AUS vs IND: ટીમ ઈન્ડિયા પાસે સ્પિન એકેટમાં છે આ ચાર વિકલ્પ, જાણો કોણ છે કેટલું મજબૂત

56 વિકેટ ઝડપી છે શેન વોર્ને આ મેદાન પર 11 ટેસ્ટ મેચોમાં. તે અહીં સૌથી સફળ સ્પિનર છે. 7 મેચ રમી છે નાથન લાયને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર અને 26 વિકેટ ઝડપી છે. 

  AUS vs IND: ટીમ ઈન્ડિયા પાસે સ્પિન એકેટમાં છે આ ચાર વિકલ્પ, જાણો કોણ છે કેટલું મજબૂત

નવી દિલ્હીઃ પર્થ ટેસ્ટમાં એક સ્પેશિયાલિસ્ટ સ્પિનરને પ્લેઇંગ ઇલેવનમાં નહીં રાખવાની ભૂલ ટીમ ઈન્ડિયાને ભારે પડી હતી. ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં આ માત્ર ત્રીજી ટેસ્ટ મેચ બતી જ્યાં ભારતીય ટીમ કોઈપણ નિષ્ણાંત સ્પિનર વિના મેદાન પર ઉતરી હતી. યજમાન ઓસ્ટ્રેલિયાએ નાથન લિયોનના રૂપમાં નિષ્ણાંત સ્પિનર મેદાન પર ઉતાર્યો અને તેણે મેચમાં 8 વિકેટ ઝડપીને અંતર ઉભું કર્યું હતું. 

ટેસ્ટ દરમિયાન ભારતીય ફાસ્ટર મોહમ્મદ શમીએ પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું કે, એક નિષ્ણાંત સ્પિનરને સામેલ ન કરવો ટીમ મેનેજમેન્ટની ભૂલ હતી. હવે મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ પોતાના બોલિંગ એટેકમાં નિષ્ણાંત સ્પિનરને સામેલ કરવાનો વિચાર કરી રહ્યું હશે, પરંતુ આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની હાજરીમાં આ નિર્ણય સરળ રહેવાનો નથી. 

શું હોઈ શકે કોમ્બિનેશન
પ્રથમ સવાલ બોલિંગ કોમ્પિબેશનનો હશે? વિરાટ ત્રીજી ટેસ્ટમાં કેટલા નિષ્ણાંત બોલરોની સાથે ઉતરવા ઈચ્છે છે? ભારત ત્રીજી ટેસ્ટમાં છ નિષ્ણાંત બેટ્સમેન બાદ પોતાના બેટિંગ ઓર્ડરને મજબૂત કરવા માટે એક બોલિંગ ઓલરાઉન્ડર અને ચાર નિષ્ણાંત બોલરની સાથે મેદાનમાં ઉતરવા ઈચ્છશે. ચાર નિષ્ણાંત બોલરોમાં ત્રણ ફાસ્ટર અને એક સ્પિનરને સ્થાન મળે તેવું લાગી રહ્યું છે, તેવામાં એક સ્થાન માટે ત્રણ-ત્રણ દાવેદાર છે. જોવાનું તે રહ્યું કે, ટીમ મેનેજમેન્ટ કઈ રીતે નક્કી કરે છે. જે વિકલ્પ બને છે તેના પર એક નજર કરીએ... 

1. અશ્વિનનો અનુભવ
એડિલેડમાં સારૂ પ્રદર્શન કર્યા બાદ અશ્વિન ઈજાગ્રસ્ત થયો અને પર્થ ટેસ્ટમાં ટીમમાં સામેલ ન થયો. અશ્વિનની ઈજા પર હજુ સુધી કોઈ અપડેટ આવ્યું નથી. જો તે ફીટ હશે તો ટીમ મેનેજમેન્ટ તેને અંતિમ ઇલેવનમાં સ્થાન આપશે. બોલને ખાસ ટર્ન ન કરાવવા છતાં અશ્વિન પોતાની વિવિધતાથી વિરોધી ટીમને પરેશાન કરી શકે છે. ડાબોડી બેટ્સમેન સામે તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે, અને ઓસ્ટ્રેલિયાની ટીમમાં છ ડાબોડી બેટ્સમેન છે. આ સિવાય તે બેટિંગ પણ કરી શકે છે. જેનાથી લોઅર મીડલઓર્ડરમાં રન ન બનાવાની ટીમની મુશ્કેલી પણ દૂર થશે. 

2. જાડેજાનો જુસ્સો
પર્થમાં જે રીતે લિયોને જે રીતે બોલ ટર્ન કરાવ્યો તો તમામના મનમાં વાત આવી કે જાડેજા ટીમ ઈન્ડિયામાં હોત તો લગભગ મેચનું પરિણામ પણ અલગ હોત. સામાન્ય પિચ પર પણ બોલને ટર્ન કરાવવાની ક્ષમતા ધરાવતો જાડેજા અશ્વિનની ગેરહાજરીમાં ટીમનો વિકલ્પ બની શકે છે. અશ્વિનની જેમ જાડેજા પણ ડાબોડી બેટ્સમેન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. SENA (સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) દેશોમાં જો રેકોર્ડની વાત કરીએ તો ડાબોડી બેટ્સમેન વિરુદ્ધ તેની એવરેજ 29ની છે, જે ખરાબ નથી. આ સિવાય જાડેજા પણ બેટિંગ કરી શકે છે. તે ઝડપથી રન પણ બનાવી શકે છે. 

3. કુલદીપની સરપ્રાઇઝ
ભારતીય ટીમ મેનેજમેન્ટ જો વિપક્ષી ટીમને ચોંકાવવા ઈચ્છે છે તો કુલદીપ યાદવથી સારો વિકલ્પ કોઈ નથી. ક્રિકેટના નાના ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનાર કુલદીપ અત્યાર સુધી પાંચ ટેસ્ટ રમી છે અને 19 વિકેટ ઝડપી છે. પરંતુ દરેકનું માનવું છે કે, તેની બોલિંગમાં એક સરપ્રાઇઝ એલિમેન્ટ છે જે વિપક્ષી બેટ્સમેનોના ક્રમને ધ્વસ્ત કરી શકે છે. ગત વખતે ભારતે તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફાસ્ટ પિચ લોર્ડ્સ ટેસ્ટમાં સામેલ કર્યો હતો, જ્યાં તેને એકપણ સફળતા ન મળી હતી. તેમ છતાં ટીમ મેનેજમેન્ટ તેના પર વિશ્વાસ રાખીને એક નવા કોમ્બિનેશન સાથે ઉતરી શકે છે. 

4. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખુબ મોટું છે અને અહીં સ્પિનર્સ પર મોટા શોટ લગાવવા કોઈપણ પ્લેયર માટે આસાન રહેશે નહીં. આ પહેલૂને જોતા ટીમ મેનેજમેન્ટ બે નિષ્ણાંત સ્પિનર સાથે પણ ઉતરી શકે છે. બીજા સ્પિનરને તે એક બોલિંગ ઓલરાન્ડરની જગ્યાએ ઉતારી શકે છે. અશ્વિન અને કુલદીપમાંથી કોઈ એક નિષ્ણાંત સ્પિનરને જગ્યા અને જાડેજાને બોલિંગ ઓલરાઉન્ડરની જગ્યા આપી શકાય છે. SENA દેશોમાં જાડેજાનો બેટિંગ રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. તેણે આ દેશોમાં 28.15ની એવરેજથી રન બનાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news