કેરલમાં આર્જેન્ટીનાની હારથી નિરાશ મેસીનો કટ્ટર સમર્થક લાપતા, સુસાઇડ નોટ મળી

આર્જેન્ટીનાની ટીમના સ્ટાર ખેલાડી લિયોનલ મેસીનો એક ફેન એટલો નિરાશ થઈ ગયો કે, તે ઘરમાં સુસાઇડ નોટ મુકીને લાપતા થઈ ગયો છે. 

 

 કેરલમાં આર્જેન્ટીનાની હારથી નિરાશ મેસીનો કટ્ટર સમર્થક લાપતા, સુસાઇડ નોટ મળી

 

કોટ્ટયમઃ આર્જેન્ટીનાના સ્ટાર ફુટબોલર લિયોનલ મેસી ફીફા વિશ્વકપમાં હજુ સુધી સારૂ પ્રદર્શન કરી  શક્યો નથી. તેની ટીમ સતત હારી રહી છે અને મેસીનો જાદૂ ફીફો પડતો જાઈ છે. આની અસર તેના  ફેન્સ પર પણ પડી છે. કેરલના કોટ્ટયમમાં મેસીનો એક ટક્કર સમર્થક ઘરેથી ગાયબ છે. જાણવા મળી  રહ્યું છએ કે, ગુરૂવારે આર્જેન્ટીના અને ક્રોએશિયા વચ્ચે રમાયેલી ફુટબોલ મેચમાં આર્જેન્ટીનાનો કારમો  પરાજય થયા બાદ તે ગાયબ છે. પોલીસને તેના રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ કબજે કરી છે. તેની  શોધખોળ ચાલુ છે. 

પ્રાપ્ત વિગત અનુસાર 30 વર્ષીય ડિનૂ એલેક્સ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટેન્ટ છે. એલેક્સના એક  સંબંધિએ જણાવ્યું, તે ખૂબ શાંત રહેતો માણસ છે. તેના મિત્રો પણ ઓછા છે. પરંતુ તે ફુટબોલનો ખૂબ  મોટો પ્રશંસક છે અમે મેસીનો ફેન છે. 

મેસી પ્રત્યે દીવાનગીનો પૂરાવો એલેક્સના એક પુસ્તકમાંથી મળ્યો છે. તેમાં એલેક્સે લખ્યું છે, મેસી  મારી જિંદગી માત્ર તમારા માટે છે. હું તમને જીત બાદ આ વિશ્વકપ તમારા હાથે ઉપાડતા જોવા ઈચ્છું  છું. 

જાણવા મળ્યું કે, ગુરૂવારે આર્જેન્ટીના અને ક્રોએશિયા વચ્ચે મેચ પહેલા તેણે પોતાના સહકર્મિઓને  દાવો કર્યો હતો કે મેસીના ગોલની સાથે આજે આર્જેન્ટીનાની જીત નક્કી છે. આટલું જ નહીં તે  આર્જેન્ટીનાની જર્સી ખરીદીને ઘરે આવ્યો હતો. ત્યારબાદ ત્યાં પહોંચીને તેણે મેચ નિહાલ્યો. મેચ બાદ  એલેક્સના કેટલાક મિત્રોએ ફોન પર વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફોન બંધ હતો. 

મારા મોત માટે કોઈ જવાબદાર નથી
પ્રાપ્ત વિગત અનુસાર સવારે આશરે 4.30 કલાકે એલેક્સના માતા જાગ્યા તો તેણે એલેક્સને રૂમમાં ન  જોયો. ત્યારબાદ તેમણે તેમના પતિને સૂચના આપી. તેમણે સ્યુસાઇડ નોટ જોઈને પોલીસને જાણ કરી.  સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું, મારા માટે આ વિશ્વમાં જોવા માટે કંઇ વધ્યું નથી. હું જઈ રહ્યો છું... મારા  મોત માટે કોઇ જવાબદાર નથી. 

આર્જેન્ટીનાની હાર બાદ શરમ અનુભવુ છું
પોલીસે સ્યુસાઇડ નોટ સિવાય આર્જેન્ટીના સમર્થક જર્સી અને મેસીની તસ્વીરવાળા કવરની સાથે એક  મોબાઇલ મળ્યો છે. પિતાએ જણાવ્યું કે, તેનો પુત્ર કહેતો હતો કે, આર્જેન્ટીનાની ટીમની હાર બાદ તે  કોઈને સામે આવતા શરમ અનુભવે છે. શોધખોળ દરમિયાન ટીમની સાથે ગયેલા એક ડોગ સ્કોવોડે  ઘરની પાછળ નદી કિનારે દોડ લગાવી. ત્યારબાદ પોલીસ ત્યાં નદીમાં સર્ચ ઓપરેશનમાં લાગી ગઈ  છે. હાલમાં એલેક્સની શોધખોળ ચાલુ છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે, તે તમામ પાસાઓ પર તપાસ  કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news