ભારતના આ બોલરે એક જ બોલમાં આપ્યાં 18 રન! લાખો લોકોએ જોયો આ શરમજનક વીડિયો
Video Viral: આ ઘટના બની છે હાલમાં જ રમાયેલી તમિલનાડૂ પ્રીમિયર લીગમાં. તમિલનાડૂ પ્રીમિયર લીગની (TNPL) આ સીઝનની બીજી મેચમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. સાલેમ સ્પાર્ટન્સ અને ચેપોક સુપર ગિલીઝની વચ્ચે મેચ એક બોલમાં 18 રન બનાવ્યાં. હવે તમે કહેશો કે એક બોલમાં 18 રન તો કઈ રીત બની શકે.
Trending Photos
Tamil Nadu Premier League 2023: ક્રિકેટની દુનિયામાં રોજ નીતનવા રેકોર્ડ બનતા અને તૂટતા હોય છે. ક્રિકેટની રમતમાં રોજ કંઈકને કંઈક નવું પણ થતું હોય છે. કંઈક આવું જ બન્યું છે હાલમાં જ રમાયેલી એક મેચમાં. જેમાં કોઈએ સપનામાંય ન વિચાર્યું હોય એવી ઘટના સામે આવી. ક્રિકેટની રમતમાં એક બોલમાં વધુમાં વધુ કેટલાં રન થઈ શકે. આ સવાલનો જવાબ કોઈને પણ પૂછો તો શું મળે. કોઈ 6 રન કહેશે કોઈ નો બોલના એડ કરીને થોડા રન બીજા બોલ પર વધારે થશે એમ કહેશે. પણ અહીં એવી ઘટના બની જે તમારા માન્યામાં ન આવે.
આ ઘટના બની છે હાલમાં જ રમાયેલી તમિલનાડૂ પ્રીમિયર લીગમાં. તમિલનાડૂ પ્રીમિયર લીગની (TNPL) આ સીઝનની બીજી મેચમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. સાલેમ સ્પાર્ટન્સ અને ચેપોક સુપર ગિલીઝની વચ્ચે મેચ એક બોલમાં 18 રન બનાવ્યાં. હવે તમે કહેશો કે એક બોલમાં 18 રન તો કઈ રીત બની શકે. એના માટે તમારે અહીં આપેલો વીડિયો જોવો પડશે.
છેલ્લી ઓવરના પહેલાં 5 બોલમાં બન્યા 8 રનઃ
સાલેમ સ્પાર્ટન્સ ટીમ આ મેચમાં પહેલા બોલીંગ કરી રહી હતી. ચેપોક સુપર ગિલીઝે 19 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 191 રન બનાવી લીધા હતા. ત્યાર બાદ સાલેમ તરફથી ઈનિંગ્સની છેલ્લી ઓવરમાં આવેલી ટીમના કપ્તાન અભિષેક તંવર પાસેથી બધાને સારી બોલીંગની આશા હતી. અભિષેકે પણ પોતાની ઓવરમાં 5 બોલ પર ફક્ત 8 રન જ આપ્યા.
The most expensive delivery ever? 1 Ball 18 runs#TNPLonFanCode pic.twitter.com/U95WNslHav
— FanCode (@FanCode) June 13, 2023
ઈનિંગના છેલ્લા બોલે ખુદ કેપ્ટને આપ્યા 18 રનઃ
સાલેમ સ્પાર્ટન્સ ટીમનો કેપ્ટન અભિષેક તંવર છેલ્લી ઓવર નાંખવા આવ્યો. પહેલાં પાંચ બોલમાં તો બધુ બરાબર રહ્યું. છેલ્લાં બોલે પણ એ બોલરે વિકેટ લીધી. સ્ટમ્પ ઉખાડીને ફેંકી દીધું. પણ છેલ્લે નો બોલ વચ્ચે નડી ગયો. એના પછી તો જે હાલત થઈ છે એ જોવા જેવી હતી. જેને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. છેલ્લાં બોલે અભિષેક તંવરે ફરી બોલ નાંખ્યો તો એના પર છગ્ગો ગયો. કુલ 7 રન આપવામાં આવ્યાં. હવે ફરી એક વાર નો બૉલ થયો, જેના પર 2 રન આવ્યા, ત્યાર બાદ અભિષેકે વાઈડ બૉલ ફેંક્યો. જો કે, હવે તેને લીગલ બોલ ફેંક્યો તેના પર પણ છગ્ગો લગાવ્યો. આવી રીતે અભિષેકે એક બૉલ ફેંકવા માટે 5 બૉલ ફેંકવા પડ્યા.
ટીમનો કેપ્ટન ખુબ શરમથી ઝુકી ગયો. આ રીતે છેલ્લી ઓવરના છેલ્લા બોલમાં 18 રન ગયા. આવો શરમજનક રેકોર્ડ એ ટીમના કેપ્ટનના નામે લખાઈ ગયો. આ સાથે જ સાલેમ સ્પાર્ટન્સ ટીમનો કેપ્ટન અને બોલર અભિષેક તંવર ભારત તરફથી ફક્ત એક બૉલ પર સૌથી વધારે રન આપનારો ખેલાડી બની ગયો છે. તો વળી વર્લ્ડ ક્રિકેટમાં આ રેકોર્ડ હજુ પણ ક્લિંટ મૈકોયના નામે છે. જેણે 2012-13માં બિગ બૈશ લીગ સીઝનમાં એક મેચ દરમ્યાન 1 બોલ પર 20 રન આપ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે