Surya Grahan 2023: વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ આ રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલ, આપશે કષ્ટ

Surya Grahan 2023 Date: આ વર્ષે 2023માં કુલ 4 ગ્રહણ લાગવાના છે. તેમાં 2 સૂર્ય ગ્રહણ અને 2 ચંદ્ર ગ્રહણ સામેલ છે. વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ આ રાશિઓ માટે ખુબ કષ્ટદાયી રહેવાનું છે. 

Surya Grahan 2023: વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ આ રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલ, આપશે કષ્ટ

નવી દિલ્હીઃ Surya Grahan Bad Effect 2023: દર વર્ષે લાગનાર ગ્રહણોનો પ્રભાવ દરેક 12 રાશિઓના જાતકોના જીવન પર જોવા મળે છે. વર્ષ 2023માં કુલ 4 ગ્રહણ લાગશે. તેમાંથી 2 સૂર્ય ગ્રહણ અને 2 ચંદ્ર ગ્રહણ સામેલ છે. પ્રથમ ગ્રહણ 20 એપ્રિલે થવાનું છે. પ્રથમ સૂર્ય ગ્રહણ ઘણી રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલી વધારશે. નોંધનીય છે કે આ ગ્રહણ સવારે 7 કલાક 4 મિનિટ પર લાગશે અને બપોરે 12 કલાક 9 મિનિટ સુધી રહેશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. પરંતુ આ રાશિના જાતકોના જીવન પર તેની ખરાબ અસર જોવા મળશે. 

સર્ય ગ્રહણનો આ રાશિઓ પર પડશે ખરાબ પ્રભાવ
મેષ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય ગ્રહણ લાગશે તો તે સમયે સૂર્ય મેષ રાશિમાં બિરાજમાન હશે. તેવામાં આ રાશિના લોકોએ કરિયરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોના જીવન પર સૂર્યનો પ્રતિકૂળ પ્રભાવ પડશે. આ દરમિયાન તમારા ઘણા જરૂરી કામ અટકી શકે છે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ હશે. આ સમયમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સૂર્ય ગ્રહણ મેષ રાશિના જાતકોની આર્થિક સમસ્યા વધારી શકે છે. વ્યક્તિએ માનસિક તણાવ સહન કરવો પડી શકે છે. 

સિંહ રાશિ
સૂર્યગ્રહણ આ રાશિના જાતકો દ્વારા કરવામાં આવેલા કામને બગાડશે. આ દરમિયાન આ રાશિના લોકોને ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ નહીં પડે. પરંતુ બાદમાં પરિસ્થિતિ તેમના અનુસાર રહેશે.

કન્યા રાશિ
તમને જણાવી દઈએ કે કન્યા રાશિના જાતકોની કુંડળીના 8મા ઘરમાં સૂર્યગ્રહણ માનસિક કષ્ટ આપનારું છે. આ દરમિયાન તમારો ગુસ્સો વધશે અને તમારે માથાનો દુખાવોની સમસ્યામાંથી પણ પસાર થવું પડી શકે છે. કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ફાયદાકારક રહેશે. આ દરમિયાન વાણી પર નિયંત્રણ રાખો નહીંતર સમસ્યા વધી શકે છે. કોઈપણ યાત્રા નુકસાન પહોંચાડી શકે છે. શત્રુઓ વધશે.

વૃશ્ચિક રાશિ
તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિના છઠ્ઠા ભાવમાં થવાનું છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ દુશ્મનોથી સાવધાન રહેવું જોઈએ. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. અકસ્માત થવાની ભીતિ છે. તેથી લાંબા અંતરની મુસાફરી ટાળો. વાહન ચલાવતી વખતે થોડી કાળજી રાખો.

મકર રાશિ
જ્યોતિષ અનુસાર મકર રાશિના જાતકોની કુંડળીના ચોથા ભાવમાં સૂર્ય ગ્રહણ માતાના સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડશે. આ દરમિયાન ખર્ચ વધવાની સંભાવના છે. અણધાર્યો ખર્ચ બજેટ બગાડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો, બાકી નુકસાન થઈ શકે છે. 
 
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news