જાણી લેજો આ આગાહી! અચાનક પલટાયું છે ગુજરાતનું વાતાવરણ, 60 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન!

Gujarat Rains: આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાંઈ તેવા અણસાર પણ વ્યક્ત કરાયા છે. બીજી બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. 

તાપીના ડોલવણમાં પૂર્ણા નદી બે કાંઠે

1/6
image

તાપીમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ડોલવણ તાલુકામાં આવેલી પૂર્ણા નદી ભારે વરસાદથી બે કાંઠે વહી. નદીમાં પૂર આવતા અનેક લો લેવલ કોઝ-વે પાણીમાં ગરકાવ થયા છે. સોનગઢથી ડાંગને જોડતો કોઝ-વે કોઝવે પાણીમાં ગરકાવ થતાં ભારે હાલાકી ભોગવવી પડે છે. નદીના પાણી રોડ પર ફરી વળતાં રોડ પણ બંધ થયા છે. નવસારીમાં કાવેરી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી. 

2/6
image

ચીખલી અને ગણદેવીમાં કાવેરી નદીનું જળસ્તર 12 ફુટે પહોંચ્યું છે. જેથી આંતલિયા-ઉડાચ ગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. પુલ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે...કાવેરી નદીના કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા છે...તો ચીખલીમાં રિવરફ્રન્ટ નજીકનો કોઝ-વે પણ પાણીમાં ગરકાવ થયો.

3/6
image

હવામાન વિભાગના જણાવાયા અનુસાર આવતીકાલે (શુક્રવાર) સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ મેઘાડંબર રહેશે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડશે. ગાજવીજ અને તોફાની પવન સાથે 28 જુલાઈએ નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદ પડશે. આગામી 5 દિવસ માછીમારોને પણ સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.

ભાવનગર શહેરનું ગૌરીશંકર સરોવર ઓવરફ્લો થતાં હાલાકી

4/6
image

ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદથી ભાવનગર શહેરનું ગૌરીશંકર સરોવર ઓવરફ્લો થયું છે..જેથી એક તરફ ખુશી છે તો બીજી તરફ લોકો પરેશાન થઈ ગયા છે. ગૌરીશંકર સરોવરનું પાણી આસપાસના નિચાણવાળા વિસ્તારમાં ભરાઈ ગયું છે. જેથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. લોકોના ઘરમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. ગઢેચી નદીમાં છોડાયેલું પાણી નાળા પર ગેરકાયદે ખડકાયેલા દબાણોના કારણે આજુબાજુની સોસાયટીઓમાં ઘુસી ગયું. જેથી લોકોએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માગ કરી છે.

ડાંગમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે

5/6
image

ઉપરવાસમાં ભારે વરસાદથી ડાંગ જિલ્લાની પૂર્ણા, અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા નદી પર આવેલા ગીરધોધમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો. ગીરાધોધનો આહ્લાદક આકાશી નજારો સામે આવ્યો. ગીરાધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પાણીના પ્રવાહથી આહ્વા તાલુકામાં ધૂળચોંડનો કોઝ-વે પણ પાણીમાં ગરકાવ થયો. જેથી નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા. સ્થાનિકો અને પ્રવાસીઓને નદીકિનારે ન જવા અપીલ કરાઈ છે.

6/6
image

તો ડાંગ જિલ્લાના કાલીબેલથી પાંઢરમાળને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે...જેથી પાંઢરમાળ ગામ સંપર્ક વિહોણું બન્યું છે....પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતીથી જનજીવન ખોરવાઈ ગયું છે....ઘોડાપુરની સ્થિતીથી વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો છે...નદીના વહેણથી પુલની રેલિંગ પણ પાણીમાં તણાઈ ગઈ છે.