મોડલથી જરાપણ ઓછી નથી ઓસ્ટ્રેલિયાની ક્રિકેટર એલિસ પેરી, વર્લ્ડ કપમાં મચાવી ચૂકી છે ધમાલ

ન્યૂઝીલેન્ડમાં ચાલી રહેલા મહિલા વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મંગળવારે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે પરાજય આપ્યો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી સ્ટાર રહી એલિસ પેરી. તેણે માત્ર 22 રનમાં 3 વિકેટ ઝડપી.

મોડલથી જરાપણ ઓછી નથી ઓસ્ટ્રેલિયાની ક્રિકેટર એલિસ પેરી, વર્લ્ડ કપમાં મચાવી ચૂકી છે ધમાલ

મેલબર્ન: એલિસ પેરીની ગણતરી દુનિયાની સર્વશ્રેષ્ઠ મહિલા ઓલરાઉન્ડરમાં થાય છે. તેના નામે અનેક રેકોર્ડ નોંધાયેલા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં એલિસ પેરીએ 8 ઓવરમાં 22 રન આપીને ત્રણ વિકેટ ઝડપી.જ્યારે બેટિંગમાં 10 રન પણ બનાવ્યા.

ક્રિકેટ નહીં ખૂબસૂરતી માટે પણ છે જાણીતી:
ઓસ્ટ્રેલિયાની મહાન ઓલરાઉન્ડર એલિસ પેરી માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ પોતાની ખૂબસૂરતી માટે પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ છે. તે ઉપરાંત અનેક ફેશન શો અને ટીવી જાહેરાતમાં એલિસ પેરીનો જલવો જોવા મળે છે.

ક્રિકેટ પહેલા ફૂટબોલમાં બતાવી ચૂકી છે પ્રદર્શન:
એલિસ પેરી ક્રિકેટમાં આવતાં પહેલાં ફૂટબોલમાં પોતાનો દમ બતાવી ચૂકી છે. માત્ર 16 વર્ષની ઉંમરમાં તેણે ઓસ્ટ્રેલિયાની નેશનલ ફૂટબોલ ટીમમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. જોક 2014 પછી તેણે પૂર્ણ રીતે ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવી લીધી.

એલિસ પેરીના નામે શું છે રેકોર્ડ:
જો એલિસ પેરીના આંકડા પર નજર કરીએ તો તેણે 125 વન-ડેમાં 3000થી વધારે રન બનાવ્યા છે. જ્યારે 161 વિકેટ ઝડપી છે. તે સિવાય 126 ટી-20માં તેના નામે 1253 રન, 115 વિકેટ છે. એલિસ પેરીના નામે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી પણ છે.

ઈન્સ્ટાગ્રામ પર છે એક મિલિયન ફોલોઅર્સ:
એલિસ પેરીના સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર લગભગ એક મિલિયન ફોલોઅર્સ છે. ટ્વિટર પર તેની ફેન ફોલોઈંગ હજારોમાં છે. રાઈટ હેન્ડ બેટર, રાઈટ આર્મ પેસર એલિસ પેરીએ વર્લ્ડ કપ 2022માં પણ પોતાની શાનદાર રમત રમવાનું ચાલુ રાખ્યું છે.

એલિસ પેરીનું જીવન:
એલિસ પેરીએ વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયાના રગ્બી પ્લેયર મેટની સાથે લગ્ન કર્યા હતા. જોકે 2020માં બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news