બોક્સિંગ ડે ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાન ટીમમાં 7 વર્ષના ખેલાડીનો સમાવેશ, બનાવાયો વાઇસ કેપ્ટન

ઉલ્લેખનીય છે કે, આર્ચી નાની ઉંમરમાં અનેક મુશ્કેલીનો સામનો કરી ચુક્યો છે. તેને ત્રણ વર્ષની ઉંમરે દિલની એક બીમારી થઈ હતી.

 બોક્સિંગ ડે ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાન ટીમમાં 7 વર્ષના ખેલાડીનો સમાવેશ, બનાવાયો વાઇસ કેપ્ટન

નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા બોક્સિંગ ડે પર ટેસ્ટ સિરીઝનો ત્રીજો મેચ રમશે. આ મુકાબલો ઘણી રીતે ખાસ થવાનો છે. જ્યાં ક્રિસમસની તક ખેલાડીઓ જશ્ન મનાવશે. તો દર્શકો મેચનો આનંદ માણશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમનો એક ખેલાડી આકર્ષણનું કેન્દ્ર હશે. ટીમમાં 7 વર્ષના એક ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે. આર્ચી શિલર નામનો આ ખેલાડી આ મેચમાં વાઇસ કેપ્ટનની ભૂમિકા નિભાવશે. તેણે નેટ્સમાં ખેલાડીઓની સાથે પ્રેક્ટિસ પણ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, આર્ચી નાની ઉંમરમાં અનેક મુશ્કેલીનો સામનો કરી ચુક્યો છે. તેને ત્રણ વર્ષની ઉંમરે દિલની એક બીમારી થઈ હતી. તેનો ખ્યાલ આવતા તેને દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ન્યૂરિઉટ્પાથી મેલબોર્ન લાવવામાં આવ્યો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી. આ ઓપરેશન સાત કલાક કરતા વધુ ચાલ્યું હતું. 

— cricket.com.au (@cricketcomau) December 23, 2018

તો છ મહિનાની ઉંમરમાં તેને હ્રદયમાં ફરીથી વાલ અને ધબકારા સંબંધિત સમસ્યા સામે આવી હતી. જેથી આર્ચીને ફરી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ગત ડિસેમ્બરમાં આ સમસ્યા ફરી ઉભી થઈ. તેથી આર્ચીની ત્રીજીવાર ઓપન હાર્ટ સર્જરી કરાવવી પડી. આ દરમિયાન તેનો પરિવાર ડરના માહોલમાં જીવતો હતો. તેને ડર હતો કે, કંઈ ન બનવાનું બને. 

— cricket.com.au (@cricketcomau) December 23, 2018

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ પ્રમાણે આર્ચીનો ઉલ્લેખ કરતા કેપ્ટન ટિમ પેને કહ્યું, નિશ્ચિત રીકે આર્ચી અને તેના પરિવારે મુશ્કેલ સમય જોયો છે. જ્યારે તેમના પિતાને પૂછવામાં આવ્યો કે, તે શું કરવા ઈચ્છે છે, તો તેણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન બનવા ઈચ્છે છે. આવી એક વ્યક્તિનું હોવું અમારી ટીમ માટે ખૂબ પ્રેરણાદાયક છે. બોક્સિંગ ડે પર અમે તેના પર્દાપણને લઈને ખૂબ ઉત્સાહિત છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news