ચીન જવાના હતા મમતા બેનર્જી, અંતિમ ક્ષણોમાં આ કારણે રદ્દ કર્યો પ્લાન
મમતા બેનર્જી તરફથી સત્તાવાર જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, મહત્વના સમયે ઉચ્ચ સ્તર પર રાજકીય બેઠકોની પુષ્ટિ ન થઈ, જે કારણે યાત્રાને રદ્દ કરી દીધી છે.
Trending Photos
કોલકત્તાઃ આજ (શનિવાર)થી આઠ દિવસના ચીનના પ્રવાસે રવાના થવાના થોડા કલાકો પહેલા જ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ તેને રદ્દ કરી દીધો છે. મમતા બેનર્જી તરફથી સત્તાવાર જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, મહત્વના સમયે ઉચ્ચ સ્તર પર રાજકીય બેઠકોની પુષ્ટિ ન થઈ, જે કારણે યાત્રાને રદ્દ કરી દીધી છે.
મમતાની યાત્રા રદ્દ થવાથી કોલકત્તા સ્થિત ચીનના કોન્સ્યુલેટ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું, અમે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને 22 જૂન, 2018ના બરોપે ચીનના પોતાના પ્રવાસને રદ્દ કરવાની જાહેરાતની નોંધ લીધી છે. તેમાં કહેવામાં આવ્યું, ચીન ભારતની સાથે પોતાના સંબંધો અને ચીની પ્રાંતો તથા ભારતીય રાજ્યો વચ્ચે આદાન પ્રદાનને ખૂબ મહત્વ આપે છે. ચીન મુખ્યપ્રધાનના પ્રવાસની તૈયારી માટે ખૂબ મહેનત કરી રહ્યું હતું.
ચીનમાં શિષ્ટમંડળનું નેતૃત્વ કરવાના હતા મમતા બેનર્જી
ચીનમાં 8 દિવસ માટે આયોજીત થનારી આ બેઠકમાં મમતા બેનર્જી ભારત સરકાર અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય વિભાગ વચ્ચે આદાન પ્રદાન કાર્યક્રમ બેઠળ એક શિષ્ટમંડળનું નેતૃત્વ કરવાના હતા, પરંતુ મહત્વના સમયે વાર્તાની પુષ્ટિ ન થવાને કારણે મમતાએ યાત્રા રદ્દ કરી દીધી છે.
મમતાએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો ગુસ્સો!
મમતાએ ફેસબુક પર લખેલી એક પોસ્ટમાં કહ્યું, આ વર્ષે માર્ચમાં વિદેશ પ્રધાને મને ભલામણ કરી હતી કે હું ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય વિભાગની સાથે ભારત સરકારના આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ એક શિષ્ટમંડળનું નેતૃત્વ પર વિચાર કરું. મુખ્યપ્રધાને કહ્યું કે, તે આ પ્રસ્તાવ પર સમહત થયા અને મેં તેમને (સુષમાને) કહ્યું કે, આમાં આપણા દેશનું હિત જોડાયેલું છે તો, હું જૂન 2018ના અંતિમ સપ્તાહમાં કોઇ સમયે ચીનની યાત્રા કરવા ઈચ્છીશ.
સુષમા સ્વરાજને આપવામાં આવી જાણકારી
પશ્ચિમ બંગાળના નાણા પ્રધાન અમિત મિત્રાએ જણાવ્યું કે, યાત્રા રદ્દ કરવા વિશે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને વિદેશ સચિવ વીકે ગોખલેને જાણકારી આપવામાં આવી છે. સુષમા સ્વરાજ હાલમાં વિદેશમાં છે.
તેમણે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને ભારતમાં ચીનના રાજદૂત વચ્ચે પત્ર વ્યવહારથી એક કાર્યક્રમ નક્કી થયો. મુખ્યપ્રધાને કહ્યું કે, ગઈકાલ સુધી તમામ વસ્તુઓ યોગ્ય હતી. પરંતુ દુર્ભાગ્યને કારણે યોગ્ય સ્તર પર રાજકીય બેઠકોની ખાતરી ન થઈ શકી. મમતાએ કહ્યું, ચીને અમારા રાજદૂતને જણાવ્યું કે, આદાન-પ્રદાન કાર્યક્રમ હેઠળ યોગ્ય સ્તર પર રાજનીતિક બેઠકોની ખાતરી થઈ શકી નથી. જેથી આદાન-પ્રદાન કાર્યક્રમ હેછળ શિષ્ટમંડળની સાથે ચીનની મારી યાત્રાનું કોઈ મહત્વ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે