માછીમારો

રાજ્યમાં 6થી 8 જુલાઈ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન ખાતા પ્રમાણે લો-પ્રેશર મધ્ય, પશ્ચિમ તરફ આગળ વધશે. આ લો પ્રેશર મધ્ય અને પશ્ચિમ ભારતના વિવિધ વિસ્તારોમાં આગળ વધશે. જેથી 6થી 8 જુલાઈ સુધી અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદ આવી શકે છે. 

Jul 2, 2020, 04:19 PM IST

લોકડાઉન પછી હટ્યો પહેલો પ્રતિબંધ, સાગરખેડુ ભાઈઓને દરિયામાં જવાની મળી છુટ

ગુજરાતમાં નવા 54 કેસ નોંધાયા કુલ આંકડો 432 પર પહોંચ્યો છે. વડોદરા અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 228 પર પહોંચ્યો છે.

Apr 11, 2020, 02:32 PM IST
Whale Fish Caught In Trap Of Fishermen In Junagadh PT3M17S

જૂનાગઢના માછીમારોની જાળમાં ફસાઈ વિશાળ વ્હેલ માછલી

જૂનાગઢના માછીમારોની જાળમાં ફસાઈ વિશાળ વ્હેલ માછલી

Dec 2, 2019, 03:50 PM IST
veravar Farmer Talk On Maha cylone PT6M9S

વેરાવળમાં માછીમારોને વાવાઝોડાથી થયું લાખોનું નુકશાન

વેરાવળમાં માછીમારોને વાવાઝોડાથી થયું લાખોનું નુકશાન

Nov 6, 2019, 06:45 PM IST
Advised To Fishermen Not Go To Sea For The Impact Of Maha Cyclone In Kutch PT3M53S

કચ્છમાં મહા વાવઝોડાની અસરને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

રાજ્યમાં આ વખતે પ્રથમ વાયુ ત્યારબાદ ક્યાર અને હવે જે રીતે મહા નામનુ વાવાઝાડની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે તેને લઈને ખેડૂતોની સાથે માછીમાર ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં 15મી ઓગષ્ટથી માછીમારી સિઝનની શરુઆત થાય છે પરંતુ આ વખતે થોડા સમયથી અંદર જ જે રીતે સતત વાવાઝાડા અરબી સમુદ્રમાં ઉદ્ભવી રહ્યા છે તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

Nov 4, 2019, 12:20 PM IST
Maha Cyclone poor fishermen bad condition watch video PT6M41S

'મહા'એ તોડી સાગરખેડૂઓની કમર, આર્થિક રીતે થયા પાયમાલ

મહા વાવાઝોડુાની મહા અસરથી સાવચેત થઈને ગુજરાતના અનેક બંદરોના માછીમારો એલર્ટ મોડ પર આવી ગયા છે. માછીમારો સલામત સ્થળે પોતાની બોટ પાર્કિંગ કરી રહ્યા છે. મહા વાવાઝોડાને કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તો બીજી તરફ, દરિયામાં દૂર સુધી માછીમારી કરવા જવા પર પ્રતિબંધનાં કારણે માછીમાર સમુદાય આર્થિક મુશ્કેલીમાં મૂકાયો છે. તેઓએ દરિયા કાંઠે પોતાની હોડીઓ લાંગરી દીધી છે. મહા નામનાં વાવાઝોડાથી માછીમારો પણ ભયભીત બન્યા છે.

Nov 2, 2019, 03:50 PM IST
rain in many parts of ahmedabad and gujarat PT4M5S

અમદાવાદમાં વાતાવરણમાં પલટો, એરપોર્ટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ

મહા વાવાઝોડાના પગલે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં એરપોર્ટ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યાં.

Nov 2, 2019, 03:30 PM IST

રાજ્યમાં આગામી બે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખડેવા તાકીદ

રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી મેઘ મહેર થાય તેવી હવામાન વિભાગે બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે 14 અને 15 ઓગસ્ટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Aug 14, 2019, 10:53 AM IST

દ્વારકા દરિયામાં ગયેલા માછીમારોનો મૃત્યુઆંક 7 થયો, કોસ્ટગાર્ડની શોધ યથાવત

દરિયામાં ગયેલ માછીમારોના મૃતાંકનો આંકડો સાત પર પહોંચ્યો છે. વધુ ત્રણ મૃતદેહો ઓખા મઢી નજીકના દરિયા કાંઠે મળી આવ્યા. તો કલેકટર દ્વારકા દોડી આવી અધિકારીઓની મીટીંગ બોલાવી હતી. હાલ દરિયામાં માછીમારી કરવાની મનાઈ હોવાથી કલેકટરના જાહેર નામાંનું ઉલ્લઘન બાદ માછીમારીની હોડીઓ દરિયામાં ગઈ અને નવ તારીખે પવન અને તોફાન વચે માછીમારોના મૃત્યુ થયા હતા. 

Aug 12, 2019, 10:51 PM IST
Bharuch: Fishermen Protest PT2M37S

જુઓ ભરૂચમાં માછીમારોએ કેમ કર્યું વિરોધ પ્રદર્શન

ભરૂચમાં દહેજ માર્ગ પર ભુવા ગામ પાસે માછીમારોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. શ્રીમંત માછીમારોએ નર્મદા નદીમાં ખૂંટા લગાવી માછીમારી કરે છે તે વાતનો સ્થાનિક માછીમારોએ વિરોધ નોંધાવ્યો છે. ચોમાસા દરમ્યાન ખૂંટા નહીં લગાવવા બાબતે દર વર્ષે કલેકટર જાહેરનામું પણ બહાર પડે છે તો પણ પગલા ના લેવાતો વિરોધ નોંધાવ્યો છે.પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો.

Jul 24, 2019, 02:35 PM IST
Amreli Boat Return PT1M24S

ચોમાસાના દિવસો નજીક આવતા અમરેલીમાં માછીમારોમાં વેકેશનનો માહોલ

ચોમાસાના દિવસો નજીક છે ત્યારે અમરેલીમાં માછીમારોને વેકેશનનો સમય નજીક આવી રહ્યો છે, ચોમાસાના પગલે જાફરાબાદના બંદરે માછીમારોની બોટ પરત આવવાનો પ્રારંભ થઈ ચુક્યો છે.

Jun 9, 2019, 03:05 PM IST
Pakistan Released Fisherman Reach To Gujarat Back PT2M37S

પાકિસ્તાનથી છૂટેલાં 100 માછીમારો ગુજરાત પહોંચ્યા, જુઓ દ્રશ્યો

પાકિસ્તાનથી છૂટેલાં 100 માછીમારો ગુજરાત પહોંચ્યા તો ફિશરીઝ વિભાગે કાર્યવાહી પૂર્ણ કરીને તેમને પરિવારજનોને સોંપ્યા આ સમયે પરિવારજનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા

Apr 18, 2019, 03:05 PM IST
Pakistan free Indian fishermen PT1M8S

પાકિસ્તાને મુક્ત કર્યા ભારતીય માછીમારોને

પાકિસ્તાને મુક્ત કર્યા ભારતીય માછીમારોને. પહેલા તબક્કામાં જુદીજુદી જેલોમાં બંધ 100 માછીમારો ફરશે પરત.

Apr 8, 2019, 11:05 AM IST

1300 વર્ષ જૂનું આ અજીબોગરીબ ગામ સમુદ્રમાં તરે છે, લોકોએ જમીન જોઈ નથી 

આપણે હંમેશા આપણું ઘર એકદમ સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માંગતા હોઈએ છીએ. એવું પણ ઈચ્છીએ છીએ કે ક્યારેક કોઈ કુદરતી આપત્તિનો ભોગ આપણું ઘર ન બને. આ માટે અનેક ઉપાયો પણ કરીએ છીએ. આપણું ઘર જમીન સાથે જોડાયેલું હોય છે. પરંતુ તમને જો ખબર  પડે કે દુનિયામાં એક ગામ એવું પણ છે જે સમુદ્રમાં તરે છે, જેના લોકોએ જમીન જોઈ સુદ્ધા નથી તો શું લાગે?

Feb 15, 2019, 07:00 AM IST

ઓખા કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી

દ્વારકાઃ ઓખા કોસ્ટગાર્ડે ભારતીય સમુદ્રી સીમામાં ગેરકાયદે ઘુસણખોરી કરીને માછીમારી કરી રહેલી એક શંકાસ્પદ પાકિસ્તાની બોટને પકડી પાડવામાં આવી છે. બોટમાં સવાર 9 માછીમારોને ઓખા લઈ જઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

Aug 19, 2018, 03:22 PM IST

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદ પડ્યો છે. વલસાડ, ઉમરગામમાં મેઘરાજા મહેરબાન થયા છે. 

 

Jun 25, 2018, 05:11 PM IST

10 હજાર કરોડના ખર્ચે કચ્છની કોરી ક્રીકથી રાજસ્થાનને જોડતો જળમાર્ગ બનશે

અવાર-નવાર સમાચારોમાં તમે પાકિસ્તાન રેંજરો દ્વારા ભારતીય માછીમારો પકડવાના અને ભારતીય રેંજરો દ્વારા પાકિસ્તાની માછીમારો પકડવાના સમાચારો વાંચતા હતો. હકિકતમાં બંને દેશોના માછીમારો પણ આજ સુધી આ સમુદ્રી સીમા દ્રીખામાં છે. સર ક્રીક 650 વર્ગ કિલોમીટરનો ભારતનો સમુદ્રી વિસ્તાર છે, જેના પર પાકિસ્તાન પોતાનો દાવો કરે છે. આ સમસ્યાના સમાધાન માટે કેંદ્ર સરકાર દ્વારા કચ્છની કોરી ક્રીકથી રાજસ્થાનને જોડતો જળમાર્ગ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ જળમાર્ગ માટે કેન્દ્ર સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું ફંડ ફાળવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

Jun 1, 2018, 02:11 PM IST