WhatsApp પર ચેટ કરવું હવે થશે વધુ કલરફૂલ, ટૂંક જ સમયમાં આવી રહ્યાં છે આવા નવા ફીચર

ઝી બ્યૂરો, અમદાવાદઃ આ સમયે ભારતમાં સૌથી વધુ લોકો મેસેજિંગ માટે વ્હોટ્સએપ (WhatsApp )નો ઉપયોગ કરે છે. એ પણ સત્ય છે કે ખુદ વ્હોટ્સએપ પોતાના પ્લેટફોર્મને વધુ રોચક બનાવવા માટે આગામી દિવસોમાં નવા ફિચર લોન્ચ કરવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં વ્હોટ્સએપ (WhatsApp) માં તમને હવે અનેક નવા ફીચર જોવા મળશે.

વ્હોટ્સએપ (WhatsApp) કરી રહ્યું છે તૈયારીઃ

1/5
image

WhatsApp ટૂંક જ સમયમાં પોતાના પ્લેટફોર્મને વધુ રંગીન કરવા જઈ રહ્યું છે. કંપનીએ આ માટે તૈયારી શરૂ કરી દીધી છે.

બીટા વર્ઝનમાં દેખાશે નવા રંગઃ

2/5
image

WhatsAppના નવા ફીચર પર નજર રાખતી સાઈટ WaBetaInfo મુજબ કંપની એક નવા બીટા વર્ઝન પર કામ કરી રહી છે. વ્હોટ્સએપ એપમાં અનેક નવા રંગ જોવા મળી શકે છે.

હાલ બહુ જ ઓછા રંગ છેઃ

3/5
image

ઉલ્લેખનીય છે કે વ્હોટ્સએપ પોતાના એપમાં બહુ સીમિત રંગોનો ઉપયોગ કરે છે. અહીં તમને ડાર્ક ગ્રીન અને ઓફ વ્હાઈટ કલરનો જ ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે.

Off Green અને Yellow રંગ પણ દેખાશેઃ

4/5
image

મળતી માહિતી મુજબ, હવે તમને મેસેજિંગ દરમિયાન ઓફ ગ્રીન અને પીળા રંગમાં ટેક્સ્ટ જોવા મળશે.

ભારતમાં થઈ રહી છે તપાસઃ

5/5
image

જણાવી દઈએ કે, હાલમાં Competition Commission of Indiaએ WhatsApp સામે પ્રાઈવેસી પોલિસી મામલે તપાસ શરૂ કરી દીધી છે.