Asian Games 2018: ઈન્ડોનેશિયામાં 18મી એશિયન ગેમ્સનું સમાપન, રાની રામપાલ રહી ભારતીય ધ્વજવાહક

ભારતીય દળની આગેવાની મહિલા હોકી ટીમની કેપ્ટન અને ધ્વજવાહક રાની રામપાલે કરી હતી. ભારત માટે આ ગેમ્સ યાદગાર રહી જેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝની સાથે કુલ 69 મેડલ જીત્યા છે. 

 Asian Games 2018: ઈન્ડોનેશિયામાં 18મી એશિયન ગેમ્સનું સમાપન, રાની રામપાલ રહી ભારતીય ધ્વજવાહક

જકાર્તાઃ ઈન્ડોનેશિયાએ રવિવારે અહીં ભાવુક વિદાય સમારોહની સાથે 18મી એશિયન ગેમ્સને વિદાય આપી, જે 15 દિવસીય સ્પર્ધાનું તેણે ખૂબ સફળ આયોજન કર્યું હતું. સમાપન સમારોહ વરસાદ હોવા છતા હજારો દર્શક સ્ટેડિયમમાં સમારોહમાં હાજર હતા. 

ગેલોરા બુંગ કર્ણો સ્ટેડિયમની ક્ષમતા 76000 દર્શકોની છે, પરંતુ જ્યારે અહીં  ટ્રેક એન્ડ ફીલ્ડ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું હતું તે તેને જોવા ઓછા લોકો હાજર હતા પરંતુ મનોરંજન ભરેલા બે કલાક ચાલેલા સમાપન સમારોહ માટે સ્ટેડિયમ ખચાખચ ભરેલું હતું. 

સમારોહ દરમિયાન બોલીવુડથી લઈને ઈન્ડોનેશિયાના પ્રેમની ઝલક પણ જોવા મળી જ્યારે ગાયક સિદ્ધાર્થ સ્લાથિયા અને દેનાદાએ કોઈ મિલ ગયા, કુછ કુછ હોતા હે અને જય હો જેવા લોકપ્રિય ગીત ગાયા હતા. 

આશા પ્રમાણે સમાપન સમારોહ ઉદ્ઘાટન સમારોહ જેવો ભવ્ય ન હતો, જેમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો આયોજન સ્થળ પર બાઇક સ્ટંટની સાથે પ્રવેશ કરતા ચર્ચામાં આવ્યા હતા. પરંતુ ગીત, નૃત્ય અને ફટાકડાના જલ્લામાં કોઈ કમી ન હતી. આ દરમિયાન વિડોડોનો વીડિયો સંદેશ પણ દેખાડવામાં આવ્યો હતો. 

આયોજકો માટે આ મોટા અને સફળ અભિયાનનો અંત થયો જેણે વિયતનામના હટ્યા બાદ વિશ્વની બીજી સૌથી મોટી ગેમ્સ સ્પર્ધાની તૈયારી માટે ચાર વર્ષનો સમય મળ્યો હતો. આ સ્પર્ધાના ઈતિહાસમાં પ્રથમવાર જકાર્તા અને પાલેમબાંગના રૂપમાં બે શહેરોએ યજમાનના રૂપમાં સ્પર્ધાનું આયોજન કર્યું હતું. 

આયોજન સમિતિ આઈએનએએસજીઓસીના પ્રમુખ એરિક થોહીરે કહ્યું, તમામે સમર્થન આપ્યું, આ સૌથી મહત્વપૂર્ણ છે. સંપૂર્ણ ઈન્ડોનેશિયા એક થયું અને ગેમ્સને સમર્થન કર્યું. માર્ચ 2016થી જ અમારી પાસે યોજના હતી. એક સંગઠનના રૂપમાં અમે નિશ્ચિત કહ્યું કે, આ યોજનાને લાગૂ કરવામાં આવે. 

ઈન્ડોનેશિયા 1962   બાદ પ્રથમવાર એશિયન ગેમ્સનું આયોજન કરી રહ્યું હતું અને આ સફળ આયોજનથી દેશને 2032 ઓલંમ્પિકની દાવેદારી કરવાનો આત્મવિશ્વાસ મળ્યો છે. 

સમાપન સમારોહમાં એશિયાની સંયુક્ત ભાવનાને દેખાડવામાં આવી જેમાં ભારત, ચીન અને કોરિયાના કલાકારોએ પ્રસ્તુતિ આપી હતી. ભારતના સિદ્ધાર્થ તે છ ગાયકોમાં હાજર હતા, જેણે પોતાની સ્થાનિક ભાષામાં ગેમ્સના ગીતને ગાયું હતું. 
ભારતીય દળની આગેવાની મહિલા હોકી ટીમની કેપ્ટન અને ધ્વજવાહક રાની રામપાલે કરી હતી. ભારત માટે આ ગેમ્સ યાદગાર રહી જેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝની સાથે કુલ 69 મેડલ જીત્યા છે. 

હવે આગામી એશિયન ગેમ્સ 2022માં ચીનના ગ્વાંગઝૂમાં રમાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news