જવુ દરેક બાળક માટે કંટાળાજનક હોય છે. તેમાં પણ સ્કૂલમાં જઈને સૌથી પહેલા પ્રાર્થનામાં ભાગ લેવો એનાથી ય વધુ કંટાળાજનક બની જતુ હોય છે. દરેક સ્કૂલમાં સવારની શરૂઆત પ્રાર્થનાથી થતી હોય છે. આ દરમિયાન અનેક પ્રકારની શરારત પણ થતી જોવા મળે છે. પરંતુ એક ક્યૂટ શરારતનો વીડિયો સામે આવ્યો છે. પ્રાર્થના દરમિયાન એક બાળક એવું કરી રહ્યો છે, જેને જોઈને હવે સોશિયલ મીડિયા પર દરેક લોકો હસી રહ્યાં છે. નટખટ બાળકની આ શરારતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral video) થઈ રહ્યો છે. 

Feb 3, 2020, 07:37 PM IST
horse attack on old age person in marriage procession in amreli video viral on social media PT3M50S

લગ્નપ્રસંગમાં ઘોડા લાવવાનું ભારે પડ્યું, વાયરલ થયો અમરેલીનો video

અમરેલીના લગ્ન પ્રસંગે ઘોડાને ખેલવતા એક વૃધ્ધને ઘોડાએ હડફેટે લીધાનો વીડિયો વાયરલ થયો છે. ઘોડાએ વૃદ્ધને અડફેટે લીધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. લગ્નપ્રસંગમાં ઘોડા ખેલવાનું ભારે પડ્યું હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ધારી પંથકનો હોવાનું અનુમાન છે.

Feb 2, 2020, 03:45 PM IST

કોરોના વાયરસથી ડરી ગયેલી સનીએ ફેન્સ સાથે કર્યું આવું વર્તન, VIDEO થઇ ગયો વાયરલ

ચીનથી ફેલાયેલા કોરોના વાયરલ (Corona Virus)ને લઇને ફિલ્મ અભિનેત્રી સની લિયોની (Sunny Leone) પણ ડરેલી જોવા મળી રહી છે. એરપોર્ટ પર તે માસ્ક પહેરેલી તો જોવા મળી, સાથે જ તેમણે ઇંસ્ટાગ્રામ પર પણ ચેતાવણી આપી હતી. સનીનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ફેન તેમની સાથે સેલ્ફી લેવા ઇચ્છી રહી છે.

Jan 30, 2020, 12:27 PM IST
GST office employee and youth with firecrackers video viral PT4M52S

Viral Video : GST ઇન્સ્પેક્ટરએ છાનાછપના લાંચ લીધી, અને યુવાને જોખમી રીતે ફટાકડા ફોડ્યા

હાલ ગુજરાતમાં વાયરલ થયેલા બે વીડિયોએ ચર્ચા જગાવી છે. દ્વારકાના ખંભાળિયામાં GST ઓફિસમાં કર્મચારીનો રૂપિયા લેતો વીડિયો વાયરલ થયો છે. GST ઇન્સ્પેક્ટર એમ.આર. રાવલિયા GST નંબરના એપ્રુવલ માટે રૂપિયા માંગતા દેખાઈ રહ્યા છે. તો નવસારીના ગણદેવી તાલુકાના એક યુવાન જોખમી આતશબાજી કરતો દેખાઈ રહ્યો છે. ગણદેવી તાલુકાના ગામમાં યોજાયેલ મંદિરના પાટોત્સવ સમયે એક યુવાને જોખમી રીતે ફટાકડાને હાખમાં રાખી આતશબાજી કરી હતી.

Jan 29, 2020, 01:15 PM IST

સાંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું, શરજીલ ઈમામ બાદ હવે જરા આ મહોતરમાને પણ સાંભળી લો....

શરજીલ ઈમામ (Sharjeel Imam)ની બાદ હવે અન્ય એક યુવતીના ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ થયો છે. બીજેપી (BJP) નેતા સાંબિત પાત્રા (Sambit Patra) એ એક યુવતીનો વીડિયો ટ્વિટ કર્યો છે. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો ક્યાંનો છે અને કયા સમયનો છે. આ વીડિયોમાં યુવતી ભડકાઉ ભાષણ આપી રહી છે, જેમાં તે સુપ્રિમ કોર્ટ પર સવાલ ઉઠાવી રહી છે. સાંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું કે, હવે શરજીલ ઈમામ બાદ જરા આ મહોતરમાને પણ સાંભળી લો. 

Jan 27, 2020, 09:20 AM IST

JNU વિદ્યાર્થી શરજીલ ઇમામનો વધુ એક વીડિયો વાયરલ, જામિયાની બહાર આપી ધમકી

JNUના વિદ્યાર્થી શરજીલ ઇમામ (Sharjeel Imam)નો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જામિયા યૂનિવર્સિટીની બહારનો ગણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં શરજીલ ચક્કાજામ કરવા સહિત ઘણા ભડકાઉ વાતો કહી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ SITના ડીસીપી રાજેશ દેવના અનુસાર JNU વિદ્યાર્થી શરજીલ ઇમામ મૂળ રૂપથી બિહારનો રહેવાસી છે.

Jan 26, 2020, 05:41 PM IST
Video Viral Of Tik Tok Star Kirti Patel PT1M17S

ટીકટોક સ્ટાર કિર્તી પટેલનો આ Video જોઇ લોકો રોષે ભરાયા, જુઓ Video

ટીકટોક સ્ટાર કિર્તી પટેલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ટીકટોક સ્ટાર કિર્તી પટેલ હાથમાં ઘુવડનો લઈ વીડિયો બનાવી રહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પક્ષી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહેલું ઘુવડ સિડીયુલ એકની કેટેગરીમાં આવે છે.

Jan 25, 2020, 05:55 PM IST
Video Viral Of Boy Kissed Girl In Class Room At Panchmahal PT10M35S

ક્લાસ રૂમમાં જ વિદ્યાર્થીએ કરી વિદ્યાર્થીનીને Kiss, જુઓ Viral Video

મોબાઈલના રવાડે ચઢી ગયેલા વિદ્યાર્થીઓ હવે ધીરે ધીરે સંસ્કાર ભૂલતા જઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ હવે વર્ગખંડમાં જ એવી હરકતો પર ઉતરી આવ્યા છે કે, જોનારા પણ શરમાઈ જાય. વર્ગખંડમાં ચુંબન કરતો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ થયો છે. પંચમહાલની મોરવા હડફની સ્કૂલનો વીડિયો સામે આવતા જ વાલીઓ તથા શિક્ષકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

Jan 25, 2020, 05:20 PM IST

Video : છેલ્લી પાટલી પર બેસીને વિદ્યાર્થીઓએ કરી kiss, 30 સેકન્ડ સુધી ક્લાસ રૂમમાં સનસનાટી મચી ગઈ  

મોબાઈલના રવાડે ચઢી ગયેલા વિદ્યાર્થીઓ હવે ધીરે ધીરે સંસ્કાર ભૂલતા જઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ હવે વર્ગખંડમાં જ એવી હરકતો પર ઉતરી આવ્યા છે કે, જોનારા પણ શરમાઈ જાય. વર્ગખંડમાં ચુંબન કરતો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ થયો છે. પંચમહાલની મોરવા હડફની સ્કૂલનો વીડિયો સામે આવતા જ વાલીઓ તથા શિક્ષકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 

Jan 25, 2020, 03:28 PM IST