Badrinath Dham 2023: વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર, મોટી સંખ્યામાં ભક્તો કરશે દર્શન

Badrinath Dham 2023: યમનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાના દિવસે એટલે કે 22 એપ્રિલ 2023 ના રોજ ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે ખુલ્યા છે. જ્યારે આજે બદ્રીનાથ ધામના દ્વાર પણ ભક્તો માટે ખુલી ચુક્યા છે.

Badrinath Dham 2023: વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે ખુલ્યા બદ્રીનાથ ધામના દ્વાર, મોટી સંખ્યામાં ભક્તો કરશે દર્શન

Badrinath Dham 2023: ઉત્તરાખંડમાં યમનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલી ચૂક્યા છે. ચાર ધામમાંથી એક અને મુખ્ય ગણાતા બદ્રીનાથ ધામના કપાટ આજે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. આજે સવારે વૈદિક મંત્રોચ્ચાર અને ફૂલોની વરસાદ સાથે બદ્રીનાથ ધામના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા છે. આ સાથે જ ચારધામ યાત્રા 2023નો વિધિ વિધાનથી પ્રારંભ થયો છે. 

બદ્રીનાથ ધામમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ધામમાં કેટલાક નવા ફેરફાર કરવામાં આવ્યા છે. તેના માસ્ટર પ્લાન અંતર્ગત જૂની ધર્મશાળાઓ અને અન્ય ભવનને તોડીને નવું બાંધકામ કરવામાં આવશે. બદ્રીનાથ મંદિર પાસેની 30 મીટરની જગ્યા માંથી બધા જ નિર્માણ હટાવી દેવામાં આવશે. સાથે જ અલખનંદા ના કિનારે કિનારે આસ્થા પથનું નિર્માણ કરવામાં આવશે. નદીની સામે રિવરફ્રન્ટ નું નિર્માણ પણ થશે. આ બધા જ ફેરફાર માટે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે જેના કારણે આ વર્ષે શ્રદ્ધાળુઓને બદ્રીનાથ ધામમાં ઘણા બધા ફેરફાર જોવા મળશે. 

આ પણ વાંચો:

બદ્રીનાથ યાત્રા વિશે ચમોલી જિલ્લાના એસપી ડોભાલે જણાવ્યું હતું કે, આ વર્ષની યાત્રા પોલીસ તંત્ર માટે પણ પડકાર સમાન છે. કેદારનાથ ધામમાં જે રીતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે તેવામાં બદલી નાથ ધામમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે તેવી સંભાવના છે. યાત્રા પહેલા તમામ પોલીસ કર્મચારીઓને બ્રીફ કરી દેવામાં આવ્યા છે કે શ્રદ્ધાળુઓ સાથે કેવું વર્તન કરવું અને યાત્રા માટે તેમને કેવી રીતે ગાઈડ કરવા. જેથી બદ્રીનાથ આવનાર શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન થાય.  

મહત્વનું છે કે યમનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાના દિવસે એટલે કે 22 એપ્રિલ 2023 ના રોજ ખોલવામાં આવ્યા છે. જ્યારે કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલે ખુલ્યા છે. ચાર ધામમાંથી આ ત્રણ ધામના કપાટ ખુલવા પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. તેવામાં આજે બદ્રીનાથ ધામમાં પણ દર્શન ખુલી રહ્યા છે તેવામાં અહીં પણ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળે તેવી સંભાવના છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news