નો બોલની ભૂલ રોકવા માટે ICCનો મોટો નિર્ણય, હવે ટીવી અમ્પાયર કરશે નિર્ણય

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) રમતમાં થતી ભૂલને રોકવા માટે ટેકનિકનો ઉપયોગ કરતી રહી છે. 
 

નો બોલની ભૂલ રોકવા માટે ICCનો મોટો નિર્ણય, હવે ટીવી અમ્પાયર કરશે નિર્ણય

દુબઈઃ ક્રિકેટમાં નો બોલ પર થનારી ભૂલો અને વિવાદને રોકવા આઈસીસીએ (ICC) મોટો નિર્ણય કર્યો છે. આઈસીસીએ નિર્ણય લીધો છે કે આવા વિવાદોને દૂર કરવા માટે નો બોલનો નિર્ણય મેદાની અમ્પાયરની જગ્યાએ ટીવી અમ્પાયર લેશે. પરંતુ, તેને સીમિત ઓવરના ફોર્મેટમાં હાલમાં ટ્રાયલ તરીકે લાગૂ કરવામાં આવશે. આઈસીસી તે નિર્ણય કરશે કે આગામી છ મહિના કઈ-કઈ સિરીઝમાં આ ટ્રાયલ કરવામાં આવશે. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) રમતમાં થનેરી ભૂલોને કોરવા માટે ટેકનિકનો ઉપયોગ કરતી રહી છે. તે હવે ટીવી અમ્પાયરોને વધુમાં વધુ મજબૂત કરવા માટે પગના નો-બોલ પર નિર્ણય લેવાનો અધિકાર આપશે. પરંતુ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 2016મા રમાયેલી સિરીઝમાં તેની ટ્રાય કરવામાં આવી હતી, પરંતુ આ વખતે તેને મોટા સ્તર પર લાગૂ કરવામાં આવશે. 

'ક્રિકઇન્ફો'એ આઈસીસીના જનરલ મેનેજર જોફ એલરડાઇસના હવાલાથી જણાવ્યું, 'હા તેમ છે. ત્રીજા અમ્પાયરને આગળ પગ પડવાના કેટલિક સેકન્ડ બાદ ફુટેજ આપવામાં આવશે. તે મેદાની અમ્પાયરને જણાવશે કે નો બોલ કરવામાં આવ્યો છે. તેથી બોલને ત્યાં સુધી માન્ય ગણવામાં આવશે જ્યાં સુધી અમ્પાયર કોઈ અન્ય નિર્ણય ન લે.' છેલ્લી ટ્રાયલ દરમિયાન થર્ડ અમ્પાયરને ફુટેજ આપવા માટે એક હોકઆઈ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

એલરડાઇસે કહ્યું, 'ફુટેજ થોડી મોડી દેખાડવામાં આવે છે. જ્યારે પગ લાઇન તરફ આગળ વધે છે તો ફુટેજને સ્લો મોશનમાં દેખાડવામાં આવે છે અને લાઇન પડવાના સમયે રોકાઇ જાય છે. રૂટીન ખુબ સારી રીતે કામ કરે છે અને પિક્ચરના આધાર પર થર્ડ અમ્પાયર નિર્ણય લે છે. આ પિક્સર હંમેશા બ્રોડકાસ્ટ થતું નથી.' આઈસીસીની ક્રિકેટ સમિતિ ઈચ્છે છે કે આ સિસ્ટમને સીમિત ઓવરોના ફોર્મેટમાં વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news