Asian Gamesમાં ભારતનો ચોથો ગોલ્ડ, શૂટર સરનોબતનું ગોલ્ડ પર નિશાન
એશિયન ગેમ્સનો આજે ચોથો દિવસ છે. ભારતીય એથલિટો પાસે વધુ મેડલની આશા છે. શૂટિંગમાં મનુ ભાકેરની પાસે ગોલ્ડ જીતવાની તક છે. અત્યાર સુધી ભારતીય શૂટર્સે સારૂ પ્રદર્શન કર્યું છે.
Trending Photos
જકાર્તાઃ ભારતની યુવા મહિલા નિશાનેબાજ રાહી જીવન સારનાબોતે 18મી એશિયન ગેમ્સના ચોથા દિવસે બુધવારે 25 મિટર પિસ્ટોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. રાહીને ખુબ રોમાંચક મુકાબલામાં થાઇલેન્ડની નાપશાવાનને શૂટઓફમાં 3-2થી હરાવી. બંન્ને ખેલાડીઓનો સ્કોર 34-34 પર બરાબર હતો. ત્યારબાદ શૂટઓફમાં વિજેતાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રાહી એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે. આ રાહીનો આ સ્પર્ધામાં પ્રથમ ગોલ્ડ મેડલ છે. દક્ષિણ કોરિયાની કિમ મિનજુંગ ત્રીજા સ્થાન પર રહીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. ભારતની મનુ ભાકેર 16નો સ્કોર કરીને છઠ્ઠા સ્થાન પર રહી છે.
18મી એશિયન ગેમ્સમાં ભારતના કુલ મેડલોની સંખ્યા 11 પર પહોંચી ગઈ છે. 4 ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલની સાથે ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાન પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે