Astrology: જન્મનો મહિનો પણ નક્કી કરે છે મહિલાઓનો સ્વભાવ, જાણો પત્નીના ગુસ્સાનું શું છે રાઝ
Women Nature: મહિલાઓનો સ્વભાવ ક્યા સમયે કેવો હશે. તે વાત તો પરિસ્થિતિઓ નક્કી કરે છે, પરંતુ શાસ્ત્રોનું કહેવું છે કે કોઈ મહિલાનો સ્વભાવ તે વાતથી નક્કી થાય છે કે તેનો જન્મ ક્યા મહિનામાં થયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Latest Astrology Interesting News: હંમેશા તેમ કહેવામાં આવે છે કે મહિલાઓનો સ્વભાવ તો ભગવાન પણ જાણી શક્યા નથી, તો મનુષ્ય શું વસ્તુ છે. તેને સમજી શકવી મોટા-મોટા મહાપુરૂષો માટે પણ સરળ કામ નથી. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કોઈ મહિલાનો સ્વભાવ તે વાત પર પણ નિર્ભર કરે છે કે તેનો જન્મ ક્યા મહિનામાં થયો છે.
જાન્યુઆરી અને ફેબ્રુઆરી
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જન્મેલી મહિલાઓ ખુબસુરત હોય છે. તેની આંખો સુંદર હોય છે. તે સ્વભાવથી હસમુખ તથા સર્વગુણ સંપન્ન હોય છે. તે શાંત અને કોમળ સ્વભાવની હોય છે અને તેને આરામ કરવો ખુબ પસંદ હોય છે. તેથી લોકો તેને આળસુ સમજે છે. આ સ્વભાવની મહિલાઓના વૈવાહિક જીવનમાં ખુબ મતભેદ હોય છે. પરંતુ તે પોતાના પરિવારની સેવા કરવા માટે હંમેશા આગળ રહે છે. તેને લોકો સાથે હળવુ-મળવું પણ પસંદ હોય છે.
માર્ચ અને એપ્રિલ
જેનો જન્મ માર્ચ અને એપ્રિલમાં થયો હોય તે લોકો સાથે હંમેશા મીઠુ હોલે છે. તે ખુબ સંસ્કારી અને વ્યાવહારમાં કુશળ પણ હોય છે. તેના મનમાં કોઈ ભેદ હોતો નથી. તે મહિલાઓ પોતાના મનમાં કંઈ રાખતી નથી પરંતુ સાચુ અને ખોટુ બધાની સામે બોલી દે છે. તેવું માનવામાં આવે છે કે તે ખુબ ધનવાન હોય છે. ધર્મ-કર્મમાં તેનો વિશ્વાસ વધુ હોય છે. આવી મહિલાઓ બધા સાથે જલદી ભળી જાય છે અને ખુબ ક્રિએટિવ હોય છે.
મે અને જૂન
તેમ માનવામાં આવે છે કે આ મહિનામાં જન્મેલી મહિલાઓ ખુબ ગુસ્સાવાળીહોય છે. તેને નાની-નાની વાતો પર પણ ગુસ્સો આવે છે. તેને ગુસ્સો ભલે વધુ આવે પરંતુ પરિવારમાં તેને ખુબ પ્રેમ મળે છે. તે સ્વભાવની ખુબ ચતુર હોય છે અને કામુક હોય છે. તે ગમે તે વ્યક્તિને પોતાની વાતોથી પ્રભાવિત કરી શકે છે.
જુલાઈ અને ઓગસ્ટ
જુલાઈ અને ઓગસ્ટમાં જન્મેલી મહિલાઓને મહારાણી જેવું સુખ મળે છે. તે સારા ગુણોથી સંપન્ન હોય છે. તેમ કહેવામાં આવે છે કે તે બધા ગુણોથી ભરેલી હોય છે. આ કારણે તેને દરેક જગ્યાએ સન્માન પ્રાપ્ત થાય છે. તે અનુશાસનને પસંદ કરે છે અને તેનામાં ખુબ ધીરજ પણ હોય છે.
સપ્ટેમ્બર અને ઓક્ટોબર
જે મહિલાઓ આ મહિનામાં જન્મી હોય છે, તેમ માનવામાં આવે છે કે તે પોતાના હાથમાં પોતાનું ભાગ્ય લઈને આવે છે. તે મહેનત કરવામાં પાછળ હટતી નથી અને તે પોતાના કામમાં હોશિંયાર હોય છે. તે પોતાના પરિવારને ખુબ પ્રેમ કરે છે અને બધાનો ખ્યાલ રાખે છે. પરિવારની આગળ તે પોતાની ભાવના દબાવીને રાખે છે.
નવેમ્બર અને ડિસેમ્બર
આ મહિનામાં જન્મેલી મહિલાઓ કોઈપણ વાતથી જલદી ડરી જાય છે. આ સ્વભાવમાં શંકા કરનારી હોય છે. કોઈ કામને લઈને તેની બેદરકારી પણ વધુ હોય છે, તેનો મૂડ અન્ય કરતા અલગ હોય છે. તેમાં એક ખાસિયત હોય છે કે આ મહિલાઓ પૈસાની બચતના મામલામાં ખુબ સારી હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી વાત સામાન્ય એસ્ટ્રોલોજી પ્રમાણે છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે