Asian Games 2018: ભારતે સેપકટકરામાં જીત્યો પ્રથમ મેડલ

ભારતીય પુરૂષ ટીમનો રેગુ ઈવેન્ટના સેમિફાઇનલમાં ગત ચેમ્પિયન થાઇલેન્ડ સામે પરાજય થયો હતો. જેથી ભારતને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. 
 

Asian Games 2018: ભારતે સેપકટકરામાં જીત્યો પ્રથમ મેડલ

જકાર્તાઃ ભારતીય ટીમે 18મી એશિયન ગેમ્સમાં સેપકટકરામાં પોતાનો પ્રથમ મેડલ જીત્યો છે. ભારતીય પુરૂષ ટીમ મંગળવારે રેગુ સેમિફાઇનલમાં હાર્યા બાદ આ મેડલ મળ્યો છે. ગત ચેમ્પિયન થાઇલેન્ડે ભારતને 2-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બીજી સેમિફાઇનલમાં મલેશિયાએ ઈન્ડોનેશિયાને હરાવ્યું છે. હવે ગોલ્ડ મેડલ માટે થાઇલેન્ડ અને મલેશિયા વચ્ચે ટક્કર થશે. 

ભારતે પોતાના અભિયાનની શરૂઆત ઈરાન વિરુદ્ધ જીત સાથે કરી હતી. ત્યારબાદ સોમવારે ગ્રુપ મેચમાં ઈરાનને 21-16, 19-21, 21- 17 પરાજય આપ્યો હતો. ત્યારબાગ આગામી મેચમાં ઈન્ડોનેશિયા વિરુદ્ધ 0-3થી હારનો સામનો કરવો પજ્યો હતો. આ હાર બાદ ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. સેમિફાઇનલનો મુકાબલો મંગળવારે રમાયો હતો. તેમાં થાઇલેન્ડે ભારતને 2-0થી પરાજય આપ્યો હતો. થાઇલેન્ડે ચાર વર્ષ પહેલા ઇંચિયોન એશિયન ગેમ્સમાં પણ ભારતને હરાવ્યું હતું. 

Asian Games 2018

સેપકટકરા વોલીબોલ જેવી રમત છે. તેમાં ખેલાડીઓ પોતાના પગ, માથુ, ઘુટણ અને છાતીથી બોલને મારીને નેટની પાર વિરોધી ટીમ પાસે મોકલે છે. એશિયન ગેમ્સમાં સેપકટકરામાં 15 દેશો ભાગ લઈ રહ્યાં છે. તેમાં કુલ 6 ગોલ્ડ મેડલ દાવ પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news