સ્ટાર ક્રિકેટરે અચાનક કરી સંન્યાસની જાહેરાત, આ ટીમ વિરૂદ્ધ રમશે અંતિમ મેચ
આરોન ફિંચ (Aaron Finch ) ખૂબ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે. વનડે ક્રિકેટમાં ગત કેટલાક સમ્યથી તેમના બેટ વડે મોટી ઇનિંગ રમાઇ નથી, તેમણે પોતાની ગત સાત ઇનિંગમાં 26 રન બનાવ્યા છે.
Trending Photos
Aaron Finch Retirement: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન આરોન ફિંચે સંન્યાસની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝિલેંડ વિરૂદ્ધ પોતાને અંતિમ 146મી અને અંતિમ વનડે ઇન્ટરનેશનલ મેચ રમશે. પરંતુ તે આગામી મહિને થનાર ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ યથાવત રાખશે. તેમણે કેપ્ટનશિપ છોડતાં ફેન્સને તગડો આંચકો લાગ્યો છે.
Aaron Finch એ આપ્યું નિવેદન
આરોન ફિંચે પોતાના નિવેદનમાં કહ્યું કે 'અહીં સુધીની સફર શાનદાર રહી છે. હું કેટલીક વનડે ટીમોનો ભાગ બનવા માટે સૌભાગ્યશાળી રહ્યો છું. મને તે બધાના આર્શિવાદ મળ્યા છે અને સાથ મળ્યો છે, જેની સાથે હું ક્રિકેટ રમ્યો છું.'
નવા કેપ્ટનને આપવામાં આવે તક
આરોન ફિંચે (Aaron Finch ) આગળ કહ્યું કે 'હવે સમય આવી ગયો છે કે આગામી કેપ્ટનને વલ્ડ કપની તૈયારી અને જીતવાની તક આપવામાં આવે. હું તે બધાનો આભારત વ્યક્ત કરું છું, જેમણે મને આ મુકામ સુધી પહોંચાડવામાં મારી મદદ કરી. આરોન ફિંચની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાએ ગત વર્ષે ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.'
Australian batsman Aaron Finch announces retirement from one-day cricket. Australia's 24th men's ODI captain will play his 146th and final one-day international against New Zealand in Cairns on Sunday.
(File Pic) pic.twitter.com/rRKURlM8kl
— ANI (@ANI) September 9, 2022
ખરાબ ફોર્મ સાથે ઝઝૂમી રહ્યા છે Aaron Finch
આરોન ફિંચ (Aaron Finch ) ખૂબ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે. વનડે ક્રિકેટમાં ગત કેટલાક સમ્યથી તેમના બેટ વડે મોટી ઇનિંગ રમાઇ નથી, તેમણે પોતાની ગત સાત ઇનિંગમાં 26 રન બનાવ્યા છે. તે પોતાના નામના અનુરૂપ પ્રદર્શન કરી રહ્યા નથી. આરોન ફિંચે (Aaron Finch ) ભારતમાં થનાર 2023 વનડે વર્લ્ડક્પને પોતાનો ટાર્ગેટ બનાવ્યો હતો, પરંતુ ખરાબ ફોર્મના લીધે તેમને સંન્યાસ લેવો પડ્યો.
Australia ને જીતાડી ઘણી મેચ
આરોન ફિંચ (Aaron Finch ) પોતાના દમ પર ઓસ્ટ્રેલિયા ટીમને ઘણી મેચ જીતાડી છે. તેમણે ઓસ્ટ્રેલિયા તરફથી 145 વંડે મેચોમાં 5401 રન બનાવ્યા છે. જેમાં 17 સદી સામેલ છે. તે ઓસ્ટ્રેલિયા તરફથી વનડે ક્રિકેટમાં ચોથા સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. તેમની આગળ રિકી પોટિંગ 29 સદી, ડેવિડ વોર્નર અને મોર્ક વોએ 17-17 સદી ફટકારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે