દ્રવિડને 'હિતોના ટકરાવ' પર નોટિસ, ગુસ્સે થયાં ગાંગુલી-ભજ્જી, બોલ્યા- ભગવાન ભારતીય ક્રિકેટને બચાવી લે

બીસીસીઆઈના એથિક્સ ઓફિસરે દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડને 'હિતોના ટકરાવ' મામલા પર નોટિસ પાઠવી છે, તો તેના પર નારાજગી વ્યક્ત કરતા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી દ્રવિડના સમર્થનમાં આવી ગયો છે. 

Updated By: Aug 7, 2019, 04:17 PM IST
  દ્રવિડને 'હિતોના ટકરાવ' પર નોટિસ, ગુસ્સે થયાં ગાંગુલી-ભજ્જી, બોલ્યા- ભગવાન ભારતીય ક્રિકેટને બચાવી લે

નવી દિલ્હીઃ બીસીસીઆઈના એથિક્સ ઓફિસરે દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડને 'હિતોના ટકરાવ' મામલા પર નોટિસ પાઠવી છે, તો તેના પર નારાજગી વ્યક્ત કરતા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી દ્રવિડના સમર્થનમાં આવી ગયો છે. ગાંગુલીએ બોર્ડને આ નોટિસ પર પોતાની વાત રાખતા ટ્વીટ કર્યું, 'ભગવાન ભારતીય ક્રિકેટની મદદ કરો.'

ગાંગુલીના આ ટ્વીટ પર તેની આગેવાનીમાં રમી ચુકેલ ઓફ સ્પિનર હરભજન સિંહે પણ પોતાનું સમર્થન આપ્યું છે. બીસીસીઆઈના એથિક્સ ઓફિસર, જસ્ટિસ (રિટાયર્ડ) ડીકે જૈને હિતોના ટકરાવના મામલા પર, મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સભ્ય સંજય ગુપ્તા દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ દ્રવિડને નોટિસ આપી હતી. 

ભારતીય ક્રિકેટ માટે વર્ષો સુધી પોતાના બેટથી સેવા કરનાર પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને નોટિસના સમાચાર આવ્યા, તો સૌરવ ગાંગુલીએ તેના વિરોધમાં ટ્વીટ કર્યું છે. પૂર્વ ભારતીય કેપ્ટને પોતાના ટ્વીટમાં લખ્યું, 'ભારતીય ક્રિકેટમાં આ નવી ફેશન છે... હિતો નો ટકરાવ..... ચર્ચામાં રહેવાની શાનદાર રીત છે... ભગવાન ભારતીય ક્રિકેટની મદદ કરો... દ્રવિડને હિતોના ટકરાવ પર બીસીસીઆઈના એથિક્સ ઓફિસરની નોટિસ મળી છે.'

 

ત્યારબાદ દાદાનું આ ટ્વીટ તેની ટીમના સભ્ય રહી ચુકેલા ઓફ સ્પિનર હરભજન સિંહે રીટ્વીટ કરતા લખ્યું, 'ખરેખર? હું નથી જાણતો કે આ ક્યાં જઈ રહ્યું છે.. તમને ભારતીય ક્રિકેટ માટે તેનાથી સારો વ્યક્તિ ન મળી શકે. આ દિગ્ગજને નોટિસ આપતી તેની આબરૂના ધજાગરા કરવા જેવું છે... ક્રિકેટને તેના સારા માટે તેમની સેવાઓની જરૂર છે..