PAK vs ENG: પ્રથમ ટેસ્ટમાં હારથી હાહાકાર, પાકિસ્તાને ત્રણ સ્ટાર ખેલાડીઓની કરી હકાલપટ્ટી

Pakistan vs England: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની બીજી અને ત્રીજી મેચ માટે પાકિસ્તાને પોતાની ટીમ જાહેર કરી છે. આ ટીમમાં બાબર આઝમને બહાર કરી દેવામાં આવ્યો છે. સાથે શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહને પણ તક આપવામાં આવી નથી. 

PAK vs ENG: પ્રથમ ટેસ્ટમાં હારથી હાહાકાર, પાકિસ્તાને ત્રણ સ્ટાર ખેલાડીઓની કરી હકાલપટ્ટી

નવી દિલ્હીઃ ફોર્મથી સંઘર્ષ કરી રહેલા અનુભવી બેટર બાબર આઝમને પાકિસ્તાન ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બાબરનું બેટ ઘણા સમયથી આ ફોર્મેટમાં શાંત છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ફ્લોપ થયા બાદ તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરૂઆતી ટેસ્ટમાં પણ નિષ્ફળ રહ્યો હતો. હવે બીજી અને ત્રીજી ટેસ્ટ માટે તેને ટીમમાં જગ્યા મળી નથી. બાબર સિવાય શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહને પણ બહાર કરી દેવામાં આવ્યા છે. 

2023થી બાબરની એવરેજ 20ની
બાબર આઝમનું બેટ 2023થી ટેસ્ટમાં શાંત રહ્યું છે. તે છેલ્લા 22 મહિનામાં એક અડધી સદી ફટકારી શક્યો નથી. જાન્યુઆરી 2023થી અત્યાર સુધી બાબર આઝમ 9 ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહ્યો છે. આ દરમિયાન તેના બેટથી 20.7ની એવરેજથી 352 રન નિકળ્યા છે. તેની સૌથી મોટી ઈનિંગ 41 રનની રહી છે. તેમાં ચાર ટેસ્ટ તો પાકિસ્તાને પોતાના ઘરમાં રમી ચે. પાછલા વર્ષે વિશ્વકપ બાદ બાબરે આ ફોર્મેટમાં નેતૃત્વ છોડી દીધું હતું. 

એક મેચ બાદ શાહીન પણ બહાર
શાહીન આફ્રિદીને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝના બીજા મુકાબલામાં બહાર રાખવામાં આવ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં તક મળી હતી. હવે તેને પણ બહાર કરી દેવામાં આવ્યો છે. આ સાથે યુવા ફાસ્ટ બોલર નસીમ શાહ અને અનુભવી વિકેટકીપર સરફરાઝ ખાનને પણ બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં રાખવામાં આવ્યા નથી. 

આ ખેલાડીઓની જગ્યાએ હસુબીલ્લાહ, મેહરાન મુમતાઝ, કામરાન ગુલામ, ફાસ્ટ બોલર મોહમ્મદ અલી અને ઓફ સ્પિનર સાજિદ ખાનને સામેલ કરવામાં આવ્યા છે. નોમાન અલી અને ઝાહિદ મહમૂદ પહેલા ટેસ્ટમાં ટીમમાં હતા, પરંતુ બાદમાં તેને બહાર કરી દેવામાં આવ્યા હતા. હવે તેને 16 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. 

બીજી અને ત્રીજી ટેસ્ટ માટે પાકિસ્તાન ટીમઃશાન મસૂદ (કેપ્ટન), સાઉદ શકીલ (વાઈસ-કેપ્ટન), આમિર જમાલ, અબ્દુલ્લા શફીક, હસીબુલ્લાહ, કામરાન ગુલામ, મેહરાન મુમતાઝ, મીર હમઝા, મોહમ્મદ અલી, મોહમ્મદ હુરૈરા, મોહમ્મદ રિઝવાન (ડબલ્યુકે), નોમાન અલી, સૈમ અયુબ, સાજિદ ખાન, સલમાન અલી આગા, ઝાહિદ મેહમૂદ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news