RBI Repo Rates: મિડલ ક્લાસ લોકોને મોંઘી લોનમાંથી મળી શકે છે રાહત

RBI Repo Rates: આવતી કાલે એટલે કે 8 ફેબ્રુઆરીએ RBIના ગવર્નર શક્તિકાંત દાસ વ્યાજ દરો અંગે મોટી જાહેરાત કરી શકે છે.

RBI Repo Rates: મિડલ ક્લાસ લોકોને મોંઘી લોનમાંથી મળી શકે છે રાહત

RBI Repo Rates: રિઝર્વ બેંક હાલમાં નાણાકીય સમીક્ષા નીતિ બેઠક યોજી રહી છે. આવતી કાલે એટલે કે 8 ફેબ્રુઆરીએ RBIના ગવર્નર શક્તિકાંત દાસ વ્યાજ દરો અંગે ચુકાદો આપી શકે છે. રિઝર્વ બેંક વ્યાજ દરો અંગે કાલે મોટી જાહેરાત કરી શકે છે. એક્સપર્ટના અનુસાર આ વખતે પણ 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. તે જ સમયે SBIના અર્થશાસ્ત્રીઓને આશા છે કે આ વખતે નાણાંકીય નીતિ સમીક્ષા બેઠકમાં નીતિ દરોમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. 

 આ અંગે સેન્ટ્રલ બેંક નિર્ણય કરશે જાહેર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું કે હતું કે મધ્યસ્થ બેંકની 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટી તે પોલીસી અંગે ઉદાર વલણ પાછું ખેંચવાનો વિચાર જાળવી શકે છે. RBI ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક શરૂ થઈ છે. અને આવતી કાલે મોનેટરી પોલિસી જાહેર કરવામાં આવશે. 
 
 2.25 ટકાનો વ્યાજ દરમાં વધારો થયો છે. 

 RBIએ ફુગાવાને કાબૂમાં લેવા માટે ગયા વર્ષના મે મહિનાથી રેપો રેટમાં કુલ 2.25 ટકાનો વધારો કર્યો છે. આ વધારો મુખ્યત્વે રશિયા -યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક પુરવઠા  શૃંખલામાં વિક્ષેપને કારણે થયો હતો. વર્ષ 2022માં સરકારે રેપો રેટમાં સતત 5 વખત વધારો કર્યો છે. આમાં છેલ્લો વધારો ડિસેમ્બર 2022માં જોવા મળ્યો હતો. 

 અત્યારે 6.25 ટકા પર છે રેપો રેટ

ધ ઈકોનોમિસ્ટના અનુસાર માર્ચ 2023માં ફુગાવાનો દર 5 ટકા સુધી લાવવો પડશે. તે જ સમયે એપ્રિલમાં તેને 4.2 ટકા સુધી લઈ જવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે સરકાર નાણાંકીય નીતિની બેઠકમાં રેપો રેટમાં ફેરફાર કરશે નહીં . હાલમાં રેપો રેટ 6.5 ટકા છે. SBIના અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું કે નાણાંકીય વર્ષ 2023-24માં સરકારી સિક્યોરિટીઝની માગ અને પુરવઠામાં રૂપિયા 2 લાખ કરોડનો તફાવત હોવો જોઈએ. અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તફાવતને ઓછો કરવામાં આવશે . જેથી માગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન ખોરવાઈ નહીં.  
 
જાણો શું છે રેપો રેટ 

તમને જણાવી દઈએ કે બેંક તેની લોનના દરો માત્ર રેપો રેટના દરથી નક્કી કરે છે. જો તેના દરો વધશે તો હોન લોન, પર્સનલ લોન, ઓટો લોન જેવી તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news