Surya Grahan 2023: 20 એપ્રિલે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ સમય દરમ્યાન આ ભૂલોથી રહેજો સાવધાન

Surya Grahan 2023: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલે થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ મેષ રાશિમાં થશે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ માનવ જીવન પર તેની અસર પડશે. ચાલો જાણીએ સૂર્યગ્રહણ સમયે કઈ ભૂલોનું ધ્યાન રાખવું જોઈએ.

Surya Grahan 2023: 20 એપ્રિલે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ સમય દરમ્યાન આ ભૂલોથી રહેજો સાવધાન

Surya Grahan 2023: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023, ગુરુવારે થવા જઈ રહ્યું છે. સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, જે સૂર્યની દ્રષ્ટિને સંપૂર્ણ અથવા આંશિક રીતે અવરોધે છે. આ વખતે સૂર્યગ્રહણ મેષ રાશિમાં થશે. આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ બની રહેશે કારણ કે 19 વર્ષ બાદ મેષ રાશિમાં સૂર્યગ્રહણ થવાનું છે. 

20 એપ્રિલે સૂર્યગ્રહણ દક્ષિણ પેસિફિક મહાસાગરના દેશો જેવા કે ચીન, અમેરિકા, માઇક્રોનેશિયા, મલેશિયા, ફિજી, જાપાન, સમોઆ, સોલોમન, બ્રુનેઇ, સિંગાપોર, થાઇલેન્ડ, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વિયેતનામ, તાઇવાન, જેવા દેશોમાં દેખાશે. દક્ષિણ હિંદ મહાસાગરમાં પપુઆ ન્યુ ગિની, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સમાં પણ દેખાશે. ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ આ દેશોમાં સવારે 07.05 થી બપોરે 12.39 સુધી રહેશે. આ સૂર્યગ્રહણ અશ્વિની નક્ષત્રમાં થશે, જે કેતુનું નક્ષત્ર છે.

સૂર્યગ્રહણનો વૈજ્ઞાનિક અર્થ
સૂર્યગ્રહણ એક ભૌગોલિક ઘટના છે જે ક્યારેક આંખોથી જોઈ શકાતી નથી. વાસ્તવમાં પૃથ્વી સહિત અનેક ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરે છે. પરંતુ કેટલીકવાર એવી સ્થિતિ બને છે કે ચંદ્ર વચ્ચે આવવાને કારણે સૂર્યપ્રકાશ સીધો પૃથ્વી સુધી પહોંચતો નથી. આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

સૂર્યગ્રહણ દરમિયાન ખાવા-પીવા પર શા માટે પ્રતિબંધ છે?
ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યગ્રહણ દરમિયાન કંઈપણ ન ખાવું જોઈએ. સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સૂર્યગ્રહણ સમયે ભોજન કરવાથી તમામ પુણ્ય અને કર્મો નાશ પામે છે.

સૂર્યગ્રહણ વખતે શું ન કરવું?
1. ગ્રહણ દરમિયાન, વ્યક્તિએ નિર્જન સ્થાન અથવા સ્મશાન પર એકલા ન જવું જોઈએ. વાસ્તવમાં આ સમય દરમિયાન નકારાત્મક શક્તિઓનું વર્ચસ્વ રહે છે.
2. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણના સમયે સૂવું ન જોઈએ અને સોયમાં દોરો ન નાખવો જોઈએ.
3. આ સિવાય ગ્રહણ દરમિયાન મુસાફરી કરવાનું પણ ટાળવું જોઈએ અને શારીરિક સંબંધો બનાવવાની પણ મનાઈ છે.

સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું
1. સૂર્યગ્રહણ પછી ગંગાના પાણીથી સ્નાન કરો. આખા ઘર અને દેવતાઓને પવિત્ર કરો.
2. ગ્રહણ દરમિયાન સીધા સૂર્ય તરફ જોવાનું ટાળો.
3. ગ્રહણ દરમિયાન બહાર જવાનું ટાળો. એ પણ ધ્યાનમાં રાખો કે તમે કોઈ ખોટું કામ ન કરો.
4. ગ્રહણ પછી હનુમાનજીની પૂજા કરો.

સૂર્યગ્રહણનો સમયગાળો
આ ગ્રહણ સવારે 7.4 થી શરૂ થશે અને બપોરે 12.29 કલાકે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણનો સમયગાળો 5 કલાક 24 મિનિટનો રહેશે. આ ગ્રહણને સુતક સમયગાળો માનવામાં આવશે નહીં. પરંતુ આ સૂર્યગ્રહણ તમામ રાશિઓને અસર કરશે.

આ પણ વાંચો:
આખરે એવું તે શું રંધાયું? ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ, ખાનગી હોટલમાં બેઠક યોજાઈ
શિમરોન હેટમાયરની તોફાની અડધી સદી, રોમાંચક મેચમાં રાજસ્થાન સામે હાર્યું ગુજરાત
9 કલાકની પૂછપરછ બાદ CBI ઓફિસમાંથી બહાર આવ્યા કેજરીવાલ, બહાર આવીને કહ્યું કે....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news