Shani Dosh: કુંડળીમાં શનિ નબળો હોય તો જીવનમાં આવે આવી સમસ્યાઓ, જાણો શનિ ગ્રહને મજબૂત કરવા શું કરવું ?
Shani Dosh Upay: જો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો વ્યક્તિને ખરાબ આદતો લાગી જાય છે. શનિ ગ્રહ નબળો હોય તેવા વ્યક્તિને વારંવાર ગુસ્સો આવે છે. આવા લોકોના પરિવાર સાથે સંબંધ સારા નથી રહેતા. કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો વ્યક્તિને નોકરી અને વેપારમાં સફળ થવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડે છે.
Trending Photos
Shani Dosh Upay: ગ્રહોની સ્થિતિ દરેક વ્યક્તિના જીવન પર અસર કરે છે. જો કુંડળીમાં ગ્રહોની સ્થિતિ શુભ હોય તો વ્યક્તિ જીવનમાં સફળ થાય છે અને અઢળક ધન પણ કમાય છે. પરંતુ જો ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યા પણ ગ્રહ પ્રમાણે અલગ અલગ હોય છે. જેમ કે જો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય કે ક્રૂર હોય તો તેના અશુભ પ્રભાવથી વ્યક્તિના જીવનમાં અનેક કષ્ટ આવે છે.
જો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો વ્યક્તિને ખરાબ આદતો લાગી જાય છે. શનિ ગ્રહ નબળો હોય તેવા વ્યક્તિને વારંવાર ગુસ્સો આવે છે. આવા લોકોના પરિવાર સાથે સંબંધ સારા નથી રહેતા. કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો વ્યક્તિને નોકરી અને વેપારમાં સફળ થવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડે છે.
કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોવાના લક્ષણ
- જો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો વ્યક્તિને ક્રોધ વધારે આવે છે અને તે માનસિક રીતે પ્રેશરમાં રહે છે.
- શનિ ગ્રહ કુંડળીમાં નબળો હોય તો વ્યક્તિને પરિવારના લોકો સાથે પણ બનતું નથી અને લડાઈ ઝઘડા થાય છે.
- જે વ્યક્તિની કુંડળીમાં શનિ નબળો હોય તે વારંવાર બીમાર પડે છે.
શનિના ખરાબ પ્રભાવથી બચવાના ઉપાય
જો કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય અને જીવનમાં આ પ્રકારની સમસ્યાઓ આવતી હોય તો તે વ્યક્તિએ દર શનિવારે શનિદેવને તેલ ચઢાવવું જોઈએ. આ સિવાય શનિવારે જરૂરિયાત મંદ વ્યક્તિને કાળા કપડાનું દાન કરવું જોઈએ. શનિ દોષથી મુક્તિ મેળવવી હોય તો ઘરના આંગણામાં પાનના પત્તામાં લવિંગ રાખીને તેને સળગાવી દો. શનિવારે આ ઉપાય કરવાથી પણ શનિના પ્રકોપથી છુટકારો મળે છે
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે