WWF ફેમ 'ધ ગ્રેટ ખલી' અમદાવાદનો મહેમાન બન્યો, યુવાનોને સ્વાસ્થ્ય જાળવવા જાણો શું આપી ટિપ્સ?
ઉદય રંજન/અમદાવાદ: વર્લ્ડ રેસલિંગ એન્ટરટેમેન્ટના સુપરસ્ટાર ધ ગ્રેટ ખલી રવિવારે અમદાવાદના મહેમાન બન્યા હતા. દલીપ સિંબ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલી અમદાવાદના વટવામાં જિમના ઉદ્ધાટન માટે આવ્યા હતા. ત્યારે, પોતાના પસંદીદા રેસલરને જોવા માટે મોટી સંખ્યામાં તેમના ફેન્સ ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલા તેમના ફેન્સને ખલી ફિટ રહેવા માટે કેટલીક ટિપ્સ આપી હતી. સાથે જ તમામને પોતાનું સ્વાસ્થય જાળવી રાખવા માટે અપીલ પણ કરી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, WWF ધ ગ્રેટ ખલી અમદાવાદનો મહેમાન બન્યો હતો. ન્યુ વટવા ખાતે આવેલ જિમના ઉદ્ઘાટન પ્રસંગે ધ ગ્રેટ અમદાવાદનો મહેમાન બન્યો હતો.
ધ ગ્રેટ ખલીને જોવામાટે લોકોની ઉત્સુકતા પણ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ લોકોની ખલીની હેલ્થ ટિપ્સ જાણવા માટે પણ ઉત્સુકતા જોવા મળી હતી. ત્યારે ધ ગ્રેટ ખલીએ ઉપસ્થિત લોકોનું અભિવાદન જીલ્યું હતું. અને તમામને પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે અપીલ કરી હતી.
ધ ગ્રેટ ખલીએ જણાવ્યું કે, આજકાલ લોકોમાં જિમ અને યોગાનો ક્રેઝ વધ્યો છે કારણ કે લોકોની લાઈફસ્ટટાઈલ એ પ્રકારની થઇ ગઈ છે અને મેદસ્વીતાનું પ્રમાણ પણ ખુબ જ વધી રહ્યું છે કેમ કે લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત રહેતા નથી...
પરંતુ આજકાલ ખુબજ અધભૂત ટેક્નોલોજીવાળા જિમ અને ટેક્નિકલ ટ્રેનરના લીધે લોકોનું જિમ તરફનું આકર્ષણ વધ્યું છે જે ખુબ જ સારું છે.
જિમ અને ડાયટના કારણે તમે પોતાની જાતને વધુ સ્ફૂર્તિભર્યું રાખી શકો છો અને અનેક બિમારી સામે રક્ષણ મેળવી શકો છો. ક્રોસ ફિટ, ઝુમ્બા દ્વારા લોકો વધુ એક્ટિવ રહી શકે છે.
ખલીએ રેસલિંગ કોમ્પિટીશનની તૈયારીઓ અને ઈન્ડિયન રેસલર વિશે વાતચીત કરી હતી. આ સાથે ઈન્ડિયામાં રેસલરને વર્લ્ડ ક્લાસ પણ કેવી રીતે પ્લેટફોર્મ પૂરુ પાડી શકાય તેના પર ચર્ચા કરી હતી.
નોંધનીય છે કે અગાઉ વર્ષ 2021માં પણ અમદાવાદના ન્યુ રાણીપ ખાતે જિમ લોન્ચનો ઇન્ડિયન રેસલર ધ ગ્રેટ ખલીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું.
Trending Photos