Asia Cup 2018: ભારત-પાક મેચ માટે લક્ષ્મણ બોલ્યો, શોએબ મલિક થઇ શકે છે ટ્રંપ કાર્ડ

એશિયા કપની શરૂ થવાના હવે બે દિવસ બાકી રહ્યા છે. આ ટૂર્નામેંટમાં ભારતના ઉપરાંત પાકિસ્તાનને પણ પાવરફુલ ટીમ માનવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણએ આવતા અઠવાડીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચ વિષે એક મહત્વનું નિવેદન આપ્યું છે. લક્ષ્મણનું માનવું છે કે પાકિસ્તાની બેટ્સમેન શોએબ મલિક એશિયા કપમાં ભારતની સામે હોવાથી મેચમાં સારુ પ્રદર્શન કરશે.
Asia Cup 2018: ભારત-પાક મેચ માટે લક્ષ્મણ બોલ્યો, શોએબ મલિક થઇ શકે છે ટ્રંપ કાર્ડ

નવી દિલ્હી: એશિયા કપની શરૂ થવાના હવે બે દિવસ બાકી રહ્યા છે. આ ટૂર્નામેંટમાં ભારતના ઉપરાંત પાકિસ્તાનને પણ પાવરફુલ ટીમ માનવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણએ આવતા અઠવાડીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચ વિષે એક મહત્વનું નિવેદન આપ્યું છે. લક્ષ્મણનું માનવું છે કે પાકિસ્તાની બેટ્સમેન શોએબ મલિક એશિયા કપમાં ભારતની સામે હોવાથી મેચમાં સારુ પ્રદર્શન કરશે.

લક્ષ્મણ તેના નિવેદન પાછળનું કારણ જણાવ્યું છે, સ્ટાર સ્પોર્ટ્સે લક્ષ્મણના અહેવાલ પર કહ્યું, ‘‘ હાં, તેમણે ભારતની સામે સારુ પ્રદર્શન કર્યું છે અને તેઓ અનુભવી પણ છે. સ્પિન બોલિંગ માટે તેઓ એક સારા ખેલાડી છે. કેમ કે, મધ્ય ઓવરોમાં ભારત સ્પિનની સાથે આક્રમણ કરવાનું પસંક કરશે. ભારતની પાસે આ સમયે ચહલ અને કુલદીપના રૂપમાં બે સારા સ્પિનર છે. જ્યારે પાકિસ્તાન પાસે ફખર જમાન અને બાબર આજમ પર નિર્ભર છે.’’

આ સાથે તેઓએ કહ્યું કે પાકિસ્તાનને ટૂર્નામેંટમાં સારુ પ્રદર્શન કરવા માટે મલિકને સારી બેટિંગ કરવી પડશે. લક્ષ્મણે કહ્યું, ‘શોએબ મલિક એક એવો ખેલાડી છે જે મખ્ય ભૂમિકા ભજવી શકે છે કેમ કે તેનામાં સ્ટ્રાઇકને રોટેટ અને આરામથી સિંગલ રન લેવાની ક્ષમતા છે.’

સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)માં આયોજીત એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન 19 સપ્ટેમ્બરે દુબઇમાં મેચ રમાવવાની છે. બંને ટીમો અંદાજે એક વર્ષ પછી એક-બીજાની સામે મેચ રમવાના મેદાનમાં ઉતરવાની છે.

ભારત-પાકિસ્તાન મેચને અન્ય મેચોની જેમ જ ગણે છે મલિક
વહીં શોએબ મલિકે ભારત-પાકિસ્તાનની મેચને લઇ બનાતા મહોલ પર વધારે ધ્યાન ન આપતા કહ્યું કે તેના માટે આ મેચ અન્ય મેચોની જેમ જ છે. મલિકે કહ્યું કે, ‘‘મને લાગે છે કે ભારતની સામે થનારી મેચ અન્ય મેચોની જેમ જ છે.’ તેને વધારે મહત્વ આપવું ના જોઇએ કેમકે તેનાથી ખેલાડીના ગેમ પર દબાવ વધે છે.’’ 36 વર્ષના મલિકે ભારતની સામે 39 વનડે મેચ રમ્યો છે. જેમાં તેણે 1661 રન બનાવ્યા છે. તેણે તેના કુલ 9 વનડે સીદમાંથી 4 સદી ભારતની સામે રમાઇ રહેલી મેચમાં મારી છે. તેમાંથી બે સદી એશિયા કપ વખતે મારી હતી. જોકે, સાથે તેણે એ પણ કહ્યું કે આવી મેચ ખેલાડીઓને પોતાની છાપ છોડવાની તક આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news