હવે ચેતન ચૌહાણે બજરંગ બલીને ગણાવ્યા ખેલાડી, કહ્યું- ભગવાનની કોઈ જાતિ હોતી નથી
પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણે કહ્યું કે, હનુમાન જી કુશ્તી લડતા હતા અને તે ખેલાડી હતા.
Trending Photos
નવી દિલ્હીઃ નેતાઓ દ્વારા હનુમાન જીને અલગ-અલગ જાતિના ગણાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. કોઈ તેમને આદિવાસી કહ્યું તો કોઈએ તેમને મુસ્લિમ ગણાવ્યા હતા. તેમને જાટ પણ દર્શાવવામાં આવ્યાં હતા. આ સિલસિલામાં ઉત્તર પ્રદેશને મંત્રી અને પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણે પોતાનો નવો વિચાર રાખ્યો છે. ચેતને અમરોહામાં શનિવારે કહ્યું કે, હનુમાનજી ખેલાડી હતા. આ સાથે તેમણે કહ્યું કે, ભગવાનની કોઈ જાતિ હોતી નથી.
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના નૌગાંવ સાદાતથી ધારાસભ્ય ચેતન ચૌહાણે પોતાના નિવેનદમાં કહ્યું, હનુમાન જી કુશ્તી લડતા હતા, ખેલાડી પણ હતા, જેટલા પણ પહેલવાન છે તે તેમની પૂજા કરે છે. હું તેમને આપણા ઇષ્ટ માનું છું, ભગવાનની કોઈ જાતિ હોતી નથી. હું તેમને જાતિમાં વહેંચવા માગતો નથી. ચેતન બે વખત અમરોહાથી સાંસદ પણ રહી ચુક્યા છે. આ દિવસોમાં ઉત્તર પ્રદેશ સરકારમાં ખેલ, યુવા કલ્યાણ મંત્રી છે.
આ તર્ક સાથે કહેવામાં આવ્યું જાટ હતા હનુમાનજી
હાલમાં ઉત્તર પ્રદેશમાં ધર્માર્થ કાર્ય મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણે ભગવાન હનુમાનને જાટ ગણાવ્યા હતા. આ પાછળ તેમનો તર્ક હતો કે, જો જાટ સમુદાય કોઈપણને મુશ્કેલીમાં જુઓ તો તે કોઈપણ મુદ્દો કે વ્યક્તિને જાણ્યા વિના તેની મદદ માટે કૂદી પડે છે.
મુસ્લિમ પણ ગણાવાયા છે હનુમાનજી ને
આ પહેલા ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીના એમએલસી બુક્કલ નવાબે હનુમાનજીને મુસ્લિમ ગણાવ્યા હતા. બુક્કલ નવાબ કહે છે કે હનુમાન જી વિશ્વના હતા, દરેક ધર્મના હતા, દરેક જાતિના હતા. એટલું ન નહીં ભાજપના એમએલસી બુક્કલ નવાબ કહે છે કે, અમારૂ માનવું છે કે, હનુમાનજી મુસ્લિમ હતા, તેથી અમારી અંદર જે નામ રાખવામાં આવે છે, રહમાન, રમજાન, ફરમાન, જિશાન, કુર્બાન, જેવા જેટલા નામ રાખવામાં આવે છે, તે હનુમાનજીના નામ પર રાખવામાં આવે છે. બુક્કલનું માનીએ તો આજ કારણે હનુમાનને નામ પર કોઈ હિંદુ પોતાનું નામ રાખતો નથી.
હનુમાનને ગણાવ્યા આદિવાસી નેતા
તો રાજસ્થાનના અલવરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાએ હનુમાનજીને વિશ્વના પ્રથમ આદિવાસી નેતા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, અન્ય તમામ દેવી-દેવતાઓના મુકાબલે હનુમાનજીના મંદિર સૌથી વધુ છે. તેથી તેમના સન્માનમાં કંઈ ખોટું ન બોલવું જોઈએ. હનુમાનજી જંગલમાં રહેતા હતા અને તેઓ વાનર સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમણે સીતાજીને શોધવામાં રામની મદદ કરી હતી. વાનર સમુદાયના તે લોકપ્રિય અને શક્તિશાળી નેતા હતા. આ તમામ વાતોથી સાફ જાહેર થાય કે હનુમાનજી વિશ્વના પ્રથમ આદિવાસી નેતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે