Relationship Tips: સ્ત્રીની 6 આદતો પતિને બનાવે છે લફરાબાજ, પરસ્ત્રીના પ્રેમમાં પુરુષ થઈ જાય લટુડો પટુડો

Relationship Tips: પત્નીની છ આદતોના કારણે પતિ બેવફા થઈ જતા હોય છે. સ્ત્રીની કેટલીક આદતોથી કંટાળીને ઘણી વખત પુરુષ પરસ્ત્રી તરફ આકર્ષિત થાય છે અને તેની સાથે સંબંધ બનાવે છે. તો ચાલો તમને પણ જણાવીએ એવી છ આદતો વિશે જે પતિને બેવફા બનાવી શકે છે. 

Relationship Tips: સ્ત્રીની 6 આદતો પતિને બનાવે છે લફરાબાજ, પરસ્ત્રીના પ્રેમમાં પુરુષ થઈ જાય લટુડો પટુડો

Relationship Tips: લગ્ન એક પવિત્ર બંધન છે. પરંતુ આ પવિત્ર બંધન તારતાર ત્યારે થઈ જાય જ્યારે પતિ કે પત્નીના જીવનમાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય. છેલ્લા કેટલાક સમયથી લગ્નમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરની ઘટનાઓ વધતી જાય છે. આ એક ભૂલ લગ્ન તૂટવાનું કારણ પણ બની શકે છે. જે કે મોટાભાગના કેસમાં પતિ પોતાની પત્ની સાથે બેવફાઈ કરે છે અને પરસ્ત્રીના પ્રેમમાં પડે છે. જોકે રિસર્ચ અનુસાર આવું થવા પાછળ ઘણી વખત પત્નીની જ છ આદતો જવાબદાર હોય છે. પત્નીની છ આદતોના કારણે પતિ બેવફા થઈ જતા હોય છે. સ્ત્રીની કેટલીક આદતોથી કંટાળીને ઘણી વખત પુરુષ પરસ્ત્રી તરફ આકર્ષિત થાય છે અને તેની સાથે સંબંધ બનાવે છે. તો ચાલો તમને પણ જણાવીએ એવી છ આદતો વિશે જે પતિને બેવફા બનાવી શકે છે. 

પતિ સાથે દરેક વાતમાં આર્ગ્યુમેન્ટ

લગ્ન જીવનમાં પતિ પત્ની વચ્ચે ક્યારેક ક્યારેક અનબન થાય તે સામાન્ય વાત છે. પરંતુ પત્ની જો દરેક વાતમાં પતિ સાથે આર્ગ્યુમેન્ટ કરે તો પતિને લાગે છે કે પત્નીના જીવનમાં તેનું મહત્વ નથી અને પત્ની તેની કોઈ વાત માનતી નથી. આવી સ્થિતિમાં પતિ બહાર કોઈ મહિલા તરફ ઝડપથી આકર્ષિત થઈ શકે છે.

પતિને અપશબ્દ કહેવા

પતિ પત્ની વચ્ચે જ્યારે ઝઘડો થાય ત્યારે ગુસ્સામાં ઘણી વખત અપશબ્દો બોલાઈ જતા હોય છે. પરંતુ જો પત્ની વારંવાર કારણે વિના પતિને અપશબ્દ કહેતી હોય તો આ એક ખોટી આદત છે. આ આદતના કારણે પતિ અપમાનિત અનુભવ કરે છે અને જે પતિ પત્ની વચ્ચે અંતર આવવાનું કારણ પણ બની શકે છે.

પતિની દરેક વાતને ના કહી દેવી

એક વાતને લઈને પતિ અને પત્ની બંનેનો મંતવ્ય અલગ અલગ હોઈ શકે છે. પરંતુ જ્યારે પતિ પત્ની સમક્ષ પોતાનો મત વ્યક્ત કરે અને પત્ની કંઈ જ વિચાર્યા વિના તેને ના જ કહી દે તો પતિને લાગે છે કે તેની વાતનું કોઈ મહત્વ નથી. અને આવું જો વારંવાર થતું હોય તો પતિ ગુસ્સા અને નિરાશાના કારણે પરસ્ત્રી તરફ આકર્ષિત થાય છે.

પિયરના લોકો સામે પતિનું અપમાન

પોતાના પિયરના લોકોની સામે પતિને અપમાનિત કરવાથી લગ્નજીવન જોખમમાં મુકાઈ શકે છે. જે પત્ની વારંવાર આવું કરે છે તેના પતિને લાગે છે કે પત્ની તેને નીચું દેખાડવાનો જ પ્રયત્ન કરે છે અને પરિવારમાં તેનો કોઈ સન્માન નથી આવી સ્થિતિમાં પત્નીથી પતિ ઝડપથી દૂર થાય છે અને પરસ્ત્રીની નજીક જાય છે.

સાસુ સસરા સાથે ઝઘડો

પતિની સાથે તેના માતા પિતા પણ સ્ત્રીના પરિવારના સભ્યો બની જાય છે. આવી સ્થિતિમાં દરેક પુરુષ ઈચ્છે છે કે તેની પત્ની તેના માતા પિતાનું પણ સન્માન કરે પરંતુ જો તેની પત્ની તેના માતા પિતા સાથે કારણ વિના ઝઘડો કરે તો પતિને આ વાત પસંદ આવતી નથી અને તે ધીરે ધીરે પત્નીથી દૂર થઈ જાય છે.

પતિ સાથે સમય પસાર ન કરવો

લગ્નજીવન સારી રીતે ચાલે તે માટે જરૂરી છે કે પતિ પત્ની એકબીજાને પૂરતો સમય આપે. આ સમય દરમિયાન બંને એકબીજાને સારી રીતે સમજે છે પરંતુ જો પતિ પાસે આવે અને પત્ની પતિને સમય ન આપે તો પ્રેમ અને હુંફ મેળવવા માટે પતિ પરસ્ત્રી તરફ આકર્ષિત થઈ જાય છે..

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news