વોટ્સએપને બનાવવી પડશે ભારતમાં કંપની, ફેક ન્યુઝ પર લાગશે લગામ

ભારત સરકારે વોટ્સએપને કડકાઇથી કહી દીધુ કે જો ભારતમાં કામ કરવું હોય તો સ્થાનિક કંપની બનાવી પડશે

વોટ્સએપને બનાવવી પડશે ભારતમાં કંપની, ફેક ન્યુઝ પર લાગશે લગામ

નવીદિલ્હી : સરકારે વોટ્સએપને કડકાઇથી કહી દીધુ છે, કે જો ભારતમાં કામ કરવું હોય તો સ્થાનિક કંપની બનાવી પડશે. અને વોટ્સએપમાં ફરતા ખોટા સંદેશાના સ્ત્રોતની જાણકારી મેળવી શકાય તેવી ટેકનોલોજી વિકસાવી અનિવાર્ય થશે.

માહિતી ટેકનોલોજીના મંત્રી રવિ શંકર પ્રસાદે વોટ્સએપના પ્રમુખ ક્રિસ ડેનિલ્સની સાથે બેઠક બાદ કહ્યું કે ફેસબુક જેવા આ સંદેશાનું આદાન પ્રદાન કરનારી એપને ભારતની ડિજીટલ વ્યવસ્થાઓમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પરંતુ આટલા મોટા લોકતંત્રમાં અશ્લીલ તસવીરો અને ખોટા સમાચારોની આપલે જેવી ગંભીર બાબતોનું સમાધાન કરવું પડશે, 

ઉલ્લેખનીય છે, કે હાલમાં જ દેશમા અમૂક સ્થળો પર વોટ્સએપ ફરતા ખોટા સંદેશાને લઇને મોટી સંખ્યામાં ટોળાએ માર મારીને હત્યા કરીનાખી હતી. આવી ઘટનાઓમાં સરકાર સંદેશા મોકલનારાની ઓળખ કેવી રીતે કરવી તે અંગેનું સમાધાન જોઇએ છે.

અરાજક પ્રવૃતિઓ પર લગામ લગાવવાની જરૂરીયાત
મંત્રીએ કહ્યું કે મારી વોટ્સએપના સી.ઇ.ઓ ક્રિસ ડેનિયલ્સ સાથે બેઠક થઇ હતી. વોટ્સએપે દેશમાં જાગૃતતા ફેલાવા માટે કામ કર્યું છે. અને તેના માટે હું તેમનો આભાર માનું છું. પરંતુ  ટોળાઓ દ્વારા મારા-મારી કરીને હત્યા કરી નાખવી તથા બદલો લેવા માટે અશ્લીલ ફોટાઓ ઇચ્છા વિરૂદ્ધ વૌટ્સએપમાં ફરતા કરવાની હાનિકારક પ્રવૃતીઓનું સમાધાન તમારે શોધવું પડશે. જે સામાન્ય રીતે ભારતીય કાયદાનું ઉલ્લંઘન જ છે.

તપાસ કરવાની વોટ્સએપની કોશીશ
પ્રસાદે કહ્યું કે, વોટ્એપએ ભારતમાં કોર્પોરેટ એકમ સ્થાપિત કરવો પડશે. અને ફરિયાદ લેનાર વ્યક્તિની નિમણૂંક કરવી પડશે તથા સંદેશાની ઉપ્લબ્ધી ક્યાંથી થઇ તે અંગેનું ટેકનિકલ સમાધાન શોધવું આવશ્યક છે. વધુમાં તેમણે કહ્યું કે મે પહેલા પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. અને કહ્યું હતું,  લાખોની સંખ્યામાં પ્રસારીત થતા મેસેજની જાણકારી મેળવવા પાછળ એક રોકેટ સાઇન્સ છે. તમારી પાસે સમાધાન માટેની વ્યવસ્થા માટે કામ કરવું પડશે. જ્યારે ફેસબુકે આ અંગેના આવશ્યક વિષય પર તપાસ અને આ પ્રકારની પ્રવૃતિઓ રોકવાની પ્રકિયા પર કામ કરી રહ્યું છે.

 

(ઇનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news