Amazon Warehouse In Canada, 5 Gujaratis Arrested: કેનેડાના અજેક્સમાં એમેઝોન વેરહાઉસમાંથી 16 કરોડની ચોરીના કેસમાં 5 ગુજરાતીઓની ધરપકડકેનેડાના ઓન્ટારિયો પ્રાંતના અજેક્સ શહેરમાં આવેલા એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી બે વર્ષમાં અંદાજે 2 મિલિયન કેનેડિયન ડોલર (લગભગ 16 કરોડ)નો માલ ચોરી થયો હતો. આ ચોરીમાં એમેઝોનના બે કર્મચારીઓ સીધા સામેલ હતા, જેમણે અન્ય ત્રણ વ્યક્તિઓની મદદથી માલ ચોરીને વેચ્યો હતો.
Ahmedabad, Air India plane crashes: મેઘાણીનગર વિસ્તારમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્તની ઘટના બની છે. IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ દુર્ઘટનાને પગલે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાના વીડિયો સામે આવી રહ્યાં છે.
Ahmedabad Airport Air India Passenger Plane Crash Live Updated: અમદવાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં એક વિમાન તૂટી પડ્યું છે. અદાણી એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયેલ છે તેવી પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. શહેરના મેઘાણીનગરમાં IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળતા ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
અદાણી એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયેલ છે તેવી પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. શહેરના મેઘાણીનગરમાં IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.
Vadodara News: વડોદરાનાગોત્રી હોસ્પિટલમાં 65 વર્ષીય વૃદ્ધના અન્નનળીમાંથી સફળતાપૂર્વક કેરીનો ગોટલોદૂર કરાયો હતો.
International Women Day:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આગામી 8 માર્ચના રોજ નવસારી ખાતે યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’. વડાપ્રધાનના હસ્તે 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે. અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ
ગુજરાત સરકાર માટે વર્ષ 2024નું વર્ષ કેવું રહ્યું? તેના પર એક નજર કરીએ તો કહી શકાય કે રાજ્ય સરકારને વર્ષ 2024 ફળ્યું નથી. જી હા... રાજ્યમાં અનેક કૌભાંડ અને મોટા કાંડોને કારણે સરકારને બદનામી વહોરવાના દિવસો જોવા પડ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને નકલી ED ટીમનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા.
સુરત લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા સુરતના લાલગેટ પોલીસ મથકમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અને તેના પુત્રને રૂપિયા 8,000 ની લાંચ લેતા સુરત લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
તમે જે દિવો જોઈ રહ્યા છો, તેનું વજન 1100 કિલો છે. સ્ટીલનો આ દીવો વડોદરાના એક રામભક્ત અરવિંદ પટેલે તૈયાર કર્યો છે. 9 ફૂટથી વધુ ઉંચો અને 8 ફૂટ પહોળો દીવો પોતાનામાં એક અજાયબી છે. આનાથી મોટો દિવો તમે કદાચ પહેલા ક્યારેય નહીં જોયો હોય.
બુરહાન પઠાણ/ આણંદ: ગુજરાતના કચ્છ અને રાજસ્થાનનાં રણ પ્રદેશમાં પાણીની મુખ્ય સમસ્યા રહેલી છે. પીવાના પાણી અને ખેતી માટે સિંચાઈનાં પાણીની મુખ્ય સમસ્યાને લઈને રણ પ્રદેશમાં ઝાકળ દ્વારા પાણી એકત્ર કરવાનો અનોખો આઈડિયા આણંદનાં વલાસણ ખાતે યોજાયેલા વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૭ મું અંગદાન, બ્રેઇન ડેડ રાજારામ જયસ્વાલના અંગદાનથી ત્રણને નવજીવન મળશે, બે કિડની અને એક લીવરનું દાન મળ્યુ છે સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે.
રાજ્ય સરકારની કડક સુચના બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કુલ 24 જેટલા સ્પા અને મસાજ સેન્ટર માં પોલીસ કમિશનરના જાહેરનામાના બદલ ફરિયાદ ફરિયાદ નોંધાઇ છે.
નેશનલ એજયુકેશન પોલીસી અને યુજીસીની ગાઈડલાઈન અનુસાર શૈક્ષણિક અને ઔધોગિક સંસ્થાના સમન્વયથી નવા અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી તાલીમ આપવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે.
આરોપી વિજય અમદાવાદના મેમનગર પાસે આવેલ ગોપાલ નગરમાં રહે છે. જ્યારે આરોપી રાજકુમાર ઉર્ફે લાલો મૂળ રાજસ્થાન નો રહેવાસી છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે.
પ્રકાશ પટેલ કૃષ્ણનગર સોસાયટીમાં જય અંબે નાસ્તા સેન્ટર નામની દુકાન ધરાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. વેલેન્ટાઇડ ડે ના દિવસે નવાવાડજના ભરવાડ વાસમાં રહેતો રણજીત ભરવાડ પ્રકાશ પટેલની નાસ્તાની દુકાન પર આવ્યો હતો..
ઝી બ્યુરો/અમદાવાદ: એક તરફ છેલ્લા દોઢ મહીનામાં ગુજરાતમાં 15 કરતા વધુ નગરપાલીકા દ્વારા સ્ટ્રીટ લાઇટ સહીતના વીજ બીલ ભરવામાં ન આવતા રાજ્ય સરકારના આદેશ મુજબ વિવિધ વીજ કંપનીઓ દ્વારા તે પાલીકાના વીજ કનેક્શન કાંપી નાંખવામાં આવ્યા હતા. અને તેનુ મોટુ કારણ હતુ, તમામ પાલીકાઓ દ્વારા વીજ વપરાશ અને તેના બીલ ભરવા મામલે કોઇજ આયોજન ન કરવુ. પરંતુ મેગાસીટી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે કેટલાય વર્ષો પહેલા ભવિષ્યનુ આયોજન કરી દેવાયુ હોવાથી અત્યાર સુધી એએમસીએ 132 કરોડ કરતા વધુની વીજ બિલ રૂપી બચત કરી છે.