ધનશ્રીએ ખુલ્લેઆમ યુજવેન્દ્ર ચહલને ગળે મળી, સોશિયલ મીડિયા પર વાયરલ થયા Photos
Yuzvendra Chahal And Dhanashree Verma: ટીમ ઇન્ડીયાના જાદુઇ સ્પિનર યુજવેંદ્ર ચહલ (Yuzvendra Chahal) અને ધનશ્રી વર્મા (Dhanashree Verma) ની જોડી અત્યારે ખૂબ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં શરૂ થયેલી છુટાછેડાની અફવાઓ બાદ બંને એકસાથે એરપોર્ટ પર જોવા મળ્યા. જોકે ધનશ્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ચહલનું નામ હટાવી દીધું હતું. તેને જોઇને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કપલ વચ્ચે બરોબર ચાલી રહ્યું નથી.
યુજવેંદ્ર ચહલ (Yuzvendra Chahal) અને ધનશ્રી વર્મા (Dhanashree Verma) મુંબઇ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા. ધનશ્રી વર્મા પોતાના પતિ યુજવેન્દ્ર ચહલને એરપોર્ટ પર છોડવા પહોંચી હતી.
યુજવેંદ્ર ચહલ (Yuzvendra Chahal) એશિયા કપ 2022 માં ટીમ ઇન્ડીયાનો ભાગ છે. યુજવેંદ્ર ચહલ આ ટૂર્નામેન્ટ માટે દુબઇ રવાના થયા છે. આ દરમિયાન ધનશ્રી વર્માએ યુજવેન્દ્ર ચહલને બધા સામે ગળે લગાવ્યો.
યુજવેંદ્ર ચહલ (Yuzvendra Chahal) અને ધનશ્રી વર્મા (Dhanashree Verma) ના અલગ થવાની અફવાઓ બાદ બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી સફાઇ આપી હતી.
ધનશ્રી વર્મા (Dhanashree Verma) એ તાજેતરમાં એક ઇંસ્ટાગ્રામ રીલ શેર કરી હતી. જેમાં બંને સાથે જોવા મળ્યા. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
એશિયલા કપ 2022 (Asia Cup 2022) માં ટીમ ઇન્ડીયા પોતાની પહેલી મેચ પાકિસ્તાન (IND vs PAK) ના વિરૂદ્ધ 28 ઓગસ્ટ રમશે. યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) આ મેચની પ્લેઇંગ 11 માં સમેલ થવાનો મોટો દાવેદાર છે.
Trending Photos