Ketu Transit 2023: કેતુ ચાલશે ઉલ્ટી ચાલ, આ રાશિના જાતકો થઈ જશે માલામાલ

આ વર્ષે ઓક્ટોબર મહિનામાં કેતુ પોતાની ચાલમાં પરિવર્તન કરશે. તુલા રાશિમાં 30 ઓક્ટોબરના દિવસે કેતુ વક્રી ચાલમાં પ્રવેશ કરશે. કેતુનું આ ગોચર કેટલાક જાતકો માટે ભાગ્યશાળી માનવામાં આવી રહ્યું છે. 

Ketu Transit 2023: કેતુ ચાલશે ઉલ્ટી ચાલ, આ રાશિના જાતકો થઈ જશે માલામાલ

Ketu Transit 2023: જ્યોતિષ વિદ્યા અનુસાર જ્યારે કુંડળીમાં કેતુની અશુભ સ્થિતિ ચાલી રહી હોય તો જીવન ખુબ કષ્ટકારી થઈ જાય છે. તો સુભ સ્થિતિમાં કેતુ આકસ્મિક ભાગ્યોદયનું કારણ બને છે. તો આ વર્ષે ઓક્ટોબર મહિનામાં કેતુ પોતાની ચાલ બદલશે. તુલા રાશિમાં 30 ઓક્ટોબરના દિવસે કેતુ વક્રી ચાલમાં પ્રવેશ કરશે. કેતુનું આ ગોચર કેટલાક જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યું છે. 

મકર રાશિ
તુલા રાશિમાં કેતુની વક્રી ચાલ મકર રાશિના લોક માટે ખુબ શુભ માનવામાં આવી રહી છે. આ રાશિના લોકોને કરિયરમાં સફળતા મળશે. આવકના નવા માર્ગ ખુલશે. પરિવારના સભ્યો અને મિત્રોનો સહયોગ મળશે. વેપારમાં નફાનો યોગ પણ બની રહ્યો છે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. 

ધન રાશિ
ધન રાશિના લોકો માટે કેતુનું આ ગોચર ફાયદાકારક સાબિત થશે. કેતુની વક્રી ચાલ આ રાશિના જાતકો માટે ધન લાભનું કારણ બનશે. વેપારમાં અપાર સફળતા મળશે. સ્વાસ્થ્યમાં સુધાર પણ થશે. કોઈ વિશેષ યાત્રા પર જવાની સંભાવના બની રહી છે. 

સિંહ રાશિ
તુલા રાશિમાં કેતુનું ગોચર સિંહ રાશિના લોકો માટે શુભદાયક રહેશે. આ સમયે કોઈ વિશેષ પ્રોજેક્ટમાં રોકાણ કરવુ તમારા માટે સારૂ સાબિત થઈ શકે છે. વેપારની સ્થિતિ સારી રહેશે. ધનનું આગમન થશે. જીવનસાથીનો સાથ મળશે. સમાજમાં માન-સન્માન વધશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news