BCCIએ ડોમેસ્ટિક ક્રિકેટનો કાર્યક્રમ કર્યો જાહેર, 2019-20ની સિઝનમાં રમાશે 2036 મેચ
ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન 2019-20ની શરૂઆત આ વર્ષે ઓગસ્ટમાં દુલીપ ટ્રોફીની સાથે થશે.
Trending Photos
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ 2019-20 સિઝન માટે બુધવારે ઘરેલૂ કાર્યક્રમની જાહેરાત કરી હતી. તેમાં પુરૂષ તથા મહિલા ટીમોની કુલ 2036 મેચ રમાશે. ઘરેલૂ ક્રિકેટ સિઝન 2019-20ની શરૂઆત આ વર્ષે ઓગસ્ટમાં દુલીપ ટ્રોફીની સાથે થશે. દુલીપ ટ્રોફી 17 ઓગસ્ટથી શરૂ થશે અને તે આઠ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન કુલ ચાર મેચ રમાશે.
દુલીપ ટ્રોફી બાદ 24 ઓગસ્ટથી 25 ઓક્ટોબર સુધી વિજય હજારે ટ્રોફી (વનડે)મા કુલ 160 મેચ રમાશે. ત્યારબાદ 31 ઓક્ટોબરથી ચાર નવેમ્બર સુધી દેવધર ટ્રોફી (વનડે)ની ચાર મેચ રમઆશે. તો સૈયદ મુશ્તાક અલી (ટી20) મેચ પણ રાશે જે આઠ નવેમ્બરથી શરૂ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. તેમાં કુલ 142 મેચ રમાશે.
ત્યારબાદ રણજી ટ્રોફીનું આયોજન કરવામાં આવશે જે ડિસેમ્બર-2019થી માર્ચ 2020 સુધી રમાશે. ટૂર્નામેન્ટનું ફોર્મેટ છેલ્લી સિઝન અનુસાર હશે. જ્યાં ટોપ ટીમો પ્લેટ ગ્રુપથી ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાઇ કરશે. સીનિયર મહિલા ઘરેલૂ સિઝન ટી20 લીઝની સાથે ઓક્ટોબરમાં શરૂ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે